Stock Market India: શેરબજારમાં બે તરફી વધઘટ વચ્ચે નરમાઈ, જિઓના નવા શેરનું લિસ્ટીંગ કેવું થશે?

by Gujarati biz news
Stock Market India

Stock Market Indiaઅમદાવાદ- Stock Market India શેરબજારમાં બે તરફી વધઘટ વચ્ચે નરમાઈ રહી હતી. નિફ્ટીની વીકલી એક્સપાયરીના દિવસે બે તરફી મોટી વધઘટ નોંધાઈ હતી. બીએસઈ સેન્સેક્સ 8 પોઈન્ટ ઘટી 73,598 બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી 3 પોઈન્ટ ઘટી 22,749 બંધ રહ્યો હતો. બેંક નિફ્ટી 391 પોઈન્ટ ઘટી 53,974 બંધ હતો. મીડકેપ અને સ્મોલકેપ શેરોમાં ઈન્વેસ્ટમેન્ટરૂપી નવું બાઈંગ આવ્યું હતું. શેરબજારમાં બે તરફી વધઘટ પાછળ કયા કારણો? આગામી દિવસોમાં શેરબજારનો ટ્રેન્ડ કેવો રહેશે? ટેકનિકલી માર્કેટ શું સંકેત આપી રહ્યું છે? જિઓના નવા શેરનું લિસ્ટીંગ કેવું થશે? જિઓના લિસ્ટીંગમાં રોકાણકારોને કેટલો નફો મળશે? રોકાણકારોની નજર જિઓના લિસ્ટીંગ પર?

જૂઓ વીડિયો….

સેન્સેક્સ 8 પોઈન્ટ નરમ રહ્યો

મુંબઈ શેરબજારનો સેન્સેક્સ સવારે 73,484ના નીચા મથાળે ગેપમાં ખૂલીને શરૂમાં વધી 73,762 થઈ અને ત્યાં નફારૂપી વેચવાલી ફરી વળતાં ઝડપી ઘટી 73,179 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 73,598.67 બંધ થયો હતો. જે 8.08નો ઘટાડો દર્શાવે છે.

નિફ્ટી ઈન્ડેક્સ 3 પોઈન્ટ ઘટ્યો

નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 22,708ના નીચા મથાળે ખૂલીને શરૂમાં વધી 22,829 થઈ અને ત્યાંથી ઘટી 22,636 થઈ અને ટ્રેડિંગ સેશનના અંતે ફરીથી પાછો સુધરીને 22,749.75 બંધ થયો હતો. જે સોમવારના બંધની સરખામણીએ 3.45ની નરમાઈ દર્શાવે છે.

નિફ્ટીની વીક્લી એક્સપાયરી

Stock Market India મંગળવારે નિફ્ટીની વીક્લી એક્સપાયરી હતા, જેથી મોટાભાગે ઉભી પોઝિશન સરખી કરવારૂપી કામકાજ વિશેષ હતા. પરિણામે આજે લેવાલી અને વેચવાલી આવી હતી. ડીફેન્સ, કેપિટલ માર્કેટ, ફાર્મા અને ઓટોમોબાઈલ સ્ટોકમાં નવી લેવાલીથી તેજી થઈ હતી, જ્યારે બેંક અને આઈટી શેરોમાં વેચવાલીથી નરમાઈ રહી હતી.

માર્કેટ કેપમાં 4 લાખ કરોડનો વધારો

મીડકેપ ઈન્ડેક્સમાં 564 પોઈન્ટનો ઉછાળો આવ્યો હતો. તેમજ નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સમાં 483 પોઈન્ટનો ઉછાળો આવ્યો હતો. મંગળવારે માર્કેટ કેપિટલાઈઝેશનમાં રૂપિયા 4 લાખ કરોડનો વધારો થયો હતો એટલે કે રોકાણકારોની મૂડીમાં 4 લાખ કરોડનો વધારો થયો હતો. જેથી એડવાન્સ ડેક્લાઈન રેશિયો પોઝિટિવ હતો. 2455 શેરના ભાવ વધ્યા હતા તો સામે 1103 શેરના ભાવ ઘટ્યા હતા.

સેન્ટિમેન્ટ પોઝિટિવ

Stock Market India આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ સ્થિર રહ્યા છે. તેમજ નીચા મથાળે વેલ્યૂ બાઈંગ આવ્યું હતું. ગ્લોબલ માર્કેટના અહેવાલો મિશ્ર હતા. ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો 5 પૈસા મજબૂત 95.14 થયો હતો. જેને પગલે ભારતીય શેરબજારનું સેન્ટિમેન્ટ પોઝિટિવ થયું હતું.

જિઓના નવા શેરનું લિસ્ટીંગ કેવું થશે?

જિઓ પ્લેટફોર્મના 30,187 કરોડ રૂપિયાનો જંગી આઈપીઓના શેરનું એલોટમેન્ટ આવી ગયું છે. હવે 28 ઓકટોબરને બુધવારે નવા શેરનું લિસ્ટીંગ થનાર છે. આ લિસ્ટીંગ કેવું થશે, તેની ચર્ચા ચોરેને ચૌટે છે. જિઓએ 1119 રૂપિયાના શેરની પ્રાઈઝબેન્ડથી શેર આપ્યા છે. હાલમાં ગ્રે માર્કેટમાં 258 રૂપિયા(23 ટકા) પ્રિમિયમ ચાલી રહ્યું છે. જેથી એવું અનુમાન લગાવી શકાય કે જિઓના નવા શેર 200 રૂપિયાના પ્રિમિયમ સાથે ખૂલશે. જો કે ખૂબ મોટો આઈપીઓ હોવાથી શરૂમાં રીટેઈલ ઈન્વેસ્ટરોની નફારૂપી વેચવાલી આવવાની શક્યતા છે. પણ જો 100 રૂપિયાના પ્રિમિયમ સાથે ખૂલશે તો રોકાણકારો નિરાશ થશે. જિઓના શેરમાં નફો બુક કરીને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં ખરીદી આવે તેવી પણ એક શક્યતા છે.

કાલે શેરબજાર કેવું રહેશે?

શેરબજારના ટેકનિક્લ પોઝિટિવ થયા છે. નિફ્ટીમાં 22,500 સપોર્ટ લેવલથી બજારે સપોર્ટ મેળવ્યો છે અને માર્કેટે યુ ટર્ન લીધો છે. નિફ્ટી 22,700 ઉપર બંધ છે, જે બજારની મજબૂતી દર્શાવે છે. જો આગામી દિવસોમાં 22,700 ઉપર ટ્રેડ કરશે તો 23,000 થવાનો રસ્તો ખૂલ્યો છે. જો કે બેંક નિફ્ટી હાલ ટેકનિકલી વીક છે.

Disclaimer: શેરબજારનું રોકાણ જોખમોને આધીન હોય છે. રોકાણ કરતાં પહેલા નિષ્ણાતની સલાહ લેવી. અત્રે માર્કેટનું એનાલિસીસ કરવાનો પ્રયત્ન કરેલો છે. અમે રોકાણની સલાહ આપતાં નથી.

આ પણ વાંચો….

એરોસ્પેસ અને સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રે ભારતના અગ્રણી કેન્દ્ર તરીકે ગુજરાત વધુ મજબૂત

You will also like

Leave a Comment