Oil Refinery in USA: અમેરિકામાં રિલાયન્સની મદદથી ઓઈલ રિફાઈનરી ખૂલશે, ટ્રમ્પે ભારતને કહ્યું ‘Thank You’

by Gujarati biz news
Oil Refinery in USA

નવી દિલ્હી- Oil Refinery in USA મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની વચ્ચે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી જાહેરાત કરી છે. ટ્રમ્પે કહ્યું છે કે વીતેલા 50 વર્ષમાં પહેલીવાર અમેરિકામાં નવી તેલ રિફાઈનરી ખૂલવા જઈ રહી છે.

50 વર્ષ પછી પહેલી રિફાઈનરી

યુએસ પ્રેસિડેન્ટ ટ્રમ્પે કહ્યું છે કે અમેરિકા એનર્જિ ક્ષેત્રમાં પરત ફરી રહ્યું છે. આજે મને જણાવતાં ગર્વ થાય છે કે વીતેલા 50 વર્ષમાં અમેરિકાની પહેલી રિફાઈનરી ટેક્સાસના બ્રાઉનસ્વિલેમાં ખૂલવા જઈ રહી છે.(Oil Refinery in USA) આ ઐતિહાસિક ડીલ 300 અબજ ડૉલરની છે, જે અમેરિકાના ઈતિહાસની સૌથી મોટી ડીલ છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર પોસ્ટ મુકી છે.

રિલાયન્સનો આભાર

તેમણે આગળ કહ્યું હતું કે અમેરિકી કામદારો અને સાઉથ ટેક્સાસના લોકોની ખૂબ મોટી જીત છે. આ રોકાણ માટે અમારા સહયોગી દેશ ભારત અને તેની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી કંપની રિલાયન્સનો આભાર.(Oil Refinery in USA) રિલાયન્સના સહયોગથી અમેરિકા ફરી એકવાર એનર્જિ સેક્ટરમાં સુપરપાવર બનવા જઈ રહ્યું છે. અમારા અમેરિકા ફર્સ્ટ એજન્ડાને કારણે સ્ટ્રીમલાઈનિંગ પરમીટ અને ટેક્સ ઘટાડવાથી દેશમાં અરબો ડૉલરની ડીલ થઈ શકી છે.

અમેરિકી બજારોને તાકાત મળશે

ટ્રમ્પે કહ્યું છે કે(Oil Refinery in USA) બ્રાઉન્સવિલેના બંદરગાહ પર એક નવી રિફાઈનરીથી અમેરિકી બજારોને તાકાત મળશે. અમારી રાષ્ટ્રીય સુરક્ષા મજબૂત થશે અને એનર્જિ પ્રોડ્ક્શનને પ્રોત્સાહન મળશે. જે દુનિયાની સૌથી ચોખ્ખી ચણાક રિફાઈનરી હશે.

ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ કર્યું

આપને જણાવી દઈએ કે ઈરાને ઓઈલ ટેન્કરને હોર્મુઝ સ્ટ્રેટનો ઉપયોગ કરીને રોકી દીધા છે. દુનિયાનું લગભગ 20 ટકા કાચુ તેલ આ રસ્તેથી આવી રહ્યું છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝની પાસે ઓઈલ ટેન્કર પર ઈરાન હૂમલા કરી રહ્યું છે. ઈન્ટરનેશનલ મેરીટાઈમ ઓર્ગેનાઈઝેશન અનુસાર હોર્મુઝ સ્ટ્રેટની પાસે મર્ચન્ટ શીપ પર થયેલા હૂમલામાં અત્યાર સુધીમાં સાત નાવિકના મોત થયા છે.

ઈરાનના 50થી વધુ જહોજોને નષ્ટ કર્યા

ઈરાની સાથે યુદ્ધને લઈને વ્હાઈટ હાઉસના પ્રવક્તા કૈરોલાઈન લૈવિટે કહ્યું છે કે અમેરિકાએ ડ્રોન લોન્ચ કરનાર 50થી વધુ જહાજોને નષ્ટ કરી દીધા છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને તેમની ટીમ બજારની સ્થિતિ પર બારીક નજર રાખી રહ્યા છે અને જરૂરિયાત પડશે તો વધારાનો વિકલ્પ તૈયાર કરાઈ રહ્યો છે. લૈવટે કહ્યું હતું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ ઉર્જા સાથે જાડાયેલા મુદ્દા પર વધારાના પગલા ઉઠાવવાથી ડરતા નથી. રાષ્ટ્રપતિને વિશ્વાસ છે કે નિર્ધારિત લક્ષ્યને ખૂબ ઝડપથી હાંસલ કરી લેવામાં આવશે. લૈવિટે એમ પણ કહ્યું હતું કે ઈરાનની વિરુદ્ધ આ ઓપરેશન ત્યારે સમાપ્ત થશે, જ્યારે ટ્રમ્પ માની રહ્યા છે તે તમામ લક્ષ્ય પુરા થઈ જશે અને ઈરાન વિના શરતે આત્મસમર્પણ કરી દેશે.

આ પણ વાંચો….

US Iran War 2026: યુએસ રક્ષાપ્રધાને ખૂલ્લી ચેતવણી આપી કે આ તો બસ ટ્રેલર છે, ઈરાન ઘૂંટણીયે પડશે

You will also like

Leave a Comment