નવી દિલ્હી- Piyush Goyal on Trade Deal કોમર્સ અને ઈન્ડસ્ટ્રીઝ પ્રધાન પિયુષ ગોયલે કહ્યું છે કે ભારત માટે સૌથી મોટા માર્કેટ ખૂલી રહ્યા છે. ભારત માટે અમેરિકા અને યુરોપિયન યુનિયન મળીને કુલ નિકાસ માટે લગભગ 55-60 ટ્રિલિયન ડૉલરનું માર્કેટ ખૂલવા જઈ રહ્યું છે. આ દેશો સાથે ટ્રેડ ડીલની સાથે અમે ખેડૂતો અને તેમની 95 ટકાથી વધુ ખેતીની ઉપજના હિતોની પુરેપુરી રક્ષા કરી છે અને તેને સુરક્ષિત રાખી છે.(A market worth 55 to 60 trillion dollars will open)
કામ કરવાની પદ્ધતિ બદલાશે
એક બિઝનેસ સમિટમાં બોલતાં કેન્દ્રીય વાણિજ્યપ્રધાન પિયુષ ગોયલે કહ્યું હતું કે એઆઈથી નોકરીઓ જવાનો ડર પણ સમાપ્ત કર્યો છે. તે ખેડૂતોની જગ્યા લેશે નહી. ફકતને ફકત કામ કરવાની પદ્ધતિ બદલાઈ જશે અને આપણે તેના માટે તૈયાર રહેવું પડશે. તેમણે અનેક રીફોર્મ્સ અને(Piyush Goyal on Trade Deal) ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટનો પણ ઉલ્લેખ કર્યો હતો.(what did Piyush Goyal’s say about agri products?)
રીફોર્મ એક્સપ્રેસ
પિયુષ ગોયલે જણાવ્યું હતું કે આજે ભારત દેશ ઝડપથી આગળ વધી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મિશન મોડમાં રીફોર્મ એક્સપ્રેસને આગળ વધારી રહી છે. ભારતે વીતેલા કેટલાક મહિનાઓમાં(Piyush Goyal on Trade Deal) ન્યૂ ઝીલેન્ડ, યુકે, ઓમાન, યુરોપિયન યુનિયનની સાથે ફ્રી ટ્રેડ ડીલ કરી છે અને અમેરિકા સાથે એક ટ્રેડ એગ્રીમેન્ટને ફાઈનલ કર્યો છે.
અમેરિકામાં 20 ટ્રિલિયન ડૉલરનું માર્કેટ
કેટલાક દિવસો પહેલા પિયુષ ગોયલે કહ્યું હતું કે અમેરિકા સાથે ડીલ પછી ભારતને એક મોટુ માર્કેટ મળવા જઈ રહ્યું છે. હવે ભારતના નાના- મધ્યમ ઉદ્યોગથી લઈને એગ્રી અને ટેક્સટાઈલ ઉદ્યોગોની અમેરિકામાં ખૂબ વાજબી ભાવે પ્રવેશ થશે. આ ડીલથી અમેરિકાના 20 ટ્રિલિયન ડૉલરનું માર્કેટ ખૂલી ચુક્યું છે. તેમજ આ પહેલા અમેરિકાએ ભારત પર લાગવેલ 25 ટકા પેનલ્ટી ટ્રેરિફને હટાવીને રેસિપ્રોક્લ ટેરિફ 18 ટકા કરી દીધી છે, આ જાણકારી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આપી હતી.
પેનલ્ટી ટેરિફ દૂર થયો છે
અત્રે નોંધનીય છે કે ભારત પર અમેરિકાએ રશિયાથી તેલ ખરીદીને લઈને 25 ટકા વધારાનો ટેરિફ લાદ્યો હતો. જે વધીને કુલ 50 ટકા થયો હતો. તેના પછી બન્ને દેશોની સાથે ટ્રેડ ડીલ પર ચર્ચા ચાલી રહી હતી, પણ અંતે હવે(Piyush Goyal on Trade Deal) ટ્રેડ ડીલ પર સહમતિ સંઘાઈ ચુકી છે.
99 ટકા ભારતીય ઉત્પાદન
Piyush Goyal on Trade Deal અમેરિકા સાથે ટ્રેડ ડીલ થયા પહેલા ભારતે યુરોપિયન યુનિયનની સાથે ફ્રી ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર કર્યા હતા. ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ અનુસાર 27 દેશોના સમુહ યુરોપિયન યુનિયન અને ભારત બન્ને દેશોની સૌથી વધુ ચીજો પર ટેરિફ ઘટાડવા પર સહમતિ જાહેર કરી હતી. આ ડીલ દ્વારા 99 ટકા ભારતીય ઉત્પાદન પર ટેરિફ ખૂબ ઓછો હશે અથવા શૂન્ય ટકા હશે. સંવેદનશીલ ચીજ વસ્તુઓને આ ડીલની બહાર રાખવામાં આવી છે.
Most Trending News….
Gold Silver Market: તોફાની વધઘટ વચ્ચે સોનું વધ્યું સામે ચાંદી ઘટી, આગામી સપ્તાહે કેવું રહેશે?