Gold Silver Market: સોના ચાંદીમાં કડાકો, દિવાળીના તહેવારોમાં નવી ખરીદી નીકળશે?

by Gujarati biz news
Gold Silver Market
Gold Silver Market

Video News

અમદાવાદ- Gold Silver Market સોના ચાંદી બજારમાં સતત બીજા સપ્તાહે ઘટાડો આવ્યો હતો. નીચા મથાળે પણ નવી લેવાલીનો તદન અભાવ રહ્યો હતો. પરિણામે વીતેલા સપ્તાહે ગોલ્ડમાં 171 ડૉલર(4.14 ટકા)નો કડાકો બોલી 4,000 ડૉલરની અતિમહત્ત્વની સપાટી તોડીને નીચે ગયું હતું. તેમજ સિલ્વરમાં 3.34 ડૉલર(5.86 ટકા)નું ગાબડું પડી 55 ડૉલરની નીચે ગઈ હતી. ટ્રેડિંગ વોલ્યુમ નોર્મલ રહ્યું હતું. હવે આગામી સપ્તાહે સોના ચાંદી બજાર કેવું રહેશે? શું ઘટાડે નવી ખરીદી આવશે? ટેકનિકલી બજાર કેટલું નરમ થયું છે? અને હજી સોના ચાંદીના ભાવ કેટલા ઘટી શકે છે? દિવાળીના તહેવારોની નવી ખરીદી આવશે કે કેમ?

અમદાવાદ સોના ચાંદી બજાર

અમદાવાદ સોના ચાંદી બજારમાં 24 કેરેટ સોનું દસ ગ્રામે સપ્તાહ દરમિયાન 5,200 રૂપિયા ઘટી ભાવ 1,45,500 રૂપિયા રહ્યો હતો. તેમજ ચાંદી ચોરસા એક કિલોએ સપ્તાહ દરમિયાન 15,000 રૂપિયા ઘટી ભાવ 1,98,000 રૂપિયા રહ્યો હતો.

એમસીએક્સના ભાવ

Gold Silver Market મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં(MCX) શુક્રવારે ટ્રેડિંગ સેશનને અંતે ગોલ્ડ 1,42,150 રૂપિયા અને સિલ્વર 1,96,100 રૂપિયાનો ભાવ બંધ રહ્યો હતો.

ગોલ્ડ ફ્યુચર 171 ડૉલર તૂટયું

આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડ ડીસેમ્બર ફ્યુચર સપ્તાહની શરૂઆતે વધી 4,211 ડૉલર થઈ અને ત્યાં ભારે વેચવાલી ફરી વળતાં તૂટી 3,989 ડૉલર થઈ અને સપ્તાહને અંતે 4010 ડૉલર પર બંધ રહ્યો હતો. જે વીતેલા સપ્તાહની સરખામણીએ 171 ડૉલર(4.14 ટકા)નો કડાકો દર્શાવે છે.

સ્પોટ ગોલ્ડમાં 170 ડૉલરનો કડાકો

Gold Silver Market આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પોટ ગોલ્ડ સપ્તાહની શરૂઆતે વધી 4,190 ડૉલર થઈ અને ત્યાં જોરદાર વેચવાલીથી ઘટી 3,975 ડૉલર થઈ અને સપ્તાહને અંતે 3,995 ડૉલર બંધ થયો હતો. જે વીતેલા સપ્તાહની સરખામણીએ 170 ડૉલર(4.07 ટકા)નું ગાબડુ દર્શાવે છે.

સિલ્લર ફ્યુચરમાં 3.34 ડૉલરનો ઘટાડો

સિલ્વર ડીસેમ્બર ફ્યુચર સપ્તાહની શરૂઆતે વધી 58.76 ડૉલર થઈ અને ત્યાં વેચવાલી ચાલુ રહેતા ઘટી 53.07 ડૉલર થઈ અને સપ્તાહને અંતે 53.96 ડૉલર બંધ રહ્યો હતો. જે વીતેલા સપ્તાહે 3.34 ડૉલર(5.86 ટકા)નો ઘટાડો દર્શાવે છે.

સ્પોટ સિલ્વરમાં 5.45 ટકાનો ઘડાટો

સ્પોટ સિલ્વર સપ્તાહની શરૂઆતે વધી 58.62 ડૉલર થઈ અને ભારે વેચવાલીથી ઘટી 53.02 ડૉલર થઈ અને સપ્તાહને અંતે 53.90 ડૉલર બંધ રહ્યો હતો, જે વીતેલા સપ્તાહની સરખામણીએ 3.12 ડૉલર(5.45 ટકા)નો ઘટાડો દર્શાવે છે.

સોના ચાંદીના ભાવ ઘટવાના કારણો

(1) યુએસ અને ઈરાન વચ્ચે તંગદિલી વધી છે. બીજી તરફ સાઉદી અરબ અને ગલ્ફના દેશો પર હુતિ વિદ્રોહીઓના હૂમલા થયા હતા. જેથી એનર્જિ સપ્લાયમાં મુશ્કેલીઓ ઉભી થઈ છે. આમ જિઓ પોલિટિકલ ટેન્શન વધ્યું છે. યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન પર અત્યાર સુધીનો સૌથી મોટો હૂમલો કરવાની તૈયારીમાં છે.  જેથી ગોલ્ડ સિલ્વરમાં વેચવાલી આવી હતી.

(2) આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કીમતોમાં સતત વધારો થયો છે. સપ્તાહને અંતે બ્રેન્ટ ક્રૂડની કીમત વધીને 116.70 ડૉલર હતી. ક્રૂડ ઓઈલની કીમત વધીને 103.30 ડૉલર પર બંધ હતો. કાચા તેલના ભાવ વધતાં ગોલ્ડ અને સિલ્વરમાં વેચવાલી રહી હતી.

(3) કાચા તેલના સતત વધતાં ભાવને કારણે વિશ્વના દેશોમાં મોંઘવારી વધુ વધવાના સંકેતો છે. અને ખાસ કરીને યુએસમાં પહેલેથી જ મોંઘવારીનો દર વધ્યો છે, અને ત્યાં વધુ મોંઘવારી વધવાની શક્યતાઓ છે. આથી હવે તમામ દેશોની મોનેટરી પૉલીસી કડક આવશે.

(4) આગામી સપ્તાહે જી10 દેશોમાંથી અડધાથી વધુ દેશોની સેન્ટ્રલ બેંકોની બેઠક મળનાર છે. જેમા વ્યાજ દર વધારાનો ખતરો છે. તેમજ યુએસ ફેડરલ રીઝર્વની 27-28 ઓકટોબરે એફઓએમસીની બેઠક મળશે. યુએસમાં મોંઘવારી વધી છે, જેથી ફેડ રેટમાં વધારો થવાની ધારણા વ્યક્ત કરાઈ રહી છે. આથી ગોલ્ડ અને સિલ્વરના ભાવ ઘટ્યા હોવા છતાં નવી ખરીદીનું આકર્ષણ રહ્યું ન હતું.

(5) આંતરરાષ્ટ્રીય બજારમાં સેન્ટ્રલ બેંકોના બાઈંગનો અભાવ હતો. જેથી ગોલ્ડ સિલ્વરના ભાવ સતત ઘટ્યા હતા.

(6) ટ્રેઝરરી બોલ્ડનું યીલ્ડ વધ્યું હતું. યુએસના 10 વર્ષીય બોન્ડનું યીલ્ડ વધીને 5.15 ટકા થયું હતું, જેથી ગોલ્ડ સિલ્લરે આકર્ષણ ગુમાવ્યું હતું.

(7) યુએસમાં પ્રેસિડેન્શિયલ ઈલેક્શન 03 નવેમ્બર છે, જે અગાઉ યુએસના તમામ બજારોમાં સાવચેતીનું વાતાવરણ સર્જાયું છે.

આગામી સપ્તાહે બજાર કેવું રહેશે?

આગામી સપ્તાહે Gold Silver Market સોના ચાંદી બજારમાં દરેક ઘટાડે નવી ખરીદી નીકળશે અને સોના ચાંદીના ભાવ વધશે. ટેકનિકલી માર્કેટ વીક છે, તેમ છતા ટેકારૂપી બાઈંગ આવશે. ગોલ્ડમાં 4,000 ડૉલરનું પ્રથમ સપોર્ટ લેવલ છે અને તેની નીચે જશે તો 3,963 ડૉલર બીજો સપોર્ટ લેવલ છે. ઉપરમાં 4,075 ડૉલર રેઝિસ્ટન્સ લેવલ રહેશે. સિલ્વરમાં નીચામાં 53.45 ડૉલર પ્રથમ સપોર્ટ લેવલ અને 52.40 ડૉલર બીજો સપોર્ટ લેવલ આવે છે. જ્યારે ઉપરમાં સિલ્વર 55.75 ડૉલરનું રેઝિસ્ટન્સ લેવલ આવે છે અને તેની ઉપર 58.10 ડૉલરનું બીજો રેઝિસ્ટન્સ છે.

દિવાળીની નવી ખરીદી

દિવાળીના તહેવારોમાં ધનતેરસ અને ગુરુ પુષ્ય નક્ષત્ર તેમજ દિવાળીના શુભ દિવસે સોના ચાંદીના ભાવ ઘટેલા હોવાથી આ વર્ષે ધૂમ ખરીદી થઈ શકે છે. સોના ચાંદી બજારમાં આ વર્ષે રોનક જોવા મળે તેવો આશાવાદ છે.

You will also like

Leave a Comment