
Image Generated by AI
અમદાવાદ- સોના ચાંદીમાં સૌથી મોટો સાપ્તાહિક કડાકો બોલી ગયો હતો. સોના ચાંદીમાં હેવી સેલીંગ પ્રેશર રહ્યું હતું. પરિણામે સપ્તાહ દરમિયાન ગોલ્ડમાં 347 ડૉલરનો કડાકો અને સિલ્વર 8 ડૉલરનું ગાબડું હતું. ગોલ્ડ સિલ્વર તૂટીને 52 વીક લોની નવી સપાટી બનાવી હતી. આગામી સપ્તાહે ગોલ્ડ સિલ્વરમાં રીકવરી આવશે? આગામી સપ્તાહે ગોલ્ડ સિલ્વરમાં તળિયાના ભાવે નવી ટેકારૂપી લેવાલી આવશે? ટેકનિકલી શું સંકેત છે કે નવી ખરીદી કરી શકાય? આગામી સપ્તાહની ઈકોનોમિક ઈવેન્ટ્સ પણ જાણીશું?
જૂઓ વીડિયો….
અમદાવાદ સોના ચાંદી બજાર
અમદાવાદ સોના ચાંદી બજારમાં 999 ટચ સોનું સપ્તાહ દરમિયાન રૂપિયા 12,000 તૂટી ભાવ 1,28,000 રહ્યો હતો. તેમજ ચાંદી ચોરસા સપ્તાહ દરમિયાન રૂપિયા 20,000નો કડાકો બોલી ભાવ રૂપિયા 1,53,000 રહ્યો હતો.
MCX ભાવ
મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં શુક્રવારે ગોલ્ડ રૂપિયા 1,21,949નો ભાવ બંધ રહ્યો હતો અને સિલ્વર રૂપિયા 148,900 બંધ થયો હતો.
ગોલ્ડ ફ્યુચર 347 ડૉલર ગબડ્યું
આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડ ડીસેમ્બર ફ્યુચર સપ્તાહની શરૂઆતે વધી 4904 ડૉલર થઈ અને ત્યાં ભારે વેચવાલીથી સતત ઘટી 3502 ડૉલર થઈ અને સપ્તાહને અંતે 3539 ડૉલર બંધ થયો હતો. જે વીતેલા સપ્તાહ દરમિયાન 347 ડૉલર(8.94 ટકા) તૂટ્યો હતો. છેલ્લા ત્રણ મહિનામાં ગોલ્ડમાં 24.39 ટકાનો કડાકો બોલી ગયો હતો.
સ્પોટ ગોલ્ડ 342 ડૉલર તૂટ્યું
સ્પોટ ગોલ્ડ સપ્તાહની શરૂઆતે વધી 3901 ડૉલર થઈ અને ત્યાં જોરદાર વેચવાલી નીકળતાં ભાવ સતત ઘટતો જઈને 3502 ડૉલર થઈ અને સપ્તાહને અંતે 3538 ડૉલર બંધ રહ્યો હતો. જે વીતેલા સપ્તાહના શનિવારના બંધભાવની સરખામણીએ 342 ડૉલર(8.96 ટકા) તૂટ્યો હતો.
સિલ્વર ફ્યુચરમાં 8 ડૉલરનું ગાબડું
સિલ્વર ડીસેમ્બર ફ્યુચર સપ્તાહની શરૂઆતે વધી 49.00 ડૉલર થઈ અને ત્યાં ઑલરાઉન્ડ વેચવાલીથી ગબડીને 40.61 ડૉલર થઈ અને સપ્તાહને અંતે 41.08 ડૉલર બંધ થયો હતો. જે સપ્તાહ દરમિયાન 8.04 ડૉલર(16.37 ટકા)નો કડાકો દર્શાવે છે.
સ્પોટ સિલ્વર 15 ટકા તૂટી
સ્પોટ સિલ્વર સપ્તાહની શરૂઆતે વધી 49.06 ડૉલર થઈ અને ત્યાં જોરદાર સેલીંગ પ્રેશરથી ગબડીને 40.77 ડૉલર થઈ અને સપ્તાહને અંતે 41.24 બંધ થયો હતો. જે સપ્તાહ દરમિયાન 7.50 ડૉલર(15.47 ટકા)નો કડાકો દર્શાવે છે.
સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો
માર્ચ 2020 પછી પહેલી ગોલ્ડના ભાવમાં સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો નોંધાયો હતો. આઠ મહિના પછી પ્રથમ વખત સ્પોટ ગોલ્ડમાં મોટો કડાકો નોંધાયો હતો. ગોલ્ડ સપ્ટેમ્બર 2025 પછી સૌથી નીચા સ્તર પર આવી ગયું હતું. જો કે ગોલ્ડ અને સિલ્વરે વર્ષની નવી નીચી સપાટી બનાવી હતી. તેમજ વીતેલા સપ્તાહે ગોલ્ડ સિલ્વરમાં ટ્રેડિંગ વોલ્યૂમમાં નોંધપાત્ર વધારો નોંધાયો હતો.
ગોલ્ડમાં 37 ટકા અને સિલ્વરમાં 66 ટકાનો કડાકો
ગોલ્ડ જાન્યુઆરી, 2026ના લાઈફ ટાઈમ હાઈ 5626 ડૉલરથી જોઈએ તો અત્યાર સુધીમાં 2087 ડૉલરનો(37 ટકા)નો કડાકો બોલી ગયો છે. તેમજ સિલ્વર તેના લાઈફ ટાઈમ હાઈ 121.75 ડૉલરથી 80 ડૉલર(66 ટકા) તૂટ્યો છે.
સોનું અને ચાંદી તેના હાઈથી કેટલા ઘટ્યા?
ભારતીય રૂપિયા પ્રમાણે જોઈએ તો સોનાનો ભાવ રૂપિયા 1,80,000ની ઑલ ટાઈમ હાઈ ભાવથી અત્યારનો 1,21,000નો ભાવ જોઈએ તો કુલ રૂપિયા 59,000 તૂટ્યો છેે. તેવી જ રીતે ચાંદી ચોરસાનો લાઈફ ટાઈમ હાઈ રૂપિયા 4,20,000થી અત્યારનો ભાવ રૂપિયા 1,48,900થી ગણીએ તો રૂપિયા 2,71,100 તૂટ્યો છે. આમ ગોલ્ડ કરતાં સિલ્વરનો ભાવ વધૂ તૂટ્યો છે.
ગોલ્ડ સિલ્વર તૂટવાના કારણો
(1) અમેરિકન સ્ટોક માર્કેટમાં છેલ્લા સપ્તાહ દરમિયાન ઐતિહાસિક કડાકો બોલી ગયો છે. શુક્રવારે યુએસ ડાઉ જોન્સ 949 પોઈન્ટ તૂટ્યો હતો અને નેસ્ડેકમાં 1261 પોઈન્ટનો કડાકો હતો. એઆઈ બબલ ફૂટવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. આર્થિક વિકાસ ધીમો પડશે તેવી પણ એક ધારણા વ્યકત કરાઈ હતી.
(2) વૈશ્વિક સ્ટોક માર્કેટમાં બોલેલા કડાકાને પગલે મોટાપાયે માર્જિન કોલ આવતાં ગોલ્ડ સિલ્વરમાં જંગી વેચવાલી ફરી વળી હતી.
(3) ટ્રેઝરરી યીલ્ડમાં વધારો થતાં ગોલ્ડ સિલ્વરમાં ભારેે વેચવાલી આવી હતી. યુએસ 10 વર્ષીય બોન્ડનું યીલ્ડ વધીન 5.17 ટકા થયો હતો. જેને પગલે ગોલ્ડ સિલ્વરમાં જોરદાર વેચવાલી ફરી વળી હતી. જો કે સપ્તાહને અંતે બોન્ડનું યીલ્ડ ઘટીને 4.91 ટકા આવી ગયું હતું, પણ સોના ચાંદી બજાર પર કોઈ પોઝિટિવ અસર પડી ન હતી.
(4) યુએસ ફેડરલ રીઝર્વની હવે 8-9 ડીસેમ્બરે મોનેટરી પૉલિસીની બેઠક મળશે, જેમાં ફેડ રેટમાં 50 બેસીસ પોઈન્ટનો વધારો કરાય તેવી ધારણા હતી. જો વ્યાજ દર વધે તો ગોલ્ડ સિલ્વરમાં ખરીદીનું આકર્ષણ ઘટે, તે ન્યાયે ગોલ્ડ સિલ્વરમાં વેચવાલી આવી હતી, અને બોન્ડમાં રોકાણ વધ્યું હતું.
(5) ઈલેક્ટ્રોનિકસ અને સોલર પેનલના બિઝનેસમાં સામાન્ય મંદી શરૂ થઈ છે. જેથી સિલ્વરમાં ઈન્ડસ્ટ્રીયલ ડીમાન્ડ આવી ન હતી. બીજી તરફ વૈશ્વિક સ્તર પર જિઓ પોલિટિકલ ટેન્શન સમાપ્ત થયું નથી, જેથી કોઈ રિસ્ક લેવા તૈયાર નથી.
આગામી સપ્તાહની ઈકોનોમિક ઈવેન્ટ
ગુરુવારે થેંકન્સ ગિવીંગ ડે હોવાથી યુએસના તમામ માર્કેટ બંધ રહેશે. સોમવારે એસ એન્ડ પી ગ્લોબલ ફ્લેશ મેન્યુફેકચરિંગ ડેટા આવશે. મંગળવારે નવેમ્બર મહિનાનો યુએસ કનઝ્યુમર કોન્ફિન્ડ્સ રીપોર્ટ આવશે. તેમજ બુધવારે પીસીઈ ઈન્ફ્લેશન ડેટા જાહેર થશે. યુએસનો પ્રિલિમનરી કવાર્ટર ટુનો જીડીપી ડેટા આવશે. ડ્યુરેબલ ગુડ્ઝ ઓર્ડર આઉટ ડેટા જાહેર થશે તેમજ યુએસ જોબલેસ ક્લેઈમ ડેટા આવશે.
આગામી સપ્તાહે ગોલ્ડ સિલ્વર માર્કેટ કેવું રહેશે?
ગોલ્ડ સિલ્વર માર્કેટમાં જંગી કડાકા પછી હવે રીકવરી આવવાની ધારણા છે. કારણ કે ટેકનિકલી પણ ગોલ્ડ સિલ્વર હાઈલી ઓવરસોલ્ડ ઝોનમાં આવ્યા છે. જેથી અહીંયાથી એક રીકવરી આવશે. ક્રૂડના ભાવ ઘટ્યા છે. પેટ્રોલ ડીઝલના ભાવ ઘટ્યા છે. હવે પછી મોંઘવારી ઘટશે અને વૈશ્વિક સ્તર પર ક્રૂડ ઓઈલનો સરપ્લસ જથ્થો છે. તેમજ બોન્ડનું યીલ્ડ ઘટ્યું છે. આ બધા પોઝિટિવ ફેકટરને કારણે આગામી સપ્તાહે ગોલ્ડ સિલ્વરના ભાવ વધશે.
ટેકનિકલ લેવલ
ટેકનિકલી માર્કેટ મંદીમાં છે. પણ હાલ ઓવરસોલ્ડ પછી પ્રત્યાઘાતી રીકવરી આવવાની ધારણા છે. ગોલ્ડમાં 3500 ડૉલર અને સિલ્વરમાં 40 ડૉલર સપોર્ટ લેવલ રહેશે. જો ગોલ્ડ 3500 ડૉલર તૂટશે તો નીચામાં 3420 ડૉલર થઈ શકે છે. સિલ્વર 40 ડૉલર નીચે જશે તો નીચામાં 37 ડૉલર થઈ શકે છે. ઉપરમાં જો ગોલ્ડ 3500 ડૉલર ન તૂટે તો અને ટેકારૂપી લેવાલી નીકળે તો ઉપરમાં 3597 અને 3699 ડૉલરના લેવલ બતાવી શકે છે. ઊંચામાં 3699 ડૉલર એ રેઝિસ્ટન્સ લેવલ રહેશે. સિલ્વર 42 ડૉલર કૂદાવશે તો ઉપરમાં 44.50 ડૉલર બતાવી શકે છે. 44.50 ડૉલર એ રેઝિસ્ટન્લ લેવલ રહેશે.
- ભરત પંચાલ, એડિટર, https://www.gujaratibiznews.com/
આ પણ વાંચો….

