
પેરિસમાં હસ્તાક્ષર થયા
સીએનએનના રીપોર્ટ અનુસાર વ્હાઈટ હાઉસના અધિકારીના કહેવા પ્રમાણે ટ્રમ્પે આ દસ્તાવેજ બુધવારે પેરિસમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમૈનુઅલ મેક્રો સાથે મુલાકાત દરમિયાન હસ્તાક્ષર કર્યા છે.(US Iran MoU Signs) આ સમજૂતિ પર ઈરાનના રાષ્ટ્રપતિ પેજેશકિયાન દ્વારા પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા અને તેને તુરંત જ આ સમજૂતિને લાગુ કરવામાં આવી હતી.
14 મુદ્દાવાળી સમજૂતિ જાહેર
સીએનએનના રીપોર્ટ અનુસાર અમેરિકાએ આ અમેરિકા-ઈરાન ઈસ્લામાબાદ સમજૂતિ કરારને સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવ્યો છે. અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા 14 મુદ્દાવાળી સમજૂતિની પુરી ટેક્સ્ટ સામે આવી છે. અમેરિકાએ બુધવારે જ આ સમજૂતિને સાર્વજનિક કરી હતી.
હોર્મુઝ તુરંત જ ખોલી નંખાશે
એક વરિષ્ઠ અધિકારીના કહેવા પ્રમાણે આ ઐતિહાસિક કરાર(US Iran MoU Signs) અનુસાર વૈશ્વિક વેપાર માટે અતિમહત્ત્વનું મનાતું હોર્મુઝ ખાડીને ફરીથી ખોલવામાં આવશે. તેની સાથે જ અમેરિકા ઈરાન પર લગાવેલ પ્રતિબંધમાં રાહત આપવા સહમત થયું છે. જ્યારે બદલામાં આગળ થનારી વાતચીતમાં ઈરાનના પરમાણુ કાર્યક્રમમાં સામેલ કરવામાં આવશે. રીપોર્ટમાં એમ પણ કહેવાયું ચે કે આ સમજૂતિમાં લેબનોનને કોઈને કોઈ રીતે જોડવામાં આવ્યું છે.
ઈરાન પરમાણુ કાર્યક્રમ પડતો મુકશે
એક અધિકારીના કહેવા પ્રમાણે સીએનએન એ રીપોર્ટમાં જણાવ્યું છે કે આ(US Iran MoU Signs) સમજૂતિના મુળમાં જોઈએ તો જે પછી તુરંત જ હોર્મુઝ ખાડીને ખોલવાની અનુમતિ મળી જાય છે. ઈરાનને તેના પરમાણુ કાર્યક્રમને સમાપ્ત કરવા માટે પ્રતિબદ્ધ કરવામાં આવે છે. તેના બદલામાં એક એવી વ્યવસ્થા બનશે કે જેમાં ઈરાનના વ્યવહાર અનુસાર અમેરિકા આર્થિક અને પ્રતિબંધોમાં રાહત વધારી અથવા ઘટાડી શકે છે. જેનાથી તે વધુ સમૃદ્ધ દેશ બની શકે.
ઈરાનનું વિદેશ મંત્રાલય
પ્રેસ ટીવી અનુસાર ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવકતા ઈસ્માઈલ બાધાઈને પુષ્ટી આપી છે કે આ સમજૂતિના મુદ્દાઓને અંતિમ રૂપમાં તૈયાર કરીને બન્ને પક્ષો દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે ઓમાન અને અન્ય દેશોની સાથે લાંબા સમયથી વિચાર વિમર્શ ચાલી રહ્યો હતો અને હોર્મુઝ ખાડીને પ્રતિબંધને લઈને વધારાની વ્યવસ્થા પહેલેથી જ નક્કી કરી દેવામાં આવી હતી. બાધાઈએ કહ્યું હતું કે સુરક્ષિત સમુદ્રી અવરજવર સુનિશ્ચિત કરાશે, પણ સાથે ઈરાનની સંપ્રભુતા અને અધિકાર હોર્મુઝ ખાડી પર બની રહેશે.
અમેરિકા ઈરાન સમજૂતિના 14 મુદ્દા
(1) સૈન્ય કાર્યવાહી અને તમામ લડાઈને તુરંત અને સ્થાયી રૂપથી સમાપ્ત કરવી
(2) લેબનોન સહિત ક્ષેત્રમાં સંઘર્ષને રોકવો
(3) 60 દિવસની અંદર અંતિમ સમજૂતિ માટે વાતચીત પુરી કરવી
(4) બન્ને પક્ષોની સહમતિથી ચર્ચા કરવાની સમયમર્યાદા વધારવાની મંજૂરી
(5) હોર્મુઝ સ્ટ્રેટ તુરંત જ ખોલવામાં આવે
(6) ઈરાન દ્વારા કોમર્શિયલ જહાજોને સુરક્ષિત માર્ગ આપવો
(7) શરૂઆતના 60 દિવસ સુધી હોર્મુઝથી જહાજોને કોઈપણ શુલ્ક વગર અવરજવર
(8) અમેરિકા દ્વારા નૌસૈનિક નાકાબંધી હટાવવી શરૂ કરવી
(9) પ્રતિબંધોને તબક્કાવાર રીતે દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરવી
(10) ઈરાનની જપ્ત કરેલી સંપત્તિને ધીરે ધીરે છોડવી
(11) ઈરાની તેલ નિકાસ માટે અમેરિકાના ટ્રેઝરી મંજૂરી આપવી
(12) ઈરાન માટે અમેરિકા સમર્થિત 300 અબજ ડૉલરનું આર્થિક અને પુનર્નિમાણ કાર્યક્રમ
(13) ઈરાનને પરમાણું હથિયાર ન બનાવવા માટે વાયદો
(14) IAEA ની નજર હેઠળ ઈરાનમાં યુરેનિયમ ભંડાર પર ભવિષ્યની વાતચીત

પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાજ શરીફે દાવો કર્યો હતો કે(US Iran MoU Signs) અમેરિકા અને ઈરાન વચ્ચે ઈસ્લામાબાદ મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગ નામની એક ઐતિહાસિક સમજૂતિ થઈ છે. જેમાં બન્ને દેશોના રાષ્ટ્રપતિઓએ ઈલેક્ટ્રોનિક રૂપથી સહી કરી દીધી છે અને તેમણે ખુદ તેમાં મધ્યસ્થીના રૂપમાં મંજૂરી આપી છે. તેમના કહેવા પ્રમાણે આ સમજૂતિ તુરંત જ લાગુ કરવામાં આવી છે. જે અનુસાર હોર્મુઝ ખાડીને તુરંત જ ખોલી નાંખશે અને અમેરિકા પોતાની નૈસેનાની નાકાબંધી હટાવી દેશે. તેમણે આ ડીલને ક્ષેત્રમાં શાંતિ અને કુટનીતિ સમાધાનની દિશામાં મોટુ પગલું ગણાવ્યું હતું. સાથે તેમાં સામેલ દેશો અને નેતાઓની ભૂમિકા સરાહનીય રહી છે.


