Shukra Guru Drishti Yog: 18 માર્ચે શુક્ર ગુરુનો દ્રષ્ટિ યોગ ચાર રાશિઓને ધનની ઈચ્છાને પુરી કરશે

by Gujarati biz news
Shukra Guru Drishti Yog

અમદાવાદ- Shukra Guru Drishti Yog  જ્યોતિષશાસ્ત્રમાં 18 માર્ચ, 2026થી બે શુભ ગ્રહ શુક્ર અને ગુરુ કેન્દ્ર દ્રષ્ટિ યોગ બનાવી રહ્યા છે. આ યોગને અત્યંત શુભ માનવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્રમાં પ્રગતિકારક યોગ માનવામાં આવે છે. આનું કારણ એ છે કે શુક્ર એ આનંદ, સુખ, સંપત્તિ અને કલાનું પ્રતિનિધિત્વ કરે છે. જ્યારે ગુરુ જ્ઞાન, ધર્મ અને ભાગ્યનું પ્રતિનિધિત્વ કરે છે. જ્યારે બે ગ્રહો કેન્દ્ર દ્રષ્ટિ યોગ દ્વારા એકબીજાને જૂએ છે, ત્યારે પોઝિટિવ ઉર્જા સર્જાય છે અને ઉર્જામાં વધારો થાય છે.

આ યુતિ સુખમાં વધારો કરે છે

ગુરુ અને શુક્ર ગ્રહ દ્રષ્ટિ યોગમાં(Shukra Guru Drishti Yog) ધન, પ્રતિષ્ઠા, શિક્ષણ અને નૈતિકતામાં એક સાથે વધારો કરે છે  અને આ યોગ જીવનમાં તક, રક્ષણ અને યોગ્ય નિર્ણયો લેવાની ક્ષમતા પ્રદાન કરે છે. ચાલો જોઈએ કે શુક્ર-ગુરુ યુતિને કારણે કઈ રાશિઓના સુખમાં વધારો અને સંપત્તિમાં વધારો કરશે?

વૃષભ રાશિ

18 માર્ચે થનાર શુક્ર-ગુરુ કેન્દ્ર દ્રષ્ટિ યોગ(Shukra Guru Drishti Yog) વૃષભ રાશિ માટે સંબંધોમાં મીઠાશ લાવશે. પરિવાર અને જીવનસાથી સાથેની નાની-મોટી ગેરસમજો ધીમે ધીમે દૂર થઈ શકે છે. પ્રેમ સંબંધોમાં વિશ્વાસ મજબૂત બનશે. કાર્યસ્થળ પર પોઝિટિવ વાતાવરણ બનશે. ધનના મામલે ધીમે ધીમે સફળતા મળવાના સંકેતો છે. આવકની નવી તકો પણ મળી શકે છે. રોકાણો અથવા બચત અંગે વિચાર કરીને નિર્ણયો લેશો તો ભવિષ્યમાં સારો નફો મળી શકે છે.

તુલા રાશિ

તુલા રાશિના સ્વામી શુક્ર છે. આથી આ યુતિ તમારા માટે ખાસ ફળદાયી માનવામાં આવે છે. તમારા લગ્ન જીવનમાં સહયોગ અને સમજણ વધશે. તમને તમારા જીવનસાથી સાથે સમય વિતાવવાની તકો મળી શકે છે. જે લોકો સંબંધમાં જોડાયેલા છે તેઓના સંબધ વધુ મજબૂત બનશે અને ભાવનાત્મક બંધન સ્ટ્રોંગ થશે. કામકાજ કરતાં હશો ત્યાં તમારી મહેનતને ઓળખ મળવાની શક્યતા છે અને તમારા કામની કદર થશે. તમારી આર્થિત સ્થિતિ ધીમે ધીમે સારી થઈ શકે છે. કોઈ જૂનો પ્રયાસ પણ ધન લાભનો રસ્તો ખોલી શકે છે.

ધન રાશિ

ધન રાશિનો સ્વામી ગુરુ છે. તેથી Shukra Guru Drishti Yog  ધન રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે. પરિવાર સાથેના સંબંધો વધુ ગાઢ બનશે અને આપણી વ્યક્તિ છે તેવો અહેસાસ થશે. તમારી કોઈ પ્રિય વ્યક્તિને મળવાથી આનંદ મળી શકે છે. કારકિર્દી અને વ્યવસાય સાથે જોડાયેલા નિર્ણયોમાં સ્પષ્ટતા આવશે. તમે નવા પ્રોજેક્ટ્સ શરૂ કરવા માટે પ્રેરિત થશો. નાણાકીય બાબતોમાં સુધારો થવાના સંકેતો છે. લાંબા સમયથી રોકાયેલા પૈસા મળવાની પણ શક્યતા છે.

મીન રાશિ

આ યુતિ મીન રાશિના જાતકો માટે માનસિક સંતુલન અને સકારાત્મકતા લાવી શકે છે. પરિવાર અને પ્રિયજનો સાથેના સંબંધો પહેલા કરતાં વધુ મધુર બની શકે છે. વૈવાહિક જીવનમાં સમજણ અને સહયોગ વધશે. કારકિર્દીમાં પ્રગતિ માટે નવી તકો ઊભી થઈ શકે છે. નોકરી કે વ્યવસાયમાં પરિવર્તનનો વિચાર કરનારાઓને અનુકૂળતા મળી રહેશે. નાણાકીય સ્થિરતા ધીમે ધીમે આવવાની શક્યતા છે અને ધન સાથે જોડાયેલ અપેક્ષાઓ પૂર્ણ થવાનો યોગ બનશે. તમને સારી તક સામેથી મળી પણ શકે છે.

આ પણ વાંચો….

Guru Margi: 11 માર્ચે ગુરુ ગ્રહ થશે માર્ગી, ત્રણ રાશિઓની ચમકશે કિસ્મત

(નોંધ- અત્રે આપેલ માહિતી જ્યોતિષશાસ્ત્ર આધારિત છે અને  www.gujaratibiznews.com તેની પુષ્ટી કરતું નથી.)

You will also like

Leave a Comment