Budget 2026: ઓપરેશન સિંદૂર પછીના બજેટમાં ડીફેન્સ સેકટર માટે મોટી જાહેરાત થશે?

by Gujarati biz news
Budget 2026

અમદાવાદ- Budget 2026 નાણાંપ્રધાન નિર્મલા સીતારમન(Finance Minister Nirmala Sitharaman) 01 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરશે. ઓપરેશન સિંદૂર પછીનું બજેટ સુરક્ષાના મામલે વધુ ફોક્સ કરશે તેવી ધારણા છે. બજેટ 2026 રક્ષા સેકટર માટે કેવું રહેશે? શું ડીફેન્સ સેકટર(Defence Sector) માટે બજેટ એલોકેશનમાં વધારો થશે? આત્મનિર્ભર ડીફેન્સ સેકટર(Defense Sector) માટે શું જોગવાઈ હશે?

જૂઓ વીડિયો….

ઓપરેશન સિંદૂર

આપને યાદ હશે કે ભારતીય સેનાએ 7 મે, 2025ના રોજ પાકિસ્તાનની ધરતી પર આતંકવાદીઓના 9 ઠેકાણા પર એરસ્ટ્રાઈક કરી હતી. તમામ આતંકવાદીઓના અડ્ડાને ભારે નુકસાન કર્યું હતું. Operation Sindoor ની એરસ્ટ્રાઈકમાં 100થી વધુ આતંકીઓના મોત થયાના સમાચાર હતી અને અનેક આતંકીઓ ઘાયલ થયા હતા.

ઓપરેશન ચાલુ

ભારત સરકારે સ્પષ્ટ કર્યું હતું કે આતંકવાદ વિરુદ્ધની તેમની લડાઈ ચાલુ છે. ઓપરેશન સિંદૂર ચાલુ છે અને પાકિસ્તાન હવે કોઈપણ કરતૂત કરશે તો ભારતીય સેના મોટી કાર્યવાહી કરશે. એટલે કે ઓપરેશન સિંદૂરની લડાઈ ચાલુ રહેશે.

રક્ષા બજેટ ફોક્સ 

આમ ઓપરેશન સિંદૂર થયા પછીનું આ પહેલું(Budget 2026) બજેટ છે. જેથી નાણાંપ્રધાન નિર્મલા સીતારમન રક્ષા પર વધુ ફોક્સ કરશે, તેવી ધારણા છે. એટલે કે બજેટમાં ઓપરેશન સિંદૂરની અસર જોવા મળશે. આ બજેટ 2026માં ડીફેન્સ સેકટરના બજેટના એલોકેશનમાં વધારો થવાની અપેક્ષા છે. ચાલુ નાણાકીય વર્ષ 2024-25માં રક્ષા બજેટ 6.81 લાખ કરોડનું હતું. આ વર્ષે નવા બજેટ 2026માં ડીફેન્સ બજેટમાં 10-15 ટકાનો વધારો કરવામાં આવશે તેવી ઘારણા છે.

એફડીઆઈની મર્યાદામાં વધારો

બજેટ 2026માં(Budget 2026) ડીફેન્સ સેકટરમાં એફડીઆઈ એટલે કે સીધું વિદેશી રોકાણની મર્યાદામાં વધારો કરાશે, ડીફેન્સ સેક્ટરમાં એફડીઆઈ 49 ટકાથી વધારીને 74 ટકા કરાય તેવી આશા છે. તેમજ વિદેેશી રોકાણ માટેની કેટલીક શરતોમાં રાહત અપાય કે સરળ કરાય તેવી અપેક્ષા છે.

બજેટના ફંડનો ઉપયોગ 

બીજી તરફ સરકાર ડીફેન્સ બજેટમાં(Budget 2026) વધારો કરે તો તે ફંડનો ઉપયોગ સેનાની જરૂરિયાતો, જરૂરી ખરીદી, રીસર્ચ ડેવલપમેન્ટ, દારૂગોળા, એર ડીફેન્સ સીસ્ટમ ખરીદવા તેમજ નેવી અને એરફોર્સને વધુ આધુનિક બનાવવા માટે વપરાશે.

ડીફેન્સ સ્ટોકમાં જબરદસ્ત તેજી

ઓપરેશન સિંદૂર પછી ડીફેન્સ સેકટર લાઈમલાઈટમાં આવ્યું છે. ખાસ કરીને સ્ટોક માર્કેટમાં(Stock Market India) ડીફેન્સ સેકટરના(Defense Sector) શેરોમાં ભારે લેવાલીથી તેજી થઈ છે. મોટાભાગના ડીફેન્સ સેકટરના શેરોમાં 20 ટકાથી માંડીને 60 ટકા સુધીની તેજી થઈ છે. હજી પણ ડીફેન્સ સેકટરના શેરોમાં દરકે નીચા મથાળે નવી લેવાલી આવે છે, અને હાલમાં મલ્ટીબેગર્સ સ્ટોક બની ગયા છે.

You will also like

Leave a Comment