અમદાવાદ- Stock Market India શેરબજારમાં ત્રણ દિવસના સુધારાને બ્રેક વાગી છે. બજેટ અગાઉના દિવસે શેરબજારમાં સાવચેતીરૂપી ટ્રેડ વિશેષ હતા, પરિણામે વેચવાલીથી ઘટાડો આવ્યો હતો. બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 296 પોઈન્ટ ઘટી 82,269 બંધ રહ્યો હતો. એનએસઈ નિફ્ટી(NSE Nifty) 98 પોઈન્ટ ઘટી 25,320 બંધ થયો હતો. બેંક નિફ્ટી(Nifty Bank) 347 પોઈન્ટ ઘટી 59,610 બંધ હતો. 01 ફેબ્રુઆરીને રવિવારે Budget 2026 રજૂ થશે. શેરબજાર(Share Market India) અનુસાર બજેટ કેવું આવશે? બજેટના દિવસે શેરબજારની આગાહી? બજેટના દિવસે નિફ્ટીની આગાહી? બજેટના દિવસનો ટેકનિકલ વ્યૂ રહેશે?
જૂઓ વીડિયો….
સેન્સેક્સ 296 પોઈન્ટ ઘટ્યો
મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 81,947ના નીચા મથાળે ગેપમાં ખૂલીને શરૂમાં વધુ ઘટી 81,941 થઈ અને ત્યાં જોરદાર નવી લેવાલી નીકળતાં ઉછળી 82,430 થઈ અને ઊંચા મથાળે વેચવાલી ફરી વળતાં પાછો પડી ટ્રેડિંગ સેશનને અંતે 82,269.78 બંધ થયો હતો. જે ગઈકાલના બંધ ઈન્ડેક્સની સરખામણીએ 296.59નો ઘટાડો દર્શાવે છે.
નિફ્ટી 98 પોઈન્ટ ઘટ્યો
નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 25,247ના નીચા મથાળે ખૂલીને શરૂમાં વધુ ઘટી 25,213 થઈ અને ત્યાં લેવાલી નીકળતાં ઉછળી 25,370 થઈ અને ફરીથી વેચવાલી નીકળતાં પાછો પડી ટ્રેડિંગ સેશનને અંતે 25,320.65 બંધ થયો હતો. જે ગઈકાલના બંધ ઈન્ડેક્સની સરખામણીએ 98 પોઈન્ટ ઘટ્યો હતો.
સાવચેતીરૂપી કામકાજ
આજે સપ્તાહના છેલ્લા દિવસે અને Budget 2026 અગાઉની ટ્રેડિંગ સેશનમાં બે તરફી લેવાલી વેચવાલી વચ્ચે બે તરફી વધઘટ નોંધાઈ હતી. મોટા ભાગે બજેટ અગાઉ ખેલાડીઓ પોતાની મોટી ઉભી પોઝિશન રાખતાં નથી, જેથી(Stock Market India) શેરબજારમાં સ્કેવરઓફ કરવારૂપી અને સાવચેતીરૂપી કામકાજ વિશેષ હતા. તેમ છતાં આજે મીડિયા, ડીફેન્સ, એફએમસીજી, કન્ઝ્યુમર ડ્યુરેબલ, રીયલ્ટી, હેલ્થકેર, ઓટો અને ફાર્મા શેરોમાં નવી લેવાલીથી મજબૂતી રહી હતી. જ્યારે મેટલ, કોમોડિટીઝ, પીએસઈ અને એનર્જિ સેકટરના શેરોમાં વેચવાલીથી નરમાઈ રહી હતી.
ક્રૂડના ભાવમાં ઉછાળો
યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર હૂમલો કરવાની ધમકી આપી છે, ત્યારથી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ સતત વધી રહ્યા છે. બ્રેન્ટ વધીને 69.02 ડૉલર પર ટ્રેડ કરતો હતો. ક્રૂડ વધીને 64.84 ડૉલર પર ટ્રેડ કરતો હતો. જો ઈરાન પર હૂમલો થશે તો ઓપેક પ્રોડ્યુસરને સપ્લાયમાં મુશ્કેલીઓ ઉભી થશે.

નાણાંપ્રધાન નિર્મલા સીતારમન પહેલી ફેબ્રુઆરીને રવિવારે સવારે 11 વાગ્યે બજેટ(Budget 2026) રજૂ કરશે. શેરબજારમાં સત્તાવાર રીતે રવિવારે ટ્રેડિંગ ચાલુ રહેવાનું છે. આ બજેટ શેરબજારને(Stock Market India) ધ્યાનમાં રાખીએ તો કેવું આવે, તો શેરબજારમાં તેજી થાય. શેરબજારની આશા અને અપેક્ષા પર નજર કરીએ.
શેરબજારની આશા
(1) સિક્યોરિટી ટ્રાન્ઝક્શન ટેક્સ(એસટીટી)માં ધટાડો કરવો તેમજ કેપિટલ ગેઈન ટેક્સમાં ઘટાડો કરવો જોઈએ. તેમજ એસટીટી અને કેપિટલ ગેઈન ટેક્સના નિયમોને વધુ સરળ કરવા જોઈએ.
(2) ડીફેન્સ, રેલવે, ઈન્ફ્રાસ્ટ્રચર, રીયલ્ટી માટે બજેટ એલોકેશનમાં વધારો કરવો જોઈએ, જેથી વિકાસ વધુ ઝડપી બને. અને આત્મનિર્ભર ભારત તરફ સફળતા મળે.
(3) દેશના જીડીપીના ફિસ્કલ ડેફિસીટ 4.4 ટકા અથવા તેની નીચે રહેવી જોઈએ. અથવા તો 4 ટકાની નીચે લઈ જવાનો ટાર્ગેટ રાખવો જોઈએ.
(4) ટેક્સમાં રીફોર્મ્સની પ્રક્રિયા સતત ચાલુ રાખવી જોઈએ.
(5) મેન્યુફેકચરિંગ સેકટરને પ્રાધાન્ય આપીને તેમાં કેટલીક છૂટછાટો આપવી જોઈએ. તેમજ એક્સપોર્ટ વધે તે દિશા માટે એક્સપોર્ટ ઓરિયેન્ટ પૉલીસીની જાહેરાત કરવી જોઈએ.
(6) કોર્પોરેટ ટેક્સમાં હજી વધુ ઘટાડો કરવો જોઈએ.
એડવાન્સ ડેક્લાઈન રેશિયો પોઝિટિવ
આજે શુક્રવારે નિફ્ટી મીડકેપ ઈન્ડેક્સ 109 પોઈન્ટ ઘટ્યો હતો. જ્યારે નિફ્ટી સ્મોલકેપ ઈન્ડેક્સ 54 પોઈન્ટ પ્લસ હતો. આથી આજે એડવાન્સ ડેકલાઈન રેશિયો પોઝિટિવ હતો. 1829 શેરના ભાવ વધ્યા હતા અને 1325 શેરના ભાવ ઘટ્યા હતા.
35 શેર બાવન વીક હાઈ પર હતા અને 225 શેરના ભાવ બાવન વીક લો પર બંધ હતા.
86 સ્ટોકમાં અપર સર્કિટ અને 74 શેરમાં લોઅર સર્કિટ લદાઈ હતી.
Top Trending Video News
Economic Survey 2026: ગ્લોબલ અનિશ્ચિતતાઓ વચ્ચે ભારતનો મજબૂત ગ્રોથ, 16 મુદ્દા સાથે સર્વે સમજીએ….
ટોપ ગેઈનર્સ
નેસ્લે(3.46 ટકા), તાતા કન્ઝ્યુમર(2.24 ટકા), એપોલો હોસ્પિટલ(2.19 ટકા), એમ એન્ડ એમ(1.77 ટકા) અને આઈટીસી(1.16 ટકા)
ટોપ લુઝર્સ
હિન્દાલકો(6.23 ટકા), તાતા સ્ટીલ(4.63 ટકા), કૉલ ઈન્ડિયા(3.60 ટકા), ઓએનજીસી(2.39 ટકા) અને જેએલડબલ્યૂ સ્ટીલ(2.16 ટકા)
બજેટના દિવસે શેરબજાર કેવું રહેશે?
બજેટ અગાઉના દિવસે(Stock Market India) શેરબજારમાં ત્રણ દિવસના સુધારાને બ્રેક વાગી છે. બજેટ ભારતીય અર્થતંત્ર માટે પોઝિટિવ રહેશે. કોઈ નવો બોજો પણ નહી આવે. પણ શેરબજારના ટેકનિકલ વીક છે. જેથી બજેટ જોયા અને સમજ્યા પછી ટ્રેડ કરવો વધુ હિતાવહ છે. નિફટીમાં 25,000 અતિમહત્ત્વનું સપોર્ટ લેવલ છે. અને ઉપરમાં 25,500 અને 25,800 એ રેઝિન્ટન્સ લેવલ છે. જ્યાં સુધી નિફટી 25,800 કૂદાવે નહી ત્યાં સુધી નવી તેજી અસંભવ રહેશે. સેન્સેક્સમાં 81,000નું સ્ટ્રોંગ સપોર્ટ લેવલ રહેશે અને ઉપરમાં 83,800 રેઝિસ્ટન્સ લેવલ રહેશે. બેંક નિફ્ટી ટેકનિકલી વધુ મજબૂત છે, બેંક નિફ્ટી 59,200ના સપોર્ટ લેવલ રાખીને તેજી કરી શકાય, અને ઉપરમાં 59,800 કૂદાવતાં ઝડપી તેજી થશે. જો કે બજેટના દિવસે કોઈ મોટુ જોખમ લેવુ ન જોઈએ. કારણ કે મોટી વધઘટ આવી શકે છે, અથવા બજાર બેતરફી વઘઘટમાં અથડાઈ જશે.