નવી દિલ્હી– India-New Zealand FTA ભારત-ન્યૂઝીલેન્ડ મુક્ત વેપાર સમજૂતી(Free Trade Agreement) 20 ઓક્ટોબરથી લાગુ થઈ છે. આ બાબતે વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પિયુષ ગોયલે કહ્યું હતું કે આજનો દિવસનો ખૂબ જ શુભ છે. નવરાત્રીના નવમાં દિવસે અને ભારતમાં આ નવ દિવસ ખૂબ ખાસ હોય છે. સંયોગવશ ન્યૂઝીલેન્ડની સાથે ફ્રી ટ્રેડ ડીલ લાગુ થવા માટે આનાથી શ્રેષ્ઠ દિવસ બીજો કોઈ હોઈ ન શકે.
ખૂબ સારો સંકેત છેઃ પિયુષ ગોયલ
પિયુષ ગોયલે વધુમાં કહ્યું હતું કે અમે કાલે દશેરાના શુભ પ્રંસગ્ર પર તેની શરૂઆત કરીશું અને મને લાગે છે કે બન્ને પક્ષો દ્વારા બનાવાયેલી મહત્વાકાક્ષી યોજનાઓના ભવિષ્ય માટે આ એક ખૂબ સારો સંકેત છે.
લોકોના જીવનમાં બદલાવ
India-New Zealand FTA સમારોહમાં કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલે કહ્યું હતું કે આ સમજૂતીની સફળતા એ વાત પર માપી શકાશે કે તે કેટલા અવસર ઉભા કરી શકે છે અને તેનાથી ભારત અને ન્યૂઝીલેન્ડના લોકોના જીવનમાં કેટલો બદલાવ આવે છે?

File Pic
100 ટકા ટેક્સ ફ્રી નિકાસ
તેમણે વધુમાં કહ્યું હતું કે ભારત માટે ન્યૂઝીલેન્ડના બજારમાં 100 ટકા ટેક્સ ફ્રી આપણી નિકાસ થશે. જેમાં ખાસ કરીને એમએસએમઈ, કારીગરો, ખેડૂતો અને મહિલા બિઝનેસ કરતાં લોકો માટે નવી તકો લઈને આવશે. આપણા એગ્રીકલ્ચર અને પ્રોસેસિંગ સેકટર ફળ શાકભાજી, કોફી, મસાલા, અનાજ અને રીફાઈન ફૂડની નિકાસમાં વધારો થશે. જેની ન્યૂઝીલેન્ડમાં જરૂરિયાત અનુસાર ઉપલબ્ધતા નથી.
20 અબજ ડૉલરનું રોકાણ આવશે
India-New Zealand FTA ગોયલે જણાવ્યું હતું કે આ ડીલ દરમિયાન ભારતમાં 20 અબજ ડૉલરનું રોકાણ આવશે. જેમાં ઈન્ફ્રાસ્ટ્રકચર, માળખાગત ઉદ્યોગો અને ખેતીવાડી તેમજ નવા ક્ષેત્રોમાં નવી તકો ઉભી થશે. જેમાં મોટી સંખ્યામાં નોકરીઓનું સર્જન થશે. અને આપણા ખેડૂતોની આવકમાં વૃદ્ધિ થશે. એક સફળ ફ્રી ટ્રેડ ડીલ સંતુલિત, પારસ્પરિક અને બન્ને ભાગીદાર દેશો માટે સમાનરૂપે લાભકારી થશે.
ન્યૂઝીલેન્ડમાં જોબ માટે નવો રસ્તો
પિયુષ ગોયલે વધુમાં કહ્યું હતું કે આ ફ્રી ટ્રેડ ડીલમાં કેટલીક એવી ચીજો કરવામાં આવી છે, જે પહેલા કદી જોવાઈ નથી. જેમાં ન્યૂઝીલેન્ડ દ્વારા પારંપરિક ચિકિત્સા સેવાઓ સુધી પહોંચવું. ભારતની આયુષ સીસ્ટમ અને આપણી પારંપરિક ચિકિત્સા પદ્ધતિઓ ગ્લોબલ સ્તર પર ઓળખ આપવી, વિદ્યાર્થીઓને અભ્યાસ મમાટે એક વિશેષ રસ્તો તૈયાર કરવો અને આપણા વિદ્યાર્થીઓને ન્યૂઝીલેન્ડમાં ચાર વર્ષ સુધી કામ કરવાની તક પુરી પાડવી, તે બાબત સામેલ કરવામાં આવ્યું છે. જેનાથી તેમને વ્યવહારિક રીતે અનુભવ મળશે અને તેઓ ન્યૂઝીલેન્ડની વધતી જતી અર્થવ્યવસ્થામાં તે ક્ષેત્રોમાં યોગદાન આપી શકશે, જ્યાં તેઓને લોકોની જરૂરિયાત છે.
અનેક નવી તકો ઉભી થશે
India-New Zealand FTA ગોયલે આગળ કહ્યું હતું કે પહેલા અમે બન્ને મહાન દેશોની વચ્ચે એક મજબૂત, ઊંડી અને વધુ મહત્વાકાંક્ષી આર્થિક ભાગીદારીનું વીઝન એકબીજા સાથે શેર કર્યું હતું. આજે આ વીઝન અનેક તકોમાં ફેરવાઈ ગયું છે. આ આપણા શ્રમિકો, ખેડૂતો અને વ્યવસાયકારો માટે નવા રસ્તા ખોલવાનો છે.
બન્ને દેશોના સંબધોમાં ખૂબ તાકાત
આપણી પાસે નવા વિચારો, ઉત્પાદનો અને સેવાઓ છે અને વેપારને નવી ઊંચાઈ પર લઈ જવા માટે પુરા ઉત્સાહ સાથે આગળ વધવા તૈયાર છીએ. ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ લાગુ થતાની સાથે અમે ન્યૂઝીલેન્ડ અને ભારતની ભાગીદારીની સફરના એક ખૂબ મહત્ત્વપૂર્ણ પડાવ પર પહોંચી ગયા છીએ. મારુ માનવું છે કે ન્યૂઝીલેન્ડ અને ભારતની વચ્ચે આ સંભવિત સંબધોમાં ખૂબ તાકાત છે જે આજે આપણી સામે આવી છે અને કાલે તેની શરૂઆત થઈ રહી છે.

