FII ની ભારતીય શેરબજારમાં નવેમ્બરમાં 1,01,000 કરોડ રૂપિયાની ઐતિહાસિક ખરીદી

by Gujarati biz news

Image Generated by AI

અમદાવાદ- ભારતીય શેરબજારમાં વિદેશી રોકાણકારોએ(FII) એ 19 નવેમ્બર, 2026ને ગુરુવારના રોજ રૂપિયા 7,411 કરોડની ચોખ્ખી ખરીદી કરી છે, જે મળીને નવેમ્બર મહિનામાં માત્ર 13 ટ્રેડિંગ સેશનમાં જ કુલ રૂપિયા 1,01,640 કરોડની જંગી ખરીદી કરી છે. આમ એફઆઈઆઈએ નવેમ્બર મહિનાની 19 તારીખ સુધીમાં જ એક લાખ એક હજાર કરોડની ઐતિહાસિક ખરીદી કરી છે.

નાણાંપ્રધાનનું નિવેદન

નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ(LTCGT) અને સિક્યોરિટી ટ્રાન્ઝક્શન ટેક્સ(STT) અંગે ફેરવિચારણા કરવા સૂચનો માંગ્યા છે. બસ ત્યારથી જ એફઆઈઆઈએ લેવાલી કાઢી છે. તેમજ સેબીએ પણ લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ અને એસટીટી કાઢી નાંખવા અને ઘટાડો કરવાનો પ્રસ્તાવ આપ્યો છે. જેથી આ ન્યૂઝ કન્ફર્મ થયા હતા અને એફઆઈઆઈએ જોરથી ખરીદી શરૂ કરી હતી.

લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ કાઢી નંખાય તો

જો લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ કાઢી નાંખવામાં આવે તો વિદેશી રોકાણકારો ભારતમાં લાંબા ગાળા માટેનું રોકાણ કરશે. તેવા એક સૂચન સાથે નાણાંપ્રધાને લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ અંગે ફેર વિચારણા કરવાની વાત એક કાર્યક્રમમાં કરી હતી. જે પછી આ ડબલ ટેક્સેશન કાઢી નાંખવાની વાતે જોર પક્ડયું છે.

બજેટ અગાઉ જાહેરાત કરાશે?

એફઆઈઆઈ ભારતીય શેરબજારમાં વધારે પડતાં ટેક્સેશનને કારણે છેલ્લા 13 મહિનાથી નેટ સેલર હતી અને ભારતીય શેરબજારના ફંડામેન્ટ્લ્સ મજબૂત હોવા છતાં શેરબજારની ચાલ હાલકડોલક હતી, અને શેરોના ભાવ -ઈન્ડેક્સ ઘટતાં જતા હતા. પણ હવે નાણાંપ્રધાનને જ્ઞાન આવ્યું છે, અને તેઓ લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ કાઢી નાંખવાની જાહેરાત બજેટ અગાઉ કરે તેવો આશાવાદ શેરબજારમાં પ્રવર્તી રહ્યો છે.

STT માં ઘટાડો કરાશે!

બીજી તરફ એવા રીપોર્ટ છે કે સિક્યોરિટી ટ્રાન્ઝક્શન ટેક્સમાં ઘટાડો કરાશે. રોકાણકાર શેર ખરીદે કે વેચાણ કરે તેના પર એસટીટી લાગે છે, તેમાં ઘટાડો કરાશે. પણ ફ્યુચર એન્ડ ઓપ્શનના ટ્રેડ પર એસટીટીમાં વધારો કરાશે. કારણ કે એફ એન્ડ ઓ પહેલેથી સેબીની નજરમાં છે. એફ એન્ડ ઓમાં 85થી 90 ટકા રોકાણકારો નુકસાન કરે છે.

સેન્સેક્સ, નિફ્ટી અને બેંક નિફ્ટીમાં મોટો ઉછાળો

નાણાંપ્રધાને લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ અને એસટીટી અંગેના સુચનો માંગ્યા પછી નવેમ્બરમાં માત્ર 13 ટ્રેડિંગ સેશનમાં એફઆઈઆઈએ જંગી ખરીદી કરીને ઈતિહાસ રચ્યો છે. જે પછી શેરબજારમાં સતત તેજીની આગેકૂચ રહી છે. સેન્સેક્સ, નિફ્ટી અને બેંક નિફ્ટીમાં મોટો ઉછાળો નોંધાયો છે.

સેન્સેક્સમાં 13 ટ્રેડિંગ સેશનમાં 8,562 પોઈન્ટનો મોટો ઉછાળો

હવે 30 ઓકટોબર, 2026ના રોજ સેન્સેક્સ 74,459 બંધ હતો. આજે 19 નવેમ્બરના રોજ સેન્સેક્સ ઝડપથી 8,562 પોઈન્ટનો જંગી ઉછાળો આવી 83,021 પર બંધ રહ્યો છે. તેવી જ રીતે 30 ઓકટોબર, 2026ના રોજ એનએસઈ નિફ્ટી ઈન્ડેક્સ 23,053 બંધ હતો. જે આજે 19 નવેમ્બરના રોજ ઝડપથી 2461 પોઈન્ટ ઉછળીને 25,514 પર બંધ રહ્યો છે.

બેંક નિફ્ટી 8,377 પોઈન્ટ ઉછળ્યો

બેંક નિફ્ટી 30 નવેમ્બર, 2026ના રોજ 54,686 બંધ હતો, જે માત્ર 13 ટ્રેડિંગ સેશનમાં આજે 19 નવેમ્બરના રોજ 63,063 બંધ રહ્યો છે, જેમાં 8,377 પોઈન્ટનો મોટો ઉછાળો આવ્યો છે. આમ એફઆઈઆઈની જંગી લેવાલીથી શેરબજારમાં તેજીનું મોમેન્ટમ સર્જાયું છે.

આ પણ વાંચો….

શેરબજારમાં જોરદાર લેવાલીથી સેન્સેક્સમાં 989 પોઈન્ટનો ઉછાળો, બેંક નિફ્ટીમાં 1024 પોઈન્ટનો કૂદકો

You will also like

Leave a Comment