
ગુજરાત સુરક્ષિત અને પ્રગતિશીલ રાજ્ય
પ્રાપ્ત માહિતી અનુસાર, એપ્રિલ 2025 થી ડિસેમ્બર 2025ના નવ મહિનાના સમયગાળા દરમિયાન ગુજરાતે આશરે રૂપિયા 44,041.7 કરોડ જેટલું જંગી વિદેશી રોકાણ(FDI in Gujarat) આકર્ષવામાં સફળતા મેળવી છે. આ આંકડાઓ પરથી ચોક્કસપણે કહી શકાય કે, ગુજરાત દેશના ટોપ ત્રણ રાજ્યોમાં પોતાનું સ્થાન જાળવી રાખીને વિદેશી રોકાણકારો માટે સુરક્ષિત અને પ્રગતિશીલ ગંતવ્ય સાબિત થયું છે.
52 ટકા હિસ્સો અમદાવાદમાં
આ સમયગાળા દરમિયાન રાજ્યમાં આવેલા FDIમાં(FDI in Gujarat) અડધાથી વધુ એટલે કે, 52 ટકા જેટલો હિસ્સો એકલા અમદાવાદ જિલ્લાનો છે. ગુજરાતે માત્ર ઓક્ટોબર 2025 થી ડિસેમ્બર 2025 સુધીના ત્રણ મહિનામાં જ રૂપિયા 24,716 કરોડનું રોકાણ પ્રાપ્ત કર્યું છે. જેમાં, સૌથી વધુ અમદાવાદમાં રૂપિયા 23,699 કરોડનું રોકાણ પ્રાપ્ત થયું છે, જે દર્શાવે છે કે અમદાવાદ વૈશ્વિક કક્ષાના બિઝનેસ સેન્ટર તરીકે ઉભરી આવ્યું છે.

FDI in Gujarat બીજા ક્રમે ગાંધીનગરમાં રૂપિયા 590 કરોડ મૂડીરોકાણ આવ્યું છે. ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટી રાજ્યમાં વિદેશી રોકાણ લાવવા માટે એક મહત્વપૂર્ણ ઉદ્દીપક તરીકે કામ કરી રહ્યું છે. આ ઉપરાંત ખેડા, કચ્છ, મહેસાણા, પંચમહાલ, રાજકોટ, સુરત, સુરેન્દ્રનગર, વડોદરા, આણંદ, અને નવસારી સહિતના જિલ્લાઓ પણ વિદેશી રોકાણ આકર્ષવામાં સફળ રહ્યા છે.
25 વર્ષમાં કેટલું રોકાણ આવ્યું?
ઉલ્લેખનીય છે કે, એપ્રિલ 2000 થી ડિસેમ્બર 2025 સુધીના 25 વર્ષ દરમિયાન ગુજરાતે રૂપિયા 3,91,613 કરોડ વિદેશી રોકાણ(FDI in Gujarat) મેળવ્યું છે, જે દેશમાં આવેલા કુલ વિદેશી રોકાણના 15 ટકાથી પણ વધુ થાય છે. રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, ગિફ્ટ સિટી અને ધોલેરા સર જેવા પ્રોજેક્ટ્સને કારણે આગામી વર્ષોમાં આ રોકાણ હજુ પણ વધવાની પ્રબળ શક્યતા છે.
ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ
રાજ્ય સરકારની પ્રોત્સાહક નીતિઓને કારણે ખાસ કરીને સેમિકન્ડક્ટર, ગ્રીન એનર્જી, ડેટા સેન્ટર્સ, ફાર્મા અને સંરક્ષણ જેવા ભવિષ્યના ક્ષેત્રોમાં રોકાણકારોએ વિશેષ રસ દાખવ્યો છે. ઉદ્યોગ જગતના અગ્રણીઓ પણ ગુજરાતની ‘પ્રો-એક્ટિવ’ સરકારી નીતિઓની પ્રશંસા કરી રહ્યા છે. રાજ્યમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસને કારણે પરંપરાગત ક્ષેત્રોની સાથે સનરાઇઝ સેક્ટર્સમાં પણ મોટી તકો ઊભી થઈ છે.
વધુ રોજગારીની તકો
ગુજરાત સરકાર આ ગતિને જાળવી રાખવા અને આગામી સમયમાં FDIના ક્ષેત્રે પ્રથમ ક્રમ હાંસલ કરવા માટે કટિબદ્ધ છે. FDI in Gujarat રાજ્યમાં રોકાણ માટેનું સાનુકૂળ વાતાવરણ અને નવી ઉદ્યોગ નીતિઓ આગામી દિવસોમાં વધુ રોજગારીની તકો ઉભી કરશે અને રાજ્યના અર્થતંત્રને નવી ઊંચાઈ પર લઈ જશે.
Mata ni Pachedi Heritage Top Story
Mata ni Pachedi Heritage: 400 વર્ષ જૂની હસ્તકળા ‘માતાની પછેડી’ને વૈશ્વિક ઓળખ મળી

