નવી દિલ્હી- EPFO on WhatsApp ઈપીએફઓના 74માં સ્થાપના દિવસે તેમણે પીએફ ખાતાધારકો માટે ડિજિટલી બે નવી સેવાઓ શરૂ કરવાની જાહેરાત કરી છે.
EPFOનો 74મો સ્થાપના દિવસ
આજે રવિવારે 01 નવેમ્બર, 2026ના દિવસે EPFO નો 74મો સ્થાપના દિવસ છે. આ શુભ દિવસે કેન્દ્રીય પ્રધાન ડૉ. મનસુખ માંડવિયાએ કરોડો નોકરી કરતાં લોકો માટે બે મોટી ડિજિટલ સુવિધા લોન્ચ કરી છે. પહેલી સુવિધા એ છે કે હવે ઈપીએફઓની દરેક સેવા હવે WhatsApp પર મળશે અને બીજી સુવિધા એ છે કે 1000 રૂપિયા સુધીના બંધ પડેલા પીએફ ખાતાનું ઓટો સેટલમેન્ટ થશે.
કચેરીએ જવાની ઝંઝટમાંથી મુક્તિ
EPFO on WhatsApp હવે કોઈપણ કામ માટે EPFO ની ઓફિસમાં જવાની ઝંઝટમાંથી મુક્તિ મળી છે. UMANG એપ દ્વારા ઈપીએફઓના તમામ કામ સરળતાથી થઈ જશે. હવે નવી સેવા શરૂ થઈ છે કે આપ સીધા વ્હોટ્સઅપ પર Hi… લખીને પીએફ ખાતામાં રહેલા બેલેન્સ ચેક કરી શકો છે. આપ વ્હોટ્સઅપથી આપના પીએફ ખાતાની પાસબૂકને ડાઉનલોડ કરી શકો છો. જો આપે આ સેવા ચેક કરવી હોય તો આપનું UAN એક્ટિવેટ છે કે નહી તે પહેલા જોઈ લેવું જોઈએ. તેમજ અહીંયા આપે e-KYC સ્ટેટ્સ પણ જોઈ શકશો. યૂઝર્સ પોતાના ક્લેઈમનું સ્ટેટ્સ પણ જાણી શકશે. પણ તેના માટે જરૂરી છે કે આપનો નંબર UAN સાથે લિંક છે. ખૂબ ઝડપથી ઈપીએફઓ તેનો સત્તાવાર વ્હોટ્સઅપ નંબર જાહેર કરશે.
જૂના નિષ્ક્રિય ખાતા
કેટલાય લોકોના જૂના ખાતામાં 500-1000 રૂપિયા પડેલા હશે, જેના માટે તેઓએ કોઈ ક્લેઈમ કર્યો નથી. હવે ઈપીએફઓ એવા તમામ પાત્રતા ધરાવતાં નિષ્ક્રિય ખાતાઓને જાતે ઓટો સેટલમેન્ટ કરી દેસે. પૈસા સીધા આપના લિંક્ડ બેંક ખાતામાં અથવા હાલના એક્ટિવ પીએફ ખાતામાં આવી જશે, આપને કશુંય કરવાની જરૂર નહી પડે.
ડિજિટલી સેવાથી સરળતા
EPFO on WhatsApp આ નવી સુવિધાઓ શરૂ થવાની સાથે હવે પીએફ સાથે સંકળાયેલા તમામ કામો માટે આપે ઈપીએફઓની કચેરીએ જવાની જરૂર નહી પડે. હવે આપ વ્હોટ્સઅપ દ્વારા ઈપીએફઓની તમામ સેવાઓનો લાભ લઈ શકશો અને ઘેર બેઠા જ તમે તમામ કામ પતાવી શકશો. તે ઉપરાંત જે પીએફના ખાતામાં નાની નાની રકમ પડી છે, અને તે કેટલાય વર્ષોથી નિષ્ક્રિય છે, જેનું ઓટો સેટલમેન્ટ થતાં પીએફ ખાતા ધારકો માટે ખૂબ જ સારી સેવા અને સરળતા થઈ જશે.
આ પણ વાંચો…
Gold Silver Market: સોનામાં હાઈ ભાવથી 40,000 અને ચાંદીમાં 2,38,000નો મોટો કડાકો, હવે શું ખરીદી કરાય?

