અમદાવાદ- Stock Market India શેરબજારમાં ચાર દિવસના ગાબડા પછી સુધારો આવ્યો હતો. શેરોમાં નીચા મથાળે વેલ્યૂ બાઈંગ આવતાં સુધારો આવ્યો હતો. બીએસઈ સેન્સેક્સ 482 પોઈન્ટ વધી 73,606 બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી ઈન્ડેક્સ 153 પોઈન્ટ વધી 22,753 બંધ રહ્યો હતો. તેમજ બેંક નિફ્ટી 79 પોઈન્ટ સુધરી 54,366 બંધ થયો હતો. સોમવારે માર્કેટ કેપિટલાઈઝેશનમાં રૂપિયા 3 લાખ કરોડથી વધુનો વધારો થયો હતો. એટલે કે રોકાણકારોની મૂડીમાં 3 લાખ કરોડથી વધુનો વધારો થયો હતો.
સેન્સેક્સમાં 482 પોઈન્ટનો ઉછાળો
મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 72,990ના નીચા મથાળે ગેપમાં ખૂલીને શરૂમાં વધુ ઘટી 72,514 થઈ અને ત્યાં નવી લેવાલી નીકળતાં ઉછળી 73,606 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 73,606.75 બંધ થયો હતો. જે શુક્રવારના બંધની સરખામણીએ 482.92નો ઉછાળો દર્શાવે છે.
નિફ્ટીમાં 153 પોઈન્ટનો ઉછાળો
નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ સારે 22,524ની લો લેવલે ખૂલીને શરૂમાં વધુ ઘટી 22,387 થઈ અને ત્યાં વેલ્યૂ બાઈંગ આવતાં વધી 22,753 થઈ અને દિવસના હાઈ લેવલ પર જ બંધ થયો હતો. શુક્રવારના બંધની સામે નિફ્ટીમાં 153.20નો ઉછાળો નોંધાયો હતો.
ઈન્ટ્રા-ડે લૉથી 1092 પોઈન્ટનો ઉછાળો
Stock Market India સપ્તાહના પ્રથમ દિવસે શેરોની જાતે-જાતમાં નીચા મથાળે વેલ્યૂ બાઈંગ નીકળતાં અને ટેકનિકલી 22,500 સપોર્ટ લેવલની નીચે જ ફરીથી નવી લેવાલી આવી હતી, અને નિફ્ટી 22,500 ઉપર નીકળતાં ઝડપી ઉછાળો નોંધાયો હતો. સેન્સેક્સમાં ઈન્ટ્રા-ડે લોથી 1092 પોઈન્ટનો ઉછાળો નોંધાયો હતો.
ક્રૂડના ભાવ ઘટ્યા
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કીમતો ઘટી હતી. બ્રેન્ટ ક્રૂડ 1.24 ડૉલર ઘટી 115.43 ડૉલર પર ટ્રેડ કરતો હતો અને ક્રૂડ ઓઈલ 1.65 ડૉલર ઘટી 101.95 ડૉલર પર ટ્રેડ કરતો હતો. તેમજ યુએસ ડાઉ જોન્સ ફ્યુચર 200 પોઈન્ટ પ્લસ હતું. જેને કારણે શેરબજારનું સેન્ટિમેન્ટ મજબૂત થયું છે.
એડવાન્સ ડેક્લાઈન રેશિયો પોઝિટિવ
Stock Market India રોકડાના શેરોમાં નીચા મથાળે ઈન્વેસ્ટમેન્ટરૂપી નવી લેવાલી આવી હતી. મીડકેપ ઈન્ડેક્સમાં 664 પોઈન્ટ અને નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 245 પોઈન્ટનો ઉછાળો આવ્યો હતો. એડવાન્સ ડેક્લાઈન રેશિયો પોઝિટિવ થયો હતો. 2062 શેરોના ભાવ વધ્યા હતા અને 1525 શેરના ભાવ ઘટ્યા હતા.
ટોપ ગેઈનર્સ
સૌથી વધુ ઊંચકાયેલા શેરોમાં ડૉ. રેડ્ડી લેબ(6.62 ટકા), જેએસડબલ્યુ સ્ટીલ(6.28 ટકા), બીએસઈ(3.97 ટકા), અદાણી પોર્ટ્સ(2.92 ટકા) અને ઈટરનલ(2.57 ટકા).
કાલે શેરબજાર કેવું રહેશે?
મંગળવારે નિફ્ટીની વીક્લી એક્સપાયરી છે. જે અગાઉના દિવસે વેલ્યૂ બાઈંગ આવ્યું હતું. તેની સાથે મંદીવાળા ખેલાડીઓએ શોર્ટ કવરિંગ કર્યું હતું. હજી કાલે ઉભી પોઝીશન સ્કેવરઓફ થવા માટે આવશે. જેથી મંગળવારે પણ બે તરફી વધઘટ આવશે.
Disclaimer: શેરબજારનું રોકાણ જોખમોને આધીન હોય છે. રોકાણ કરતાં પહેલા નિષ્ણાતની સલાહ લેવી. અત્રે માર્કેટનું એનાલિસીસ કરવાનો પ્રયત્ન કરેલો છે. અમે રોકાણની સલાહ આપતાં નથી.

