શેરબજારમાં જોરદાર લેવાલીથી સેન્સેક્સમાં 989 પોઈન્ટનો ઉછાળો, બેંક નિફ્ટીમાં 1024 પોઈન્ટનો કૂદકો

સેન્સેક્સે 83,000 અને નિફ્ટીએ 25,500ની સપાટી કૂદાવી

by Gujarati biz news
Stock Market India

Stock Market Indiaઅમદાવાદ – શેરબજારમાં નવી લેવાલી નીકળતાં તેજી આવી હતી. ગઈકાલનો પ્રત્યાઘાતી ઘટાડો પચાવીને તેજીની આગેકૂચ રહી હતી. બીએસઈ સેન્સેક્સ 989 પોઈન્ટ ઉછળી 83,021 બંધ રહ્યો હતો. એનએસઈ નિફ્ટી 286 પોઈન્ટ ઉછળી 25,514 બંધ થયો હતો. બેંક નિફ્ટી 1024 પોઈન્ટ ઉછળી 63,063 ઑલ ટાઈમ હાઈ બંધ થયો હતો. શેરબજારમાં તેજી થવાના ત્રણ સોલીડ કારણો? કાલે શુક્રવાર સપ્તાહના કામકાજના છેલ્લા દિવસે શેરબજાર કેવું રહેશે? ટેકનિકલી માર્કેટમાં કેટલી તેજી થઈ શકે છે?

જૂઓ વીડિયો….

સેન્સેક્સે 83,000ની સપાટી કૂદાવી

મુંબઈ શેરબજારનો સેન્સેક્સ સવારે 82,074ના લેવલે ખૂલીને શરૂમાં નફાવાળાની વેચવાલીથી ઘટી 81,698 થઈ અને ત્યાં ભારે લેવાલી આવતાં ઉછળી 83,043 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 83,021.75 બંધ થયો હતો. જે ગઈકાલના બંધ ઈન્ડેક્સની સરખામણીએ 989.94(1.21 ટકા)નો ઉછાળો દર્શાવે છે.

નિફ્ટીમાં 286 પોઈન્ટનો ઉછાળો

નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 25,186ના મથાળે ખૂલી શરૂમાં ઘટી 25,104 થઈ અને ત્યાંથી જોરદાર લેવાલી નીકળતાં ઉછળી 25,514.30 દિવસના હાઈ લેવલ પર જ બંધ થયો હતો. જે ગઈકાલના બંધની સરખામણીએ 286.35(1.14 ટકા)નો ઉછાળો દર્શાવે છે.

માર્કેટ કેપમાં 5 લાખ કરોડનો વધારો

સવારે શેરોના ભાવ અને ઈન્ડેક્સ ગઈકાલના લેવલની આસપાસ જ ખૂલ્યા હતા. શરૂમાં નફાવાળાની વેચવાલીથી સામાન્ય નરમાઈ હતી, ત્યાર પછી લો લેવલ પર તેજીવાળા ખેલાડીઓ અને એફઆઈઆઈની નવી લેવાલી નીકળતાં શેરોના ભાવ અને ઈન્ડેક્સ ઝડપથી ઊંચકાયા હતા. સેન્સેક્સ તેના દિવસના લો લેવલથી 1188 પોઈન્ટ ઉછળ્યો હતો. નિફ્ટી 50 ઈન્ડેક્સ અને બેંક નિફ્ટી દિવસના હાઈ લેવલ પર જ બંધ થયા હતા. શેરબજારની તેજીને કારણે માર્કેટ કેપિટલાઈઝેશનમાં રૂપિયા 05 લાખ કરોડનો વધારો થયો હતો.

એફઆઈઆઈની ધૂમ ખરીદી ચાલુ

વિદેશી રોકાણકારો(એફઆઈઆઈ)એ 18 નવેમ્બરના રોજ રૂપિયા 5,866 કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી, તે મળીને નવેમ્બર મહિનામાં એફઆઈઆઈએ કુલ રૂપિયા 94,229 કરોડનું જંગી બાઈંગ કર્યું છે. બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના સપ્લાયના સરપ્લસના સમાચારને કારણે ક્રૂડના ભાવ ઘટીને સ્થિર થયા છે. બ્રેન્ટ ક્રૂડ 91.93 ડૉલર અને ક્રૂડ ઓઈલ 83.15 ડૉલર પર ટ્રેડ કરતાં હતા. તેમજ ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો 12 પૈસા વધી 93.32 હતો. આમ આ ત્રણ સોલીડ કારણોને પગલે શેરોની જાતે-જાતમાં નવી લેવાલીથી તેજી આગળ વધી હતી.

બેંક શેરોની આગેવાની હેઠળ તેજી

બેંકિગ સેકટરની આગેવાની હેઠળ ઓટોમોબાઈલ, એફએમસીજી, કન્ઝ્યુમર ડ્યૂરેબલ સેકટરના શેરોમાં નવી લેવાલીથી તેજી થઈ હતી. જ્યારે આઈટી સેકટરમાં વેચવાલીથી નરમાઈ રહી હતી. મીડકેપ અને સ્મોલકેપ શેરોમાં ઈન્વેસ્ટમેન્ટરૂપી લેવાલીથી તેજીની રોનક આવી હતી. મીડકેપ ઈન્ડેક્સ 645 પોઈન્ટ ઊંચકાયો હતો. નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 136 પોઈન્ટ પ્લસ બંધ હતો. ઓવરઓલ તેજીને કારણે એડવાન્સ ડેક્લાઈન રેશિયો પોઝિટિવ રહ્યો હતો.

સૌથી વધુ ઊંચકાયેલા શેરો

મારૂતિ(7.58 ટકા), આઈસર મોટર(4.65 ટકા), મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા(4.46 ટકા), તાતા મોટર પેસેન્જર વ્હીકલ(4.34 ટકા) અને હિન્દુસ્તાન યુનિલીવર(4.07 ટકા).

સૌથી વધુ ગગડેલા શેરો

ટીસીએસ(1.55 ટકા), ટેક મહિન્દ્રા(1.54 ટકા), ઈન્ફોસીસ(1.52 ટકા), એપોલો હોસ્પિટલ(0.94 ટકા) અને એચસીએલ ટેકનોલોજી(0.88 ટકા).

કાલે શેરબજાર કેવું રહેશે?

આજે શુક્રવારે સપ્તાહના કામકાજનો છેલ્લો દિવસ છે, શેરબજારમાં તેજીની આગેકૂચ જળવાઈ રહેશે, જો કે તેજીવાળા ખેલાડીઓની ઊંચા મથાળે નફારૂપી વેચવાલી પણ આવી શકે છે. પણ ઓવરઑલ તેજી આગળ વધશે. ટેકનિકલી માર્કેટ ખૂબ સ્ટ્રોંગ છે. નિફ્ટીમાં 25,200નું સપોર્ટ લેવલ રહેશે અને ઉપરમાં 25,550 કૂદાવશે તો નિફ્ટી 25,800 સુધી જઈ શકે છે. બેંક નિફ્ટીમાં 60,800નું સપોર્ટ લેવલ રાખી શકાય.

Disclaimer: શેરબજારનું રોકાણ જોખમોને આધીન હોય છે. રોકાણ કરતાં પહેલા નિષ્ણાતની સલાહ લેવી. અત્રે માર્કેટનું એનાલિસીસ કરવાનો પ્રયત્ન કરેલો છે. અમે રોકાણની સલાહ આપતાં નથી.

You will also like

Leave a Comment