Stock Market Rebound: ટ્રમ્પના એક નિવેદનથી સેન્સેક્સમાં 1186 પોઈન્ટનો ઉછાળો, મૂડીમાં 10 લાખ કરોડ રીકવર થયા

by Gujarati biz news
Stock Market Rebound

અમદાવાદ- Stock Market Rebound શેરબજારમાં આજે બુધવારે મોટો ઉછાળો આવ્યો હતો. ટ્રમ્પના નિવેદન પછી હવે ઈરાન યુદ્ધ પર પૂર્ણવિરામ મુકાશે, તેવી ધારણાએ વિશ્વના શેરબજારો ઝુમી ઉઠ્યા હતા. તમામ સેકટરના શેરોમાં ભારે લેવાલી આવી હતી. પરિણામે બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 1186 પોઈન્ટ ઉછળી 73,134 બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી(NSE Nifty) 348 પોઈન્ટ ઉછળી 22,679 બંધ રહ્યો હતો. બેંક નિફ્ટી(Nifty Bank) 1173 પોઈન્ટ ઉછળી 51,448 બંધ હતો. આજે માર્કેટ કેપમાં 10 લાખ કરોડનો વધારોનોંધાયો હતો. યુએસ પ્રેસિડેન્ટ ટ્રમ્પનું(US President Donald Trump) શું નિવેદન આવ્યું? બજારમાં ઝડપી રીકવરી આવવાના કારણો? શું આ રીકવરી પર વિશ્વાસ કરી શકાય? ટેકનિકલ લેવલ શું કહી રહ્યા છે? શેરબજારનો(Share Market India) ટ્રેન્ડ કેવો રહેશે?

જૂઓ વીડિયો….

શેરબજાર ખૂલતાનું લાઈવ અપડેટ

ભારતીય શેરબજાર ખૂલ્યા પછી તૂરંત બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 2000થી વધુ પોઈન્ટનો ઉછાળો આવ્યો હતો. એનએસઈ નિફ્ટી(NSE Nifty) 558 પોઈન્ટ ઊંચકાયો હતો. બેંક નિફ્ટી 1476 પોઈન્ટ ઉછળ્યો હતો. આજે બજાર ખૂલતા શેરોની જાતે-જાતમાં ભારે લેવાલી આવી હતી.

ટ્રમ્પનું નિવેદન

યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે અમેરિકા 1-2 સપ્તાહમાં ઈરાન યુદ્ધમાં બહાર નીકળી જશે, તેમના નિવેદનને પગલે ઈરાન યુદ્ધ સમાપ્ત થવાની સંભાવના છે. જેને પગલે શેરબજારમાં ખૂબ ઝડપથી રીબાઉન્ડ(Stock Market Rebound) જોવા મળ્યો હતો.

10 લાખ કરોડ રીકવર થયા

નવા નાણાકીય વર્ષના પ્રથમ દિવસ પહેલી એપ્રિલના દિવસે જ માર્કેટ ઉછળીને આવતાં માર્કેટ કેપિટલાઈઝેશનમાં રૂપિયા 10 લાખ કરોડથી વધુનો વધારો થયો હતો. એટલે કે રોકાણકારોની મૂડીમાં 10 લાખ કરોડનો વધારો થયો છે. બીએસઈ સેન્સેક્સ આધારિત 30 શેરોમાં તેજી જોવાઈ હતી. જેમાં સૌથી વધુ બીઈએલ અને બજાજ ફાઈનાન્સમાં નોંધપાત્ર ઉછાળો નોંધાયો હતો.

ડાઉ જોન્સ અને નેસ્ડેકમાં ભારે ઉછાળો

યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના યુદ્ધ અંગે પોઝિટિવ નિવેદનને પગલે ગત મોડી રાતે અમેરિકાનો ડાઉ જોન્સ 1125 પોઈન્ટ(2.49 ટકા) ઉછળી 46,341 બંધ રહ્યો હતો. તેમજ નેસ્ડેક 795 પોઈન્ટ(3.83 ટકા) ઉછળ્યો હતો. જે પછી આજે બુધવારે સવારે(Stock Market Rebound) એશિયાઈ સ્ટોક માર્કેટ ભારે ઊંચા મથાળે ગેપમાં ખુલ્યા હતા. જાપાનનો નિક્કી ઈન્ડેક્સ 2301 પોઈન્ટ(4.51 ટકા), હોંગકોંગનો હેંગસેંગ 520 પોઈન્ટ(2.06 ટકા), સિંગાપોરનો સ્ટ્રેઈટ ટાઈમ્સ 91 પોઈન્ટ(1.87 ટકા), તાઈવાનનો તેઈપેઈ 1455 પોઈન્ટ(4.59 ટકા), કોરિયાનો કોસ્પી 359 પોઈન્ટ(7.13 ટકા), થાઈલેન્ડનો સેટ કમ્પોઝિટ ઈન્ડેક્સ 18 પોઈન્ટ(1.28 ટકા) જાકાર્તાનો ઈન્ડેક્સ 111 પોઈન્ટ(1.58 ટકા) અને ચીનનો સાંઘાઈ 52 પોઈન્ટ(1.36 ટકા) ઊંચકાયા હતા.

ક્રૂડના ભાવ તૂટ્યા

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવમાં કડાકો બોલી ગયો હતો. બ્રેન્ટ ક્રૂડ ઘટીને 105.22 ડૉલર અને ક્રૂડ ઓઈલ 102.89 ડૉલર પર ટ્રેડ કરતાં હતા. આમ ક્રૂડના ભાવ ઝડપી ઘટીને આવતાં દુનિયાના શેરબજારમાં તોફાની તેજી(Stock Market Rebound) થઈ હતી.

ડૉલર સામે રૂપિયો મજબૂત થયો

ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો 5 પૈસા વધી 94.77 પર ટ્રેડ કરતો હતો.

સેન્સેક્સમાં ભારેખમ ઉછાળો

આમ તમામ ફેકટર પોઝિટિવ થતાં(Stock Market Rebound) ભારતીય શેરબજારમાં ભારે ઉછાળો નોંધાયો હતો. બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) આગલા બંધ ઈન્ડેક્સ 71,947ની સામે આજે સવારે 73,762ના ભારે ઊંચા મથાળે ગેપમાં ખુલ્યો હતો. અને તુરંત જ વધુ ઉછળીને 73,916 થયો હતો. સવારે 9.45 કલાકે સેન્સેક્સમાં 1750 પોઈન્ટનો ઉછાળો હતો અને સેન્સેક્સ 73,672 પર ટ્રેડ કરી રહ્યો હતો.

નિફ્ટી ઝડપી ઊંચકાયો

એનએસઈ નિફ્ટી ઈન્ડેક્સ(NSE Nifty) આગલા બંધ ઈન્ડેક્સ 22,331ની સામે આજે બુધવારે સવારે ભારે ઊંચા મથાળે 22,899 ખુલ્યો હતો. જે તુરંત વધુ ઉછળી 22,937 થયો હતો. સવારે 9.47 કલાકે નિફ્ટી 533 પોઈન્ટ ઉછળીને 22,864 પર ટ્રેડ કરી રહ્યો છે.

બેંક નિફ્ટી પણ ઉછળ્યો

બેંક નિફ્ટી સવારે 9.48 કલાકે 1257 પોઈન્ટના ઉછાળા સાતે 51,532 પર ટ્રેડ કરી રહ્યો છે. તેમજ મીડકેપ ઈન્ડેક્સ 1633 પોઈન્ટ(3.10 ટકા) પર ટ્રેડ કરી રહ્યો છે.

એડવાન્સ ડેક્લાઈન રેશિયો પોઝિટિવ

એડવાન્સ ડેક્લાઈન રશિયો પોઝિટિવ હતો. 2757 શેરના ભાવ વધ્યા હતા અને માત્ર 119 શેર ઘટ્યા હતા. આજે 158 શેરમાં અપર સર્કિટ લદાઈ હતી. તેમજ 16 શેર બાવન વીક હાઈ પર ટ્રેડ કરી રહ્યા હતા.

સૌથી વધુ ઊંચકાયેલા શેર

આજે બુધવારે સવારે સૌથી વધુ ઊંચકાયેલા શેરમાં ઈન્ડિગો, ટ્રેન્ટ, બીઈએલ, અદાણી પોર્ટ, શ્રી રામ ફાયનાન્સ, અદાણી એન્ટરપ્રાઈઝ, ટીસીએસ અને બજાજ ફાઈનાન્સ હતા.

You will also like

Leave a Comment