Gold Silver Market: સોના ચાંદીમાં આગામી સપ્તાહે ઊંચા મથાળે વેચવાલી કે ફરીથી નવો હાઈ

by Gujarati biz news
Gold Silver Market

અમદાવાદ-  Gold Silver Market વીતેલા સપ્તાહે સોના ચાંદી બજારમાં તેજી આગળ વધી હતી. અમેરિકા અને ઈરાન વચ્ચે તંગદિલી વધી હોવાથી સોના ચાંદીમાં નવી લેવાલી નીકળી હતી. બીજી તરફ યુએસ સુપ્રીમ કોર્ટે(US President Donald Trump)  ટ્રમ્પના ટેરિફને ગેરકાયદે ઠેરવ્યો છે. હવે આગામી સપ્તાહે ગોલ્ડ સિલ્વર બજાર કેવું રહશે? તેજી આગળ વધશે કે પછી ઊંચા મથાળે વેચવાલી આવશે? ટેકનિકલી સોના ચાંદી કોન્સોલિડેશન ફેઝમાં છે? Gold Silver Market Special Report….

જૂઓ વીડિયો….

અમદાવાદ સોના ચાંદી બજાર

અમદાવાદ સોના ચાંદી બજાર(ચોકસી મહાજન-માણેકચોક)માં(Gold Silver Market) 24 કેરેટ સોનાનો ભાવ(Gold Rate Today) દસ ગ્રામે રૂપિયા 1000 વધી સપ્તાહને અંતે રૂ.1,61,500 રહ્યો હતો. તેમજ ચાંદી ચોરસાનો ભાવ એક કિલોએ રૂ. 5,000 વધી રૂ.2,55,000 રહ્યો હતો.

ગોલ્ડ ફ્યુચરમાં 34 ડૉલરનો ઉછાળો

આંતરરાષ્ટ્રીય બજારમાં(Gold Prices Today) ગોલ્ડ એપ્રિલ ફ્યુચર સપ્તાહની શરૂઆતે ઘટી 4854 ડૉલર થઈ અને ત્યાં નવી લેવાલી નીકળતાં ઝડપથી ઉછળી 5130 ડૉલર થઈ અને સપ્તાહને અંતે 5080 ડૉલર બંધ રહ્યો હતો. જે સપ્તાહ દરમિયાન 34 ડૉલરનો ઉછાળો દર્શાવે છે.

સ્પોટ ગોલ્ડમાં 24 ડૉલરનું પ્રિમિયમ

સ્પોટ ગોલ્ડ સપ્તાહની શરૂઆતે ઘટી 4842 ડૉલર થઈ અને ત્યાં નવી લેવાલીથી ઝડપી ઉછળી 5105 ડૉલર થઈ અને સપ્તાહને અંતે 5104 ડૉલર બંધ રહ્યો હતો. જે સપ્તાહ દરમિયાન 61 ડૉલરનો ઉછાળો દર્શાવે છે.

સિલ્વરમાં 4.38 ડૉલરની મજબૂતી

આંતરરાષ્ટ્રીય બજારમાં(Silver Rate Today) સિલ્વર માર્ચ ફ્યુચર સપ્તાાહની શરૂઆતે ઘટી 71.81 ડૉલર થઈ અને ત્યાં નવી લેવાલીથી ઝડપી ઉછળી 84.62 ડૉલર થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 82.34 ડૉલર બંધ થયો હતો. જે 4.38 ડૉલરની મજબૂતી દર્શાવે છે.

સ્પોટ ગોલ્ડમાં 7.21 ડૉલરનું પ્રિમિયમ

સ્પોટ સિલ્વર(Silver Prices Today) સપ્તાહની શરૂઆતે ઘટી 71.96 ડૉલર થઈ અને નવી લેવાલી નીકળતાં ઝડપી ઉછળી 84.71 ડૉલર થઈ અને સપ્તાહને અંતે 84.64 ડૉલર બંધ થયો હતો. જે સપ્તાહ દરમિયાન 7.21 ડૉલરની મજબૂતી દર્શાવે છે.

સ્પોટમાં જોરદાર લેવાલી

સોના ચાંદીમાં સપ્તાહને અંતે જોરદાર બાઈંગ આવ્યું હતું. તેને કારણે(Gold Silver Price Today) ફ્યુચર કરતાં સ્પોટના ભાવ ઊંચા હતા. સ્પોટ ગોલ્ડમાં 24 ડૉલરનું પ્રિમિયમ બોલાઈ ગયું હતું અને સ્પોટ સિલ્વરમાં 2.30 ડૉલરનું પ્રિમિયમ બોલાયું હતું. જે દર્શાવે છે કે આગામી સપ્તાહે પણ સોના ચાંદીમાં તેજીની આગેકૂચ રહેશે.

પાંખા ટ્રે઼ડિંગ વોલ્યુમ

વીતેલા સપ્તાહે સોના ચાંદીમાં માર્જિન કારણે અને ચીનમાં લુનર ન્યૂ યરની રજાઓ હોવાથી ચાઈના ગેરહાજર હતું, જેથી ગોલ્ડ સિલ્વરમાં ટ્રેડિંગ વાલ્યુમ પાંખા રહ્યા હતા. તેમ છતાં(Gold Silver Market) ભાવમાં વધઘટ તોફાની રહી હતી. સપ્તાહની શરૂઆતે(Gold Silver Rate Today) ગોલ્ડ સિલ્વરના ભાવ ઘટ્યા પછી નવી લેવાલીથી એટલા જ ઝડપી વધ્યા હતા.

ગોલ્ડ સિલ્વરમાં નવી લેવાલી આવવાના કારણો

(1) અમેરિકા અને ઈરાન(US Iran) વચ્ચે તંગદિલી વધી છે. અમેરિકાએ યુદ્ધ જહાજોની સાથે યુદ્ધ વિમાનો અને લશ્કરી સરંજામ ઈરાન તરફ મોકલી આપ્યો છે. ઈરાનને પરમાણુ સમજૂતિ કરવા કહેવાયું છે, પણ ઈરાને હજી સુધી કોઈ પ્રતિભાવ આપ્યો નથી. પરિણામે અમેરિકા ઈરાન પર ગમે ત્યારે હૂમલો કરી શકે છે.  જીઓ પોલિટિકલ ટેન્શન વચ્ચે સપ્તાહની અંતે ગોલ્ડ સિલ્વરમાં ભારે લેવાલી આવી હતી.

(2) જો અમેરિકા ઈરાન પર હૂમલો કરે તો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખાડીનો રસ્સો બંધ થઈ શકે છે, જે માર્ગથી મીડલઈસ્ટ દેશોથી ખૂબ મોટી માત્રામાં ક્રૂડ આયાત થાય છે. જો આ ખાડીનો માર્ગ બંધ થાય તો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ વધુ ભડકી શકે છે. ક્રૂડના ભાવ વધે તો વિશ્વના દેશોમાં મોંઘવારી વધીને આવશે અને તમામ દેશોની બેલેન્સશીટ બગડી શકે છે, જે ચિંતા પાછળ(Gold Silver Market) ગોલ્ડ સિલ્વરમાં ભારે લેવાલી આવી હતી

(3) યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈમરજન્સીનો ઉપયોગ કરીને વિશ્વના દેશો પર આડેધડ ટેરિફ લાદ્યા હતા. જે યુએસ સુપ્રીમ કોર્ટે ચૂકાદો આપ્યો છે કે કહ્યું છે કે ટેરિફ ગેરકાયદે છે. તેમ છતાં ચૂકાદો આવ્યા પછી ટ્રમ્પે પહેલા 10 ટકા ગ્લોબલ ટેરિફ નાંખ્યો હતો અને તેના બીજા દિવસે ગ્લોબલ ટેરિફ 10 ટકાથી વધારીને 15 ટકા કર્યો હતો. આમ હવે આગામી સપ્તાહે ટ્રેડ વોર વધુ વકરશે.

મીડલઈસ્ટ દેશો પર નજર

આગામી સપ્તાહે(Gold Silver Market) ગોલ્ડ સિલ્વરમાં તેજીની આગેકૂચ રહેશે. અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ગમે ત્યારે ઈરાન પર હૂમલો કરી શકે છે. ટેરિફના મામલે હાર થયા પછી ટ્રમ્પ યુદ્ધ કરવાનું પગલું ભરી શકે છે. જો કે હાલ ગોલ્ડ અને સિલ્વર કોન્સોલિડેશન ફેઝમાં છે, તેમ છતાં ગોલ્ડ સિલ્વરમાં દરેક ઘટાડેન નવી લેવાલી આવ્યા કરશે. બીજી તરફ ગોલ્ડ સિલ્વરના ભાવ ખૂબ ઊંચા હોવાથી નફારૂપી વેચવાલી પણ આવશે. ટૂંકમાં મીડલઈસ્ટ દેશો પર નજર રાખવી વધુ હિતાવહ રહેશે.

આગામી સપ્તાહની ઈકોનોમિક ઈવેન્ટ

આગામી સપ્તાહે ત્રણ અતિમહત્ત્વની ઈકોનોમિક ઈવેન્ટ છે. મંગળવારે ફેબ્રુઆરી મહિનાનો કન્ઝ્યુમર કોન્ફિડન્સ ડેટા જાહેર થશે. યુએસ પ્રેસિડેન્ટ ટ્રમ્પ સ્ટેટ ઓફ યુનિયનને સંબોધન કરશે. તેમજ ગુરુવારે યુએસ વીકલી જોબલેસ કલેઈમ ડેટા આવશે.

ટેકનિકલ લેવલ

ટેકનિકલી ગોલ્ડમાં 5000 ડૉલર અને સિલ્વરમાં 75 ડૉલર એ બે અતિમહત્ત્વના લેવલ છે. ગોલ્ડમાં ઉપરમાં 5144 ડૉલર એ રેઝિસ્ટન્સ લેવલનું કામ કરશે અને નીચામાં 4850 ડૉલર એ સ્ટ્રોંગ સપોર્ટ લેવલ રહશે. એટલે કે આગામી સપ્તાહે ગોલ્ડ 5144 અને 4850 ડૉલરની રેન્જમાં રહેશે. તેમજ સિલ્વરમાં નીચામાં 75 ડૉલરનું સપોર્ટ લેવલ રહેશે અને ઊંચામાં 84 ડૉલરએ રેઝિન્ટન્સ લેવલનું કામ કરશે. એટલે કે સિલ્વર 75 અને 84 ડૉલરની રેન્જમાં રહેશે.

Top Trending News

US Global Tariff Hike: કોર્ટના ચૂકાદા પછી ટ્રમ્પે ગ્લોબલ ટેરિફ 10 ટકાથી વધારીને 15 ટકા કર્યો

You will also like

Leave a Comment