Gold Silver Market: સોનામાં ઉછાળો, ચાંદી ઘટી, આગામી સપ્તાહે બજાર કેવું રહેશે?

by Gujarati biz news
Gold Silver Market

અમદાવાદ- Gold Silver Market સોના ચાંદી બજારમાં બે તરફી ઐતિહાસિક વધઘટ વચ્ચે રીકવરી રહી હતી. સોનામાં તેજી થઈ જ્યારે ચાંદીના ભાવ ઘટ્યા હતા. એકતરફી જોરદાર કડાકા પછી વીતેલા સપ્તાહે સોના ચાંદીમાં ઝડપી રીકવરી જોવા મળી હતી. ભારે માર્જિન વચ્ચે ઓછા ટ્રેડિંગ વોલ્યુમ વચ્ચે પણ વધઘટ મોટી થઈ હતી. હવે આગામી સપ્તાહે સોના ચાંદી બજારમાં ટ્રેન્ડ કેવો રહેશે? સોના ચાંદીમાં નવી લેવાલી ફરીથી આવશે? સોના ચાંદીમાં ભારે વધઘટને કારણે બજારમાં ભારે અસ્થિરતા ઓછી થશે ખરી? યુએસ વૉલ સ્ટ્રીટમાં શુક્રવારે જોરદાર તેજી જોવા મળી છે, તો શું સોના ચાંદીમાં વેચવાલી આવી શકે? ગોલ્ડ સિલ્વરમાં ટેકનિકલ લેવલ શું સંકેત આપી રહ્યા છે? વિશેષ અહેવાલ….

જૂઓ વીડિયો…. 

અમદાવાદમાં સોના ચાંદીના છેલ્લા ભાવ

અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ શનિવારે દસ ગ્રામે રૂપિયા 1,60,000 અને ચાંદી ચોરસાનો ભાવ એક કિલોએ રૂપિયા 2,60,000 રહ્યો હતો.

ગોલ્ડમાં 234 ડૉલરનો ઉછાળો

આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડ એપ્રિલ ફ્યુચર સપ્તાહની શરૂઆતે ઘટી 4423 ડૉલર થઈ અને ત્યાં નવી લેવાલી નીકળતા ઝડપી ઉછળી 5113 ડૉલર થઈ અને સપ્તાહને અંતે 4979 બંધ થયો હતો. જે સપ્તાહ દરમિયાન 234(4.95 ટકા) ડૉલરનો ઉછાળો દર્શાવે છે.  

સ્પોટ ગોલ્ડ 96 ડૉલર વધ્યું

સ્પોટ ગોલ્ડ સપ્તાહની શરૂઆતે ઘટી 4404 ડૉલર થઈ અને જે મથાળે નવી લેવાલી નીકળતાં ઝડપી ઉછળી 5092 ડૉલર થઈ અને સપ્તાહને અંતે 4961 બંધ રહ્યો હતો. જે સપ્તાહ દરમિયાન 96 ડૉલરનો ઉછાળો દર્શાવે છે.

સિલ્વરમાં ભારે વેચવાલી રહી

સિલ્વર માર્ચ ફ્યુચર સપ્તાહની શરૂઆતે ઘટી 63.90 ડૉલર થઈ અને ત્યાં નવી લેવાલી નીકળતાં ઝડપી ઉછળી 92.01 ડૉલર થઈ અને સપ્તાહને અંતે 76.89 ડૉલર બંધ થયો હતો. જે સપ્તાહ દરમિયાન 1.64(2.08 ટકા)નો ઘટાડો દર્શાવે છે.

સિલ્વરમાં 6.69 ડૉલરનો ઘટાડો

સ્પોટ સિલ્વર સપ્તાહની શરૂઆતે ઘટી 64.05 ડૉલર થઈ અને ત્યાં નવી લેવાલીથી ઝડપી ઉછળી 92.23 ડૉલર થઈ સપ્તાહને અંતે 78.01 ડૉલર બંધ રહ્યો હતો. જે સપ્તાહ દરમિયાન 6.69 ડૉલરનો ઘટાડો દર્શાવે છે.

રોકાણકારો બજારથી દૂર

વીતેલા સપ્તાહે(Gold Silver Market) સોના ચાંદીમાં ભારે વધઘટ નોંધાઈ હતી. ગોલ્ડ સિલ્વર ફ્યુચરમાં વધુ માર્જિન હોવાથી ઓછા ટ્રેડિંગ વોલ્યૂૂમ વચ્ચે વધઘટ વધુ નોંધાઈ હતી. સોના ચાંદીના ભાવ એટલા બધા વધી ગયા છે કે દરેક ઊંચા મથાળે વેચવાલી આવ્યા કરે છે. રોકાણકારો પણ હાલ બજારથી દૂર થયા છે. ગોલ્ડ સિલ્વરના ભાવ સ્થિર થાય પછી નવી ખરીદી કરીશું, એવી ગણતરીમાં રોકાણકારોએ થોભો અને રાહ જૂઓની નીતિ અખત્યાર કરી છે.

તેજીના કારણો

ગોલ્ડ સિલ્વરમાં ઊંચા ભાવે પણ સેન્ટ્રલ બેંકોની ખરીદી ચાલુ રહી હોવાનું બજારમાંથી જાણવા મળે છે. બીજી તરફ જીઓ પોલિટિકલ ટેન્શન, ગ્લોબલ અનિશ્ચતતા, ગ્લોબલ કરન્સીની વેલ્યૂમાં ઘટાડો, તેમજ સોવરેન ડેબ્ટની સસ્ટેનેબિલિટી અને ડૉલરનું ડી ડોલરેઝેશનની ચિંતા છે. જેથી ગોલ્ડ સિલ્વરના ભાવ તૂટે ત્યારે નવી લેવાલીનો સપોર્ટ આવી જાય છે. આથી ઘટાડે ગોલ્ડ સિલ્વરમાં ગ્લોબલ ડીમાન્ડ રહી છે.

ગોલ્ડ 6000 ડૉલર થવાની આગાહી

આગામી સપ્તાહે(Gold Silver Market) હજી ગોલ્ડ સિલ્વરમાં ભારે વધઘટના સંકેત છે. લેવાલી અને વેચવાલી આવશે. જો કે ઊંચા મથાળેથી આંચકા પણ જોવાશે. જેથી ટ્રેડરોએ ખૂબ સાવચેતી સાથે ટ્રેડ કરવા વધુ હિતાવહ છે. મોટી બેંકોએ નવા વર્ષ 2026માં ગોલ્ડ 5000 ડૉલર થવાનો ટાર્ગેટ આપ્યો હતો. ગોલ્ડનો ભાવ 5000 ડૉલરની સપાટી કૂદાવીને 5626 ડૉલરની ઓલ ટાઈમ હાઈ સપાટી બનાવી હતી. હવે આ જ મોટી બેંકો ચાલુ વર્ષના અંતમાં ગોલ્ડ 6000 ડૉલર થવાની આગાહી કરી છે.

આગામી સપ્તાહની ઈવેન્ટ્સ

આગામી સપ્તાહના રવિવારે જાપાનમાં ચૂંટણી છે. નવી સરકાર રચાશે, જેની જાપાનીઝ યેન અને ગ્લોબલ કરન્સી તેમજ ડેટ  માર્કેટ પર અસર પડશે. જેથી બજારની નજર જાપાન ચૂંટણી પર રહેશે. તેમજ મંગળવારે ડિસેમ્બર મહિનાના યુએસ રીટેઈલ સેલ્સ ડેટા જાહેર થશે. બુધવારે નોન ફાર્મ પે રોલ્સ ડેટા જાહેર થશે. ગુરુવારે વીકલી જોબલેસ ક્લેઈમ ડેટા જાહેર થશે. અને સાથે યુએસ હોમ સેલ્સ ડેટા આવશે. જેથી(Gold Silver Market) ગોલ્ડ સિલ્વર બજારની આ સપ્તાહની ઈવેન્ટ્સ પર જોવા મળશે.

ટેકનિકલ લેવલનો સંકેત

ટેકનિકલી જોઈએ તો ગોલ્ડમાં 5000 ડૉલરનું પ્રથમ રેઝિસ્ટન્સ લેવલ રહેશે અને બીજુ રેઝિસ્ટન્સ લેવલ 5,250 ડૉલરનું રહેશે. નીચેમાં ગોલ્ડમાં 4800 ડૉલરનું પ્રથમ સપોર્ટ લેવલ રહેશે, અને જો પ્રથમ સપોર્ટ લેવલ તૂટશે તો 4600 ડૉલર બીજુ સપોર્ટ લેવલ રહેશે. ટૂંકમાં આગામી સપ્તાહે ગોલ્ડ 4600 અને 5000 ડૉલરની રેન્જમાં અથડાશે. તેમજ સિલ્વરમાં 65 ડૉલરએ સ્ટ્રોંગ સપોર્ટ લેવલ રહેશે અને ઉપરમાં 79 ડૉલર એ રેઝિસ્ટન્સ લેવલનું કામ કરશે.

You will also like

Leave a Comment