Gold Silver Market: ગોલ્ડ 5000 ડૉલરની નજીક, સિલ્વર 100 ડૉલરને પાર! બેકાબૂ તેજી ક્યાં અટકશે?

by Gujarati biz news
Gold Silver Market

અમદાવાદ- Gold Silver Market વીતેલા સપ્તાહે સોના ચાંદીમાં તેજી બેકાબૂ થઈ હતી. સોના ચાંદીએ વધુ નવા રેકોર્ડ ઊંચા ભાવ બતાવ્યા હતા. નવા ઊંચા ભાવમાં પણ નવી ખરીદી ચાલુ રહી હતી.(Gold Rate Today) ગોલ્ડ 5000 ડૉલરની બિલકુલ નજીક આવ્યો હતો અને(Silver Rate Today) સિલ્વર 100 ડૉલરને પાર થયો હતો.(Gold Price Today) ગોલ્ડ 4990 ડૉલર ઑલ ટાઈમ હાઈ અને(Silver Price Today) સિલ્વર 103.51 ડૉલર લાઈફ ટાઈ હાઈ થયા હતા. સોના ચાંદીની બેકાબૂ તેજી કયારે અટકશે? સોના ચાંદીમાં(Gold Silver) ઊંચા ભાવે કોણ ખરીદી કરી રહ્યું છે? પ્રોફિટ બુકિંગ આવે છે, પણ(Bullion) બજાર ખાઈ જાય છે. આગામી સપ્તાહે બજાર કેવું રહેશે? શું હજી પણ તેજી આગળ વધશે? હવે કયા ઊંચા ભાવ બતાવશે?

જૂઓ વીડિયો….

ચાંદીમાં રૂ.55,000નો ભારેખમ ઉછાળો

અમદાવાદ સોનાચાંદી બજાર(ચોકસી મહાજન-માણેકચોક)માં(Gold Silver Market) સપ્તાહ દરમિયાન 24 કેરેટ સોનું દસ ગ્રામે રૂપિયા 17,200 ઉછળી આવી ભાવ રૂ.1,63,500 રહ્યો હતો. ચાંદી ચોરસામાં એક કિલોએ રૂપિયા 55,000નો ઉછાળો આવી ભાવ રૂ.3,30,000 બોલાયો હતો.

4990 ડૉલર ઑલ ટાઈમ હાઈ

આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડ ફેબ્રુઆરી ફ્યુચર સપ્તાહની શરૂઆતે ઘટી 4622 ડૉલર થઈ અને ત્યાં નવી લેવાલી નીકળતાં ઝડપી ઉછળી 4990 ડૉલર ઑલ ટાઈમ હાઈ થઈ અને સપ્તાહને અંતે 4979 ડૉલર બંધ રહ્યો હતો. જે સપ્તાહ દરમિયાન 384 ડૉલરનો ભારેખમ ઉછાળો દર્શાવે છે.

સ્પોટ ગોલ્ડ ફ્યુચર કરતાં ઊંચું

સ્પોટ ગોલ્ડ સપ્તાહની શરૂઆતે ઘટી 4629 ડૉલર થઈ અને ત્યાં જોરદાર લેવાલી નીકળતાં ઝડપી ઉછળી 4989 ડૉલર ઑલ ટાઈમ હાઈની નવી સપાટી બનાવી હતી અને સપ્તાહને અંતે 4982 ડૉલર બંધ રહ્યો હતો. જે સપ્તાહ દરમિયાન 387 ડૉલરનો નોંધપાત્ર ઉછાળો દર્શાવે છે.

103.51 ડૉલર ઑલ ટાઈમ હાઈ

સિલ્વર માર્ચ ફ્યુચર વીતેલા સપ્તાહે શરૂમાં ઘટી 90.15 ડૉલર થઈ અને ત્યાં ધૂમ લેવાલી નીકળતાં વધુ ઝડપથી ઉછળી 103.51 ડૉલર લાઈફ ટાઈમ હાઈનું નવું લેવલ બતાવ્યું હતું અને સપ્તાહને અંતે 101.33 ડૉલર બંધ રહ્યો હતો. જેમાં સપ્તાહ દરમિયાન 12.80 ડૉલરનો ધરખમ ઉછાળો નોધાયો હતો.

સ્પોટ સિલ્વરમાં પ્રિમિયમ

સ્પોટ સિલ્વર સપ્તાહની શરૂઆતે ઘટી 90.36 ડૉલર થઈ અને ત્યાં ભારે ખરીદીથી વધુ ઝડપથી ઉછળી 103.03 ડૉલર રેકોર્ડ હાઈ બનાવીને સપ્તાહને અંતે 102.97 ડૉલર બંધ રહ્યો હતો. જેમમાં સપ્તાહ દરમિયાન 13.02 ડૉલરનો ભારે ઉછાળો દર્શાવે છે.

સોનાચાંદીમાં નવી તેજીના કારણો

(1) ટ્રમ્પ જ્યારથી અમેરિકાના પ્રેસિડેન્ટ બન્યા ત્યાર પછી સતત તેમના ઉલટપુલટ નિવેદનોને કારણે ગોલ્ડ સિલ્વરમાં સતત લેવાલી રહી છે. વિશ્વના તમામ બજારોમાં ભારે હલચલ સાથે તોફાની વધઘટ જોવા મળી છે. ટ્રમ્પના નિવેદનો(Gold Silver Market) સોના ચાંદીની તેજી માટે જવાબદાર છે.

(2) ટેરિફનો ડર એટલો બધો વ્યાપી ગયો છે કે તમામ દેશોના ટ્રેડ ઓફ બેલેન્સની સ્થિતી બદલાઈ ગઈ છે. એક્સપોર્ટ ઈમ્પોર્ટની બેલેન્સશીટ બગડી ગઈ છે. જે ટ્રેડ વૉરને કારણે અમેરિકાના દોસ્ત દેશો હતા, તે બધા તેમના દુશ્મન બની ગયા છે. અમેરિકાની વિરોધ જનાર દેશને ટ્રમ્પ ટેરિફ નાંખવાની ઘમકી આપી દે છે. ટેરિફનો ખોફ એટલો બધો વ્યાપી ગયો છે કે બધા દેશોના ટ્રેડ અટકી ગયા છે.

(3) ટેરિફ અને ટ્રેડ વૉરને કારણે ગ્લોબલ ઈકોનોમીમાં અનિશ્ચિતતા રહી છે. કરન્સીમાં મોટી વધઘટ થઈ છે. બધા દેશોના એક્સપોર્ટ ઘટ્યા છે અને વૈશ્વિક ડેબ્ટ વધીને આવ્યું છે. જે એક ચિંતાનો વિષય છે.

(4) જીઓ પોલિટકલ ટેન્શન દિનપ્રતિદિન વધતું જઈ રહ્યું છે. રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલુ જ રહ્યું છે. શાંતિ માટેની બેઠકો નિષ્ફળ રહી છે. ઈરાન- ઈઝરાયલ- ગાઝા વચ્ચેની સ્થિતી વણસી છે. ઈરાનમાં વર્તમાન સરકારની વિરોધમાં પ્રદર્શનો ચાલી રહ્યા છે. મીડિયા રીપોર્ટસ અનુસાર 3,000થી વધુના મોત થયા છે. અમેરિકાએ પ્રદર્શનકારીઓને સાથ આપ્યો છે અને ધમકી પણ આપી છે કે અમેરિકા ગમેત્યારે ઈરાન સરકાર પર હૂમલો કરશે. ટ્રમ્પ ગ્રીનલેન્ડ કબજે કરવા માટે હવે બળનો ઉપયોગ નહી કરે, તે સમજાવટથી લેશે. ગાઝા માટે પીસ બોર્ડની રચનાના મુદે પણ અનેક દેશો સાથે તણાવ ઉભો થયો છે.

(5) યુએસ મોનેટરી પૉલીસીમાં નરમાઈ રહી છે. ફેડ રેટમાં સતત ઘટાડો થતો રહ્યો છે એટલે કે ગત વર્ષે એક ટકા વ્યાજ દરમાં ઘટાડો થયો હતો. જેથી(Gold Silver Market) ગોલ્ડ સિલ્વરમાં સતત નવી લેવાલી ચાલુ રહી હતી.

ચાંદીમાં ધૂમ ખરીદી

(6) ચાંદીની વાત કરીએ તો સિલ્વરમાં સપ્લાયની ખેંચ છે અને સામે ઈન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ જબરદસ્ત છે. સિલ્વરમાં નવા ઊંચા ભાવે પણ નવી લેવાલી રહી છે. ખાસ કરીને ચીનની સિલ્વરમાં મોટાપાયે ખરીદી રહી છે. ચીન સોલર પેનલ અને બેટરી બનાવવામાં મોટાપાયે સિલ્વરનો યુઝ કરી રહી છે. આમ સિલ્વરમાં નોનસ્ટોપ તેજી આગળ વધી છે.

આગામી સપ્તાહની ઈકોનોમિક ઈવેન્ટ

આગામી સપ્તાહે બુધવારે યુએસ ફેડરલ રીઝર્વની મોનેટરી પૉલીસીની જાહેરાત માટે બેઠક મળશે. જેમાં ફેડ રેટમાં ઘટાડો આવે તેવી કોઈ શક્યતા નથી. જ્યારે બેંક ઓફ કેનેડાની પણ મોનેટરી પૉલીસીની જાહેરાત થશે, જેમાં વ્યાજ દર યથાવત રખાય તેવી શક્યતાઓ વધારે છે.

Most Watched Video News

Stock Market India: શેરબજારમાં બ્લેક ફ્રાઈડે, આગામી સપ્તાહે બજેટ અગાઉ નવી લેવાલી આવશે?

આગામી સપ્તાહે શું થશે?

આગામી સપ્તાહે સોના ચાંદી બજારમાં(Gold Silver Market) બે તરફી મોટી વધઘટ ચાલુ રહેશે. ગોલ્ડ અને સિલ્વરના ભાવ ઐતિહાસિક ઊંચા લેવલ પર છે. જેથી ઉછાળે નફારૂપી વેચવાલી આવશે પણ ઘટાડે નવી લેવાલી પણ આવશે. જો કે ગોલ્ડ સિલ્વર હાઈલી ઓવરબોટ છે. જેથી વેચવાલી તો આવવાની. અને સામે ફંડામેન્ટલી સ્ટ્રોંગ છે, આથી દરેક ઘટાડે નવી લેવાલી રહેશે. તેમજ ટ્રમ્પના સ્ફોટક નિવેદનને કારણે પણ સેફ હેવન ડિમાન્ડ આવે છે. ગોલ્ડ અને સિલ્વર ઊંચામાં કયા લેવલ બતાવશે તે કાંઈ આગાહી કરી શકાય તેમ નથી. પણ કેટલાક રીસર્ચ એનાલીસ્ટોએ નવી આગાહી કરી છે કે ગોલ્ડ 5250 ડૉલર અને સિલ્વર 125 ડૉલર થશે.

You will also like

Leave a Comment