અમદાવાદ- શેરબજારમાં તેજીની આગેકૂચ રહી હતી. નિફ્ટી વીક્લી એક્સપાયરીના દિવસે તેજી થઈ હતી. બીએસઈ સેન્સેકસ 427 પોઈન્ટ વધી 82,532 બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી 96 પોઈન્ટ વધી 25,387 બંધ રહ્યો હતો. બેંક નિફ્ટી 697 પોઈન્ટ ઉછળી 62,273 ઓલ ટાઈમ હાઈ બંધ થયો હતો. નવા ઊંચા ભાવમાં પણ નવી ખરીદી ચાલુ રહી હતી. શેરબજારમાં તેજી પાછળના 5 સોલીડ કયા કારણો? કાલે શેરબજાર કેવું રહશે? શું કાલે પ્રોફિટ બુકિંગ આવશે? ટેકનિકલી માર્કેટ શું કહી રહ્યું છે?
જૂઓ વીડિયો….
સેન્સેક્સ 427 પોઈન્ટ વધ્યો
મુંબઈ શેરબજારનો સેન્સેક્સ સવારે 82,150ના મજબૂત મથાળે ખૂલીને શરૂમાં સામાન્ય ઘટી 82,091 થઈ અને ત્યાં નવી લેવાલી નીકળતાં ઉછળી 82,897 થઈ અને ટ્રેડિગ સેશનને અંતે 82,532.19 બંધ થયો હતો. જે ગઈકાલના બંધની સરખામણીએ 427.40નો ઉછાળો દર્શાવે છે.
નિફ્ટી 96 પોઈન્ટ વધ્યો
નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ સવારે 25,277ના ઊંચા મથાળે ખૂલીને શરૂમાં સાધારણ ઘટી 25,267 થઈ અને ત્યાં જોરદાર લેવાલી આવતાં ઉછળી 25,501 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 25,387.40 બંધ થયો હતો. જે ગઈકાલના બંધ ઈન્ડેક્સની સરખામણીએ 96.30નો ઉછાળો દર્શાવે છે.
બેંક નિફ્ટી ઑલ ટાઈમ હાઈ
બેંક નિફ્ટીમાં 52 વીક હાઈ 61,764 હતો. આજે મંગળવારે બેંક નિફ્ટી ઝડપી ઉછળી 62,442 ઑલ ટાઈમ હાઈની નવી સપાટી બનાવી હતી અને 62,273 ઑલ ટાઈમ હાઈ લેવલ પર જ બંધ રહ્યો હતો.
માર્કેટ કેપમાં 1 લાખ કરોડનો વધારો
શેરબજાર સવારે મજબૂત મથાળે ખૂલ્યું હતું. આજે વીક્લી એક્સપાયરી હોવાથી સવારે પ્રોફિટ બુકિંગ આવ્યું હતું અને શેરોના ભાવ સાધારણ ઘટ્યા હતા. જો કે નીચા મથાળે નવી લેવાલી નીકળતાં શેરોના ભાવ અને ઈન્ડેક્સ ઝડપથી વધ્યા હતા. રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની આગેવાની હેઠળ બેંક, પેઈન્ટ, ફાર્મા, મેટલ, મીડિયા, રીયલ્ટી અને ઈન્ફ્રા સેકટરના શેરોમાં નવી લેવાલીથી તેજી થઈ હતી. જ્યારે આઈટી, એફએમસીજી અને એનર્જિ સેકટરના સ્ટોકમાં નફારૂપી વેચવાલીથી નરમાઈ હતી. આજે માર્કેટ કેપમાં 1 લાખ કરોડનો વધારો નોંધાયો હતો.
તેજીના કારણો
આંતરરાષ્ટ્રીય બજારમા ક્રૂડના ભાવ સતત ઘટ્યા છે. બ્રેન્ટ ક્રૂડ 92.57 ડૉલર અને ક્રૂડ ઓઈલ 85.76 ડૉલર પર ટ્રેડ કરતો હતો. જેની શેરબજારના સેન્ટિમેન્ટ પર તેજીની અસર થઈ હતી. તેમજ એફઆઈઆઈની આક્રમક લેવાલી ચાલુ રહી છે. 16 નવેમ્બરે એફઆઈઆઈએ રૂપિયા 4,864 કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી, જ્યારે નવેમ્બર મહિનામાં કુલ રૂપિયા 84,167 કરોડનું જંગી બાઈંગ કર્યું હતું. તદઉપરાંત ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો વધુ 43 પૈસા વધી 93.50 પર ટ્રેડ કરતો હતો.
વૈશ્વિક સ્ટોક માર્કેટ તૂટ્યા
જો કે વૈશ્વિક સ્ટોક માર્કેટમાં સતત બીજા દિવસે ગાબડા હતા. યુએસના સ્ટોક માર્કેટ તૂટ્યા હતા. એશિયાઈ સ્ટોક માર્કેટ અને યુરોપિયન સ્ટોક માર્કેટ પણ ગબડ્યા હતા. તેની ભારતીય શેરબજાર પર કોઈ જ પ્રકારની નેગેટિવ અસર પડી ન હતી.
કાલે શેરબજાર કેવું રહેશે?
શેરબજારમાં કાલે બુધવારે ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ આવે તેવી શક્યતા છે. ટેકનિકલી નિફ્ટીમાં 25,100નું સપોર્ટ લેવલ રહેશે અને ઉપરમાં 25,550 રેઝિસ્ટન્સ લેવલ રહેશે. જો નિફ્ટી 25,550 કૂદાવશે તો ઊંચામાં 25,800 સુધી જઈ શકે છે. તે પ્રમાણે બેંક નિફ્ટીમાં 61,500નું સપોર્ટ લેવલ રહેશે. જો કે એફઆઈઆઈની ધૂમ લેવાલી ચાલુ હોવાથી નફારૂપી વેચવાલી પણ ખવાઈ જશે, અને ઑવરઑલ શેરબજારમાં તેજી આગળ વધશે.
Disclaimer: શેરબજારનું રોકાણ જોખમોને આધીન હોય છે. રોકાણ કરતાં પહેલા નિષ્ણાતની સલાહ લેવી. અત્રે માર્કેટનું એનાલિસીસ કરવાનો પ્રયત્ન કરેલો છે. અમે રોકાણની સલાહ આપતાં નથી.
આ પણ વાંચો….
દિવાળી પછીના પ્રથમ સપ્તાહે નવા 3 આઈપીઓ ખૂલશે, જાણો તમામ વિગત!

