Gold Silver Market: સોનામાં હાઈ ભાવથી 40,000 અને ચાંદીમાં 2,38,000નો મોટો કડાકો, હવે શું ખરીદી કરાય?

by Gujarati biz news
Gold Silver Market
Gold Silver Market

Image Generated by AI

અમદાવાદ- Gold Silver Market સોના ચાંદીના ભાવમાં સતત ત્રીજા સપ્તાહે મોટો કડાકો બોલી ગયો હતો. વીતેલા સપ્તાહે ગોલ્ડમાં 123 ડૉલરનો કડાકો આવ્યો હતો અને 4000 ડૉલરનું અતિમહત્ત્વનું સપોર્ટ લેવલ તૂટયું હતું. તેમજ સિલ્વરમાં 5 ડૉલરનો કડાકો હતો અને 50 ડૉલરની સપાટી તૂટી હતી. સોના ચાંદીના ભાવ તૂટવા પાછળ કયા કારણો? આગામી સપ્તાહે સોનાચાંદીના ભાવ વધૂ તૂટશે? સોના ચાંદીમાં નીચા ભાવે નવી ખરીદી નીકળશે? સોના ચાંદી બજારમાં રીબાઉન્ડ(યુટર્ન) થશે? સોના ચાદીમાં રોકાણકારોએ હાલના ભાવ શું કરવું જોઈએ? શું હાલના ઘટેલા ભાવે ખરીદી કરવા જેવી લાગતી નથી? સેન્ટ્રલ બેંકોની ડિમાન્ડ(બાઈંગ) ક્યા ગઈ? સિલ્વરમાં ઈન્ડસ્ટ્રીયલ ડિમાન્ડનું શું થયું? ટેકનિકલી ગોલ્ડ સિલ્વર માર્કેટમાં શું લાગે છે?

જૂઓ વીડિયો….

અમદાવાદ સોના ચાંદી બજાર

Gold Silver Market અમદાવાદ સોના ચાંદી બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ દસ ગ્રામે સપ્તાહ દરમિયાન રૂપિયા 3000 ઘટી રૂપિયા 1,42,500 રહ્યો હતો. તેમજ ચાંદી ચોરસાનો ભાવ એક કિલોએ સપ્તાહ દરમિયાન 16,000 રૂપિયા ઘટી 1,82,000 રહ્યો હતો.

MCXના છેલ્લા ભાવ

મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં શુક્રવારે ટ્રેડિંગ સેશન સમાપ્ત થઈ ત્યારે ગોલ્ડ રૂપિયા 1,38,419 બંધ થયો હતો અને સિલ્વર રૂપિયા 178,900 બંધ થયો હતો.

ગોલ્ડ ફ્યુચર 123 ડૉલર તૂટ્યું

આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડ ડીસેમ્બર ફ્યુચર સપ્તાહની શરૂઆતે વધી 4097 ડૉલર થઈ અને ત્યાં ભારે વેચવાલી ફરી વળતાં ઝડપી તૂટી 3879 ડૉલર થઈ અને સપ્તાહને અંતે 3884.90 ડૉલર બંધ થયો હતો. જે વીતેલા સપ્તાહના બંધની સરખામણીએ 123 ડૉલર(3.07 ટકા)નો કડાકો દર્શાવે છે.

સ્પોટ ગોલ્ડમાં 3 ટકાનું ગાબડું

Gold Silver Market સ્પોટ ગોલ્ડ સપ્તાહની શરૂઆતે વધી 4082 ડૉલર થઈ અને જોરદાર વેચવાલીથી ગગડીને 3870 ડૉલર થઈ અને સપ્તાહને અંતે 3875 ડૉલર બંધ થયો હતો. જે વીતેલા સપ્તાહની સરખામણીએ 120 ડૉલર(3.01 ટકા)નું ગાબડું દર્શાવે છે.

સિલ્વર ફ્યુચરમાં 4.80 ડૉલરનો કડાકો

સિલ્વર ડીસેમ્બર ફ્યુચર સપ્તાહની શરૂઆતે વધી 54.68 ડૉલર થઈ અને શુક્રવારે ભારે સેલીંગ પ્રેશર આવતાં ઘટી 48.90 થઈ અને સપ્તાહને અંતે 49.14 ડૉલર બંધ થયો હતો. જે વીતેલા સપ્તાહની સામે 4.80 ડૉલર(8.66 ટકા)નો ઘટાડો દર્શાવે છે.

સ્પોટ સિલ્વરમાં 8.89 ટકાનો મોટો ઘટાડો

સ્પોટ સિલ્વર સપ્તાહની શરૂઆતે વધી 54.81 ડૉલર થઈ અને જોરદાર વેચવાલીથી ઘટી 48.86 ડૉલર થઈ અને સપ્તાહને અંતે 49.14 ડૉલર બંધ થયો હતો. જે વીતેલા સપ્તાહની સરખામણીએ 4.77 ડૉલર(8.89 ટકા)નો ઘટાડો દર્શાવે છે.

ગોલ્ડ વર્ષની નીચી સપાટીએ

Gold Silver Market વીતેલા સપ્તાહે ગોલ્ડનો ભાવ ઝડપથી તૂટીને 52 વીક એટલે કે વર્ષની નવી નીચી સપાટીએ પહોંચી ગયો હતો. સપ્તાહના અંતિમ દિવસે શુક્રવારે ગોલ્ડ સિલ્વરના ભાવ તૂટયા ત્યારે નોર્મલ કરતાં ડબલ ટ્રેડિંગ વોલ્યૂમ નોંધાયું હતું. એટલે કે ભારે વોલ્યૂમ સાથે ભાવ તૂટ્યા હતા.

હાઈ ભાવમાં જંગી કડાકો

ગોલ્ડનો હાઈએસ્ટ એટલે કે ઓલ-ટાઈમ હાઈ ભાવ 183,050થી જોઈએ તો અત્યારે રૂપિયા 40,550 તૂટ્યો છે. સિલ્વર પણ તેના હાઈ પ્રાઈઝ 4,20,048 થી હાલ 2,38,048નો કડાકો દર્શાવે છે. ગોલ્ડ છેલ્લા છ મહિનામાં 16 ટકા ગબડ્યું છે અને સિલ્વરનો ભાવ છેલ્લા છ મહિનામાં 33 ટકા તૂટ્યો છે.

કડાકો બોલી જવાના કારણો

(1) યુએસ ફેડરલ રીઝર્વે ફેડ રેટ 3.75-4 ટકા યથાવત રાખ્યો હતો. તે વખતે શરૂમાં ગોલ્ડ સિલ્વરમાં સામાન્ય લેવાલીથી સુધારો આવ્યો હતો. પણ ફેડ ચેરમેન કેવિન વોર્શે સ્પષ્ટ પણે જણાવ્યું હતું કે સેન્ટ્રલ બેંક મોંઘવારીને તેના 2 ટકાના લક્ષ્ય સુધી પરત લાવવા માટે પ્રતિબ્ધ છે. જેથી એમ મનાતું હતું કે યુએસમાં વધતી જતી મોંઘવારીને કારણે હવે ફેડરલ રીઝર્વ ડીસેમ્બરમાં ફેડ રેટમાં 25 બેસીસ પોઈન્ટનો વધારો કરશે. જે ધારણા પાછળ ગોલ્ડ સિલ્વરમાં નવી વેચવાલી ફરી વળી હતી અને ભાવ તૂટ્યા હતા.
(2) યુએસ બોન્ડ યીલ્ડ વધીને આવ્યું છે, જેથી ગોલ્ડ સિલ્વરમાં ઘટાડે નવી ખરીદીનું આકર્ષણ આવ્યું ન હતું. જો કે સપ્તાહના અંત ભાગમાં 10 વર્ષીય બોન્ડ યીલ્ડ ઘટીને 4.92 ટકા રહ્યું હતું, તેમ છતાં ગોલ્ડ સિલ્વરમાં ભારે વેચવાલી ફરી વળી હતી. આ એક વિરોધાભાસ જોવા મળ્યો હતો.
(3) યુએસ ડૉલર વધ્યો હતો, જેથી ગોલ્ડ સિલ્વરમાં નવી લેવાલી આવી ન હતી, પણ સપ્તાહના અંત ભાગમાં ડૉલર ઊંચા લેવલેથી ઘટ્યો હતો. તેમ છતાં ગોલ્ડ સિલ્વરના ભાવ ગબડ્યા હતા.
(4) આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ સતત વધતા રહ્યા છે. છેલ્લે બ્રેન્ટ ક્રૂડ 113 ડૉલર અને ક્રૂડ ઓઈલ 104 ડૉલર રહ્યો હતો. ક્રૂડના ભાવ સતત ઊંચા સ્તરે રહ્યા છે, જેથી હવે આગામી દિવસોમાં પેટ્રોલ, ડીઝલ, ગેસ સહિતના ઈંધણના ભાવમાં વધારો થશે, જેને પગલે યુએસ સહિત વિશ્વના દેશોમાં મોંઘવારી વધુ વધવાનો ભય છે. જેથી હવે પછી તમામ દેશોની સેન્ટ્રેલ બેંકની મોનેટરી પૉલિસી સખત હશે. પરિણામે ગોલ્ડ સિલ્વરમાં જોરદાર વેચવાલી ફરી વળી હતી.
(5) યુએસમાં કવાર્ટર થ્રીનો જીડીપી ગ્રોથ 3.4 ટકા આવ્યો છે, જે અનુમાન કરતાં પ્રોત્સાહક આવ્યો છે. તેમ છતાં ગોલ્ડ સિલ્વરમાં વેચવાલી રહી હતી. આ ફેકટર વિરોધાભાસી રહ્યું હતું.
(6) સોનું ચાંદી કીમતી ધાતુ છે, તેમ છતાં તેમાં આટલા બધા ભાવ તૂટી ગયા છતાં સેફ હેવન ડીમાન્ડ આવી ન હતી, પરિણામે ગોલ્ડ સિલ્વરના ભાવ વધુ ઝડપથી તૂટ્યા હતા.

આગામી સપ્તાહે ઈકોનોમીક ઈવેન્ટ

  • સોમવારે- મેન્યુફેકચરિંગ ડેટા જાહેર થશે
  • મંગળવારે- જોલ્ટ્સ જોબ ઓપનિંગ ડેટા
  • બુધવારે- એડીપીના પ્રાઈવેટ નોન ફાર્મ પે રોલ ડેટા અને આઈએસએમ સર્વિસીઝ પીએમઆઈ
  • ગુરુવારે- બેંક ઓફ ઈન્ગ્લેન્ડની મોનેટરી પૉલિસી અને યુએસ જોબલેસ કલેઈમ્સ આંકડા જાહેર થશે.
  • શુક્રવારે- નોન ફાર્મા પે રોલ રીપોર્ટ અને કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ ડેટા આવશે

આગામી સપ્તાહે Gold Silver Market કેવું રહેશે?

ગોલ્ડ સિલ્વર માર્કેટ સતત ત્રણ સપ્તાહથી ઘટી રહ્યું છે. હાલમાં માર્કેટ ઓવરસોલ્ડ થવા આવ્યું છે અને ભાવ વધુ પડતા તૂટી ગયા છે. ગોલ્ડ 4000 ડૉલર અને સિલ્વર 50 ડૉલરના અતિમહત્ત્વના લેવલને તોડીને નીચે ગયા છે. આથી હવે આગામી સપ્તાહે ટેકનિકલી રીબાઉન્ડ થશે. ઘટાડે નવી લેવાલીનો ટેકો પણ આવશે. જેથી હાલના ભાવે શોર્ટ કરવું ખૂબ જોખમભરેલ છે.

ટેકનિકલી સંકેત

ટેકનિક્લી ગોલ્ડમાં 4000 ડૉલર પછી હવે નીચામાં 3800 ડૉલર મહત્ત્વનું સપોર્ટ લેવલ છે. ઉપરમાં 4000 ડૉલર કૂદાવશે તો 4150 ડૉલરનો ભાવ થઈ શકે છે. તેવી જ રીતે સિલ્વરમાં 48-50 ડૉલર સપોર્ટ લેવલનું કામ કરશે અને ઉપરમાં 52 ડૉલર કૂદાવશે તો 55 ડૉલર થશે.

  • ભરત પંચાલ, એડિટર, www.gujaratibiznews.com

આ પણ વાંચો….

Stock Market India: શેરબજારમાં બીજા દિવસે તેજી, દિવાળી પહેલા નિફ્ટી કેટલો વધશે?

You will also like

Leave a Comment