Stock Market India: બે તરફી ભારે વધઘટે શેરબજારમાં ઘટાડો, સેન્સેક્સ 352 પોઈન્ટ ઘટ્યો

by Gujarati biz news
Stock Market India

Stock Market Indiaઅમદાવાદ- Stock Market India જિઓ પ્લેટફોર્મ્સ આઈપીઓના નવા શેરનું ધમાકેદાર લિસ્ટીંગ થયું હતું. જિઓના રોકાણકારોને 21-26 ટકા લિસ્ટીંગ ગેઈન મળ્યું છે. શેરબજારમાં બે તરફી ભારે વધઘટ વચ્ચે ઘટાડો નોંધાયો હતો. બીએસઈ સેન્સેક્સ 352 પોઈન્ટ ઘટી 73,246 બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી 50 પોઈન્ટ ડાઉન 22,698 બંધ રહ્યો હતો. બેંક નિફ્ટી 292 પોઈન્ટ વધી 54,267 બંધ હતો. શેરબજારમાં લૉ લેવલથી રીકવરી કેમ આવી? બે તરફી ભારે વધઘટનું કારણ શું? આગામી દિવસોમાં શેરબજારમાં તેજી આગળ વધશે કે કેમ? ટેકનિકલી માર્કેટ કેવું લાગે છે? હવે જિઓના નવા શેરની ચાલ કેવી રહેશે?

જૂઓ વાીડિયો….

સેન્સેક્સ 352 પોઈન્ટ ડાઉન

મુંબઈ શેરબજારનો સેન્સેક્સ સવારે 73,253ના નીચા મથાળે ખૂલીને શરૂમાં વધુ ઘટી 72,603 થઈ અને ત્યાં નવી લેવાલી નીકળતાં ઝડપથી રીબાઉન્ડ થઈ 73,525 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 73,246.03 બંધ થયો હતો. જે ગઈકાલના બંધની સરખામણીએ 352.64નો ઘટાડો દર્શાવે છે.

નિફ્ટી 50 પોઈન્ટ ઘટ્યો

નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ સવારે 22,678ના નીચા ગેપમાં ખૂલીને શરૂમાં વધુ ઘટી 22,497 થઈ અને ત્યાં નવી ખરીદી આવતાં વધી 22,778 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 22,698.85 બંધ થયો હતો. જે ગઈકાલના બંધની સામે 50.90નો ઘટાડો દર્શાવે છે.

બે તરફી ભારે વધઘટ

Stock Market India જિઓ પ્લેટફોર્મ્સના આઈપીઓના લિસ્ટીંગ પર સમગ્ર શેરબજારનું ફોક્સ હતું. તેમ છતાં આજે બે તરફી ભારે વધઘટ રહી હતી. ઘટાડે નવી લેવાલી આવી હતી અને ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ આવ્યું હતું. કન્ઝ્યુમર ડ્યુરેબલ, મીડિયા, ઓટો અને ફાર્મા સેકટરના શેરોમાં નવી લેવાલીથી મજબૂતી રહી હતી. જ્યારે આઈટી, ઓઈલ એન્ડ ગેસ, રીયલ્ટી, એનર્જિ અને એફએમસીજી સેકટરના શેરોમાં વેચવાલીથી નરમાઈ રહી હતી.

મીડકેપ અને સ્મોલકેપ શેરોમાં ભારે લેવાલી

મીડકેપ ઈન્ડેક્સ 244 પોઈન્ટ વધ્યો હતો અને નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 166 પોઈન્ટ પ્લસ હતો. પરિણામે એડવાન્સ ડેક્લાઈન રેશિયો પોઝિટિવ હતો. 1931 શેરના ભાવ વધ્યા હતા અને 1628 શેરના ભાવ ઘટ્યા હતા.

જિઓના શેરની વધઘટ

Stock Market India જિઓ પ્લેટફોર્મ્સના આઈપીઓના નવા શેરનું લિસ્ટીંગ રૂપિયા 1119ની પ્રાઈઝબેન્ડ સામે 1358ના ભાવે ખૂલ્યો હતો, જે 21 ટકા જેટલો લિસ્ટીંગ ગેઈન દર્શાવે છે. ત્યાર બાદ સામાન્ય ઘટી 1357 થઈ અને બપોર બાદ નવી લેવાલી નીકળતાં 1423.90 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 1417.50 બંધ થયો હતો. જે 300નો લિસ્ટીંગ ગેઈન દર્શાવે છે.

શેરબજારમાં રીકવરી આવવાના કારણો

(1) ઘટાડે વેલ્યૂ બાઈંગ આવ્યું હતું. સતત ત્રીજા દિવસે ઘટાડે નવી ખરીદી નીકળી હતી, જેથી શેરબજારના ઘટાડાને બ્રેક વાગી હતી.

(2) એફઆઈઆઈની નવી ખરીદી નીકળી હતી. 27 ઓકટોબરે એફઆઈઆઈએ રૂપિયા 4,240 કરોડનું નેટ બાય કર્યું હતું.

(3) ઓટોમોબાઈલ અને બેંક સ્ટોકમાં ભારે લેવાલીથી શેરબજારનું સેન્ટિમેન્ટ પોઝિટિવ થયું હતું.

(4) ટેકનિકલી માર્કેટ મજબૂત થયું છે. છેલ્લા ત્રણ દિવસથી નિફ્ટી 22,500ની નીચે ગયો ત્યારે ટેકારૂપી બાઈંગ આવ્યું હતું. આજે પણ સેમ પેર્ટન પર આ લેવલ પર સપોર્ટ મળ્યો હતો અને બજાર ત્યાંથી રીબાઉન્ડ થયું હતું.

(5) જિઓ પ્લેટફોર્મ્સના આઈપીઓનું શાનદાર લિસ્ટીંગ થતાં શેરબજારનું સેન્ટિમેન્ટ તેજીનું થયું હતું. જિઓને કારણે માર્કેટ કેપિટલાઈઝેશનમાં 13 લાખ કરોડનો વધારો થયો હતો.

(6) યુએસમાં ફેડરલ રીઝર્વની બેઠક શરૂ થઈ ગઈ છે. મોંઘવારીના મુદ્દે અને ફેડ રેટ બાબતે ફેડરલ રીઝર્વ શું નિર્ણય કરે છે, તેના બજારની નજર મંડાયેલી છે. પરિણામે હાલ સાવચેતીરૂપી કામકાજ વચ્ચે અફરાતફરીભરી વધઘટ રહી હતી.

સૌથી વધુ ઊંચકાયેલા શેર

એપોલો હોસ્પિટલ(4.43 ટકા), લાર્સન ટુબ્રો(3.72 ટકા), ટ્રેન્ટ(3.31 ટકા), એસબીઆઈ લાઈફ(2.06 ટકા) અને ઈન્ડિગો(2.03 ટકા).

સૌથી વધુ ગગડેલા શેર

ઈન્ફોસીસ(3.43 ટકા), રીલાયન્સ(3.19 ટકા), ઓએનજીસી(2.16 ટકા), ટેક મહિન્દ્રા(1.92 ટકા) અને ભારતી એરટેલ(1.55 ટકા).

કાલે શેરબજાર કેવું રહેશે?

Stock Market India ટેકનિકલી માર્કેટ સામાન્ય સ્ટ્રોંગ છે. નિફ્ટીમાં 22,500નું લેવલ અતિમહત્ત્વનું બની ચુક્યું છે. આગામી દિવસોમાં નિફ્ટી 22,700 ઉપર ટ્રેડ કરીને તેના પર ક્લોઝ આવશે તો નિફ્ટી ઉપરમાં 23,000 સુધી જઈ શકે છે. જ્યાં સુધી નિફ્ટી 22,500નું લેવલ ન તોડે ત્યાં સુધી શોર્ટ કરવું જોઈએ નહી. જિઓ પ્લેટફોર્મમાં આજનો લિસ્ટીંગ ભાવ 1358 સપોર્ટ લેવલ બની ગયું છે. આ લેવલ ઉપર છે, ત્યાં સુધી તેજી આગળ વધશે.

Disclaimer: શેરબજારનું રોકાણ જોખમોને આધીન હોય છે. રોકાણ કરતાં પહેલા નિષ્ણાતની સલાહ લેવી. અત્રે માર્કેટનું એનાલિસીસ કરવાનો પ્રયત્ન કરેલો છે. અમે રોકાણની સલાહ આપતાં નથી.

આ પણ વાંચો…

Jio IPO Listing: જિઓ પ્લેટફોર્મ્સ નવા શેરનું શાનદાર લિસ્ટીંગ, રોકાણકારો ખુશખુશાલ

You will also like

Leave a Comment