અમદાવાદ- Stock Market India શેરબજારમાં સુધારો આવ્યો હતો. આજે મંગળવારે નીચા મથાળે નવી લેવાલી આવી હતી. પરિણામે બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 639 પોઈન્ટ વધી 78,205 બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી(NSE Nifty) 233 પોઈન્ટ વધી 24,261 બંધ થયો હતો. બેંક નિફ્ટી(Nifty Bank) 931 પોઈન્ટ ઉછળી 56,950 બંધ રહ્યો હતો. માર્કેટ કેપમાં 6 લાખ કરોડનો વધારો નોંધાયો હતો. આજે સુધારો કયા કારણોથી આવ્યો? આગામી દિવસોમાં સુધારો આગળ વધશે? ટેકનિકલી કયા સપોર્ટ લેવલ રહેશે? શેરબજારમાં(Share Market India) હજી ઘટાડો આવી શકે છે?
જૂઓ વીડિયો….
સેન્સેક્સમાં 639 પોઈન્ટનો ઉછાળો
મુંબઈ શેરબજારનો સેન્સેક્સ(BSE Sensex) 78,375ના મજબૂત મથાળે ખૂલીને શરૂમાં ઘટી 77,745 થઈ ત્યાં ફરી પાછી નવી લેવાલી નીકળતાં ઝડપથી ઉછળીને 78,526 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 78,205.98 બંધ રહ્યો હતો. જે ગઈકાલના બંધ ઈન્ડેક્સની સરખામણીએ 639.82નો ઉછાળો દર્શાવે છે.
નિફ્ટી 233 પોઈન્ટ ઊંચકાયો
નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ(NSE Nifty) 24,280ના ઊંચા મથાળે ખૂલીને શરૂમાં ઘટી 24,079 થઈ અને ઝડપી વધી 24,303 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 24,261.60 બંધ થયો હતો. જે ગઈકાલના બંધ ઈન્ડેક્સની સરખામણીએ 233.55નો ઉછાળો દર્શાવે છે.
આઈટી અને ઓઈલ કંપનીઓના શેરોમાં વેચવાલી
ગઈકાલના મોટા ગાબડા પછી આજેે સવારે શેરબજાર ઊંચા મથાળે ગેપમાં જ ખૂલ્યું હતું. શરૂમાં નવી લેવાલીનો અભાવ હતો, દરેક ઉછાળે વેચવાલી આવી હતી. જો કે નીચા મથાળે નવી લેવાલી નીકળતાં ઝડપી સુધારો આવ્યો હતો. આજે આઈટી, ઓઈલ એન્ડ ગેસ સેકટરના શેરોમાં વેચવાલીથી નરમાઈ હતી, તે સિવાય બાકીના તમામ સેકટરના શેરોમાં નવી લેવાલીથી મજબૂતી રહી હતી.
રીકવરી આવવાના કારણો
(1) આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલ અને બ્રેન્ટ ક્રૂડના ભાવ તૂટ્યા હતા. ગઈકાલે ક્રૂડ ઓઈલ 119 ડૉલર ચાર વર્ષની ઊંચી સપાટીએ પહોંચી ગયો હતો. જો કે ગત મોડી રાતે ક્રૂડના ભાવ ઝડપથી તૂટ્યા હતા. બ્રેન્ટ ક્રૂડ 9.37 ટકા તૂટી 89.76 ડૉલર પર ટ્રેડ કરતો હતો. ક્રૂડ ઓઈલનો ભાવ 8.92 ટકા ઘટી 86.32 ડૉલર પર ટ્રેડ કરી રહ્યો હતો. આમ ક્રૂડના ભાવ ઘટી જતાં શેરબજારનું સેન્ટિમેન્ટ સુધર્યું હતું.
(2) વૈશ્વિક સ્ટોક માર્કેટ ઊંચકાયા હતા. ગત મોડી રાતે અમેરિકન સ્ટોક માર્કેટ વધીને આવ્યા હતા. જેથી આજે સવારે એશિયાના તમામ સ્ટોક માર્કેટ પ્લસ હતા. તેમજ બપોરે યુરોપિયન સ્ટોક માર્કેટ પણ 2થી 2.90 ટકા ઊંચકાયા હતા. ડાઉ જોન્સ ફ્યુચર 209 પોઈન્ટ પ્લસ હતો. આમ ભારતીય શેરબજારનું સેન્ટિમેન્ટ પોઝિટિવ રહ્યું હતું.
(3) ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો 57 પૈસા વધી 91.78 પર ટ્રેડ કરતો હતો.
ઓઈલ કંપનીઓનું રેટિંગ ડાઉન
ગ્લોબલ બ્રોકરેજ ફર્મ યુબીએસે આઈઓસી, બીપીસીએલ અને એચપીસીએલનું રેટિંગ ઘટાડીને ન્યૂટ્રલ કર્યું છે. કેમ કે ઓઈલ એન્ડ ગેસ કંપનીઓ નફાના માર્જિનમાં ઘટાડો થશે, તેવી ભય સેવાઈ રહ્યો છે. જેથી આજે ઓઈલ એન્ડ ગેસ સેકટરના શેરોમાં વેચવાલી આવી હતી.
એડવાન્સ ડેકલાઈન રેશિયો પોઝિટવ
આજે મંગળવારે મીડકેપ ઈન્ડેક્સ 912 પોઈન્ટ(1.62 ટકા) અને નિફ્ટી સ્મોલકેપ ઈન્ડેક્સ 341 પોઈન્ટ(2.12 ટકા) ઉછળ્યા હતા. પરિણામે એડવાન્સ ડેકલાઈન રેશિયો પોઝિટિવ રહ્યો હતો. 2545 શેરના ભાવ વધ્યા હતા અને 672 શેરના ભાવ ઘટ્યા હતા.
29 શેર બાવન વીક હાઈ પર બંધ હતા. 161 શેર બાવન વીક લો પર બંધ હતા.
105 શેરમાં અપર સર્કિટ લદાઈ હતી અને 63 શેરમાં લોઅર સર્કિટ હતી.
સૌથી વધ ઊંચકાયેલા શેર
શ્રી રામ ફાયનાન્સ(8.05 ટકા), આઈસર મોટર(3.84 ટકા), તાતા મોટર પેસેન્જ વ્હીકલ(3.73 ટકા), ઈન્ડિગો (3.46 ટકા) અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા(3.40 ટકા)
સૌથી વધુ ગગડેલા શેર
ઈન્ફોસીસ (1.41 ટકા), ઈટરનલ(1.25 ટકા), રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ(0.92 ટકા), ભારતી એરટેલ(0.59 ટકા) અને ટીસીએસ(0.40 ટકા)