અમદાવાદ- Stock Market India શેરબજારમાં હળવો સુધારો રહ્યો હતો. માર્ચ એફ એન્ડ ઓ સીરીઝનો પ્રથમ દિવસ હોવાથી શરૂમાં નવી લેવાલીથી ઉછાળો આવ્યો હતો. પરંતુ ઊંચા મથાળે ભારે વેચવાલી ફરી વળી હતી. સેન્સેક્સ વધ્યા મથાળેથી 825 પોઈન્ટ તૂટ્યો હતો. નિફ્ટી ઊંચા મથાળેથી 224 પોઈન્ટ તૂટ્યો હતો. ઓવરઓલ જોઈએ તો બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 50 પોઈન્ટ વધી 82,276 બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી(NSE Nifty) 57 પોઈન્ટ વધી 25,482 બંધ રહ્યો હતો. બેંક નિફ્ટી(Nifty Bank) 3 પોઈન્ટ ઘટી 61,043 બંધ હતો. ઊંચા મથાળે એકાએક વેચવાલી કેમ આવી? બજાર તૂટવાના ચાર સોલીડ કારણ. કાલે શેરબજાર(Share Market India) કેવું રહેશે ટેકનિકલી માર્કેટ ક્યાં સપોર્ટ મેળવશે?
જૂઓ વીડિયો….
સેન્સેક્સ 50 પોઈન્ટ સુધર્યો
મુંબઈ શેરબજારનો સેન્સેક્સ (BSE Sensex)82,530ના ઊંચા મથાળે ગેપમાં ખૂલીને શરૂમાં નવી લેવાલીથી વધુ વધી 82,957 થઈ અને જે ઊંચા લેવલે જોરદાર વેચવાલી ફરી વળતાં ઝડપથી તૂટી 82,132 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 82,276.07 બંધ થયો હતો. જે ગઈકાલના બંધની સરખામણીએ 50.15નો સુધારો દર્શાવે છે. જો કે આજે ટ્રેડિંગ સેશન દરમિયાન સેન્સેક્સ ઊંચા મથાળેથી 825 પોઈન્ટ તૂટ્યો હતો.
નિફ્ટી 57 પોઈન્ટ સુધર્યો
નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ(NSE Nifty) 25,512ના ભારે ઊંચા મથાળે ગેપમાં ખૂલીને શરૂમાં વધુ વધી 25,652 થઈ અને ત્યાં ઑલરાઉન્ડ વેચવાલી ફરી વળતાં ઝડપથી તૂટી 25,428 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 25,482.50 બંધ રહ્યો હતો. જે ગઈકાલના બંધ નિફ્ટીની સરખામણીએ 57.85નો સુધારો દર્શાવે છે. જો કે હાઈથી નિફ્ટી 224 પોઈન્ટ તૂટ્યો હતો.
ઉછાળો ટકી શક્યો નહી….
Stock Market India આજે શેરબજાર ઊંચા મથાળે ખૂલ્યું હતું. માર્ચ ફ્યુચર એન્ડ ઓપ્શન સીરીઝનો(March F & O) પ્રથમ દિવસ હતો. જેથી સવારે નવી લેવાલી નીકળી હતી. પણ બપોરે 12 વાગ્યા પછી ઊંચા મથાળે જોરદાર વેચવાલી નીકળી હતી, અને શેરોના ભાવ વધ્યા મથાળેથી પાછા પડ્યા હતા. ગઈકાલના ભારે કડાકા પછી આજે બજારમાં પ્રત્યાઘાતી સુધારો આવ્યો હતો. પણ તે ટકી શક્યો ન હતો. આજે મેટલ, આઈટી, ઓટો, ફાર્મા, હેલ્થકેર, પીએસયુ બેંક, ઈન્ફ્રા જેવા સેકટરના શેરોમાં નવી લેવાલીથી સુધારો આવ્યો હતો. જ્યારે એફએમસીજી, રીઅલ્ટી, ઓઈલ એન્ડ ગેસ સેકટરના શેરોમાં વેચવાલીથી નરમાઈ રહી હતી.
શેરબજારમાં અચાનક વેચવાલી કેમ આવી?
(1) ગ્લોબલ અનિશ્ચિતતાનો માહોલ છે. અમેરિકા ઈરાન વચ્ચે ટેન્શન હજી ઉભુ છે, જેથી તેજીવાળા સાવચેત થયા હતા. અને તેજીની પોઝિશન સરખી કરી હતી. બીજી તરફ મંદીવાળા ખેલાડીઓએ નવી વેચવાલી કાઢી હતી. ટ્રમ્પનો કોઈ વિશ્વાસ નથી. ગત મોડી રાતે ટ્રમ્પે ભારતના સોલર એનર્જિ પ્રોડક્ટ પર 126 ટકા ડયૂટી લાદી હતી. આમ ટેરિફની અનિશ્ચિતતા અને જીઓ પોલિટિકલ ટેન્શન વચ્ચે(Stock Market India) બજારમાં નવા વિશ્વાસનો અભાવ છે, જેથી દરેક ઉછાળે વેચવાલી આવે છે.
(2) એફઆઈઆઈ નેટ સેલર છે.(FII Net Seller) 24 ફેબ્રુઆરીએ વિદેશી રોકાણકારોએ 102 કરોડનું નેટ સેલ કર્યું હતું. સામે ડીઆઈઆઈએ 3161 કરોડનું નેટ બાય કર્યું હતું. એફઆઈઆઈની રૂખ સ્પષ્ટ નથી, જેથી શેરબજારનું સેન્ટિમેન્ટ ખરડાયું હતું.
(3) ટેકનિકલી માર્કેટ વીક છે. સેન્સેક્સ 83,800 અને નિફ્ટી 25,800 ઉપર કૂદાવી શકતા નથી. જેથી હવે(Stock Market India) દરેક ઉછાળે વેચવાલી આવી જ જાય છે.
(4) યુએસ અને ઈરાનના ટેન્શનનેUS Iran Tension) કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ સાત મહિનાની ટોચ પર પહોંચ્યા છે. બ્રેન્ટ 71 ડૉલર અને ક્રૂડ 66 ડૉલર પર ટ્રેડ કરતાં હતા.

આજે બુધવારે એડવાન્સ ડેેક્લાઈન રેશિયો પોઝિટિવ હતો. મીડકેપ ઈન્ડેક્સ 339 પોઈન્ટ વઘ્યો હતો અને નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 160 પોઈન્ટ પ્લસ બંધ હતો. 1663 શેરના ભાવ વધ્યા હતા અને 1540 શેરના ભાવ ઘટ્યા હતા.
આજે 77 શેર બાવન વીક હાઈ પર બંધ હતા, તો સામે 243 શેર બાવન વીક લો પર બંધ હતા.
59 શેરમાં અપર સર્કિટ બ્રેકર લદાઈ હતી અને 86 સ્ટોકમાં લોઅર સર્કિટ લદાઈ હતી.
ટોપ ગેઈનર્સ
એચસીએલ ટેકનો(2.74 ટકા), બજાજ ઓટો(2.74 ટકા), તાતા સ્ટીલ(2.43 ટકા), શ્રી રામ ફાઈનાન્સ(2.19 ટકા) અને ટીસીએસ(2.15 ટકા)
ટોપ લુઝર્સ
રીલાયન્સ(1.96 ટકા), સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા(1.96 ટકા), અદાણી પોર્ટ(1.70 ટકા), ઈટરનલ(1.54 ટકા) અને આઈટીસી(1.33 ટકા)
કાલે શેરબજાર કેવું રહેશે?
આજે જે રીતે ઊંચા મથાળે ભારે વેચવાલીથી શેરબજાર તૂટયું છે. તો આવતીકાલે પણ વેચવાલી આવશે અને(Stock Market India) બજારમાં ઉછાળા ટકશે નહી. નિફ્ટીમાં 25,500નો સપોર્ટ લેવલ છે, પણ આજે તેની નીચે 25,482 બંધ આવ્યો છે. હવે નીચામાં 25,100 અને 24,800ના સપોર્ટ લેવલ આવે છે.
નોંધઃ અત્રે શેરબજારનું એનાલિસીસ આપવાનો પ્રયાસ માત્ર છે. રોકાણની સલાહ માટે આપ આપના નિષ્ણાતની સલાહ લઈને કરશો)
Top Trending News
US Tariff Attack: ટ્રમ્પે હવે 126 ટકાનો ટેરિફ બોમ્બ ફોડ્યો, ત્રણ દેશો પર તગડી ડ્યૂટી લાદી