અમદાવાદ– Stock Market India શેરબજારમાં સતત ચોથા દિવસે ગાબડું પડ્યું છે. સપ્તાહના કામકાજના અંતિમ દિવસે બે તરફી ભારે અફરાતફરી રહી હતી. સેન્સેક્સમાં ઈન્ટ્રા-ડે હાઈથી 1314 પોઈન્ટનો કડાકો બોલ્યો હતો. લેવાલી અને વેચવાલી એમ બે બાજુના કામકાજ હતા. ટ્રેડિંગ સેશનને અંતે બીએસઈ સેન્સેક્સ 125 પોઈન્ટ ઘટી 73,123 બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી ઈન્ડેક્સ 87 પોઈન્ટ ઘટી 22,600 બંધ થયો હતો. તેમજ બેંક નિફ્ટી 638 પોઈન્ટ તૂટી 54,287 બંધ થયો હતો.
સેન્સેક્સ 125 પોઈન્ટ ઘટ્યો
મુંબઈ શેરબજારનો સેન્સેક્સ સવારે 73,665 ખૂલીને શરૂમાં વધુ વધી 73,766 થઈ અને ત્યાં ભારે વેચવાલી ફરી વળતાં ઘટી 72,452 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 73,123.83 બંધ થયો હતો. જે ગુરુવારના બંધ સેન્સેક્સની સરખામણીએ 125.56નો ઘટાડો દર્શાવે છે.
નિફ્ટી 87 પોઈન્ટ ઘટ્યો
નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 22,742ના ઊંચા મથાળે ગેપમાં ખૂલીને વધુ વધી 22,787 થઈ અને ત્યાં જોરદાર વેચવાલી આવતાં તૂટી 22,372 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 22,600 બંધ થયો હતો. જે ગુરુવારના બંધ નિફ્ટીની સરખામણીએ 87.65નો ઘટાડો દર્શાવે છે.
મીડકેપ ઈન્ડેક્સમાં 1263 પોઈન્ટનો કડાકો
Stock Market India સવારે શેરોના ભાવ અને ઈન્ડેક્સ ઊંચા મથાળે ખૂલ્યા હતા. શરૂમાં નવી લેવાલી આવી હતી. પણ ઊંચા મથાળે જોરદાર વેચવાલી ફરી વળી હતી, જેથી સવારની તેજી અટકી ગઈ હતી, અને ચોથા દિવસે ઘટાડો નોંધાયો હતો. શેરબજારમાં ઑવરઓલ ગાબડા પડ્યા હતા. મીડકેપ ઈન્ડેક્સમાં 1263 પોઈન્ટનો કડાકો બોલી ગયો હતો. તેમજ નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 536 પોઈન્ટ તૂટ્યો હતો.
ગ્લોબલ માર્કેટ નેગેટિવ
વૈશ્વિક સ્ટોક માર્કેટમાં નેગેટિવ ટ્રેન્ડ હતો. એશિયાઈ સ્ટોક માર્કેટ અને બપોરે યુરોપિયન સ્ટોક માર્કેટ માઈનસમાં હતા. બપોરે ડાઉ જોન્સ ફ્યુચર 315 પોઈન્ટ માઈનસમાં ટ્રેડ કરતો હતો. જેથી ભારતીય શેરબજારમાં નવી લેવાલીનો અભાવ રહ્યો હતો અને ઊંચા મથાળે નફારૂપી વેચવાલી આવી હતી.
ક્રૂડની કીમતો વધી
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કીમત વધીને આવી હતી. રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધ વધુ વકરયું છે, તેમજ હૂતિ વિદ્રોહીઓના પણ હૂમલા ચાલુ રહ્યા છે. જીઓ પોલિટિકલ ટેન્શન વધીને આવ્યું છે, પરિણામે હવે પછીના દિવસોમાં એનર્જિ સપ્લાય પર અસર પડશે, તેવા ભય વચ્ચે બ્રેન્ટ ક્રૂડ 1.28 ડૉલર વધી 104.42 ડૉલર પર ટ્રેડ કરતો હતો. ક્રૂડ ઓઈલ 1.38 ડૉલર વધી 100.85 ડૉલર પર ટ્રેડ કરતો હતો. આમ ક્રૂડના ભાવ મજબૂત રહેતાં ભારતીય શેરબજાર પર નેગેટિવ અસર જોવાઈ હતી.
એફઆઈઆઈ નેટ સેલર
Stock Market India એફઆઈઆઈ સતત નેટ સેલર રહી છે. 22 ઓકટોબરે એફઆઈઆઈએ રૂપિયા 3458 કરોડનું નેટ વેચાણ કર્યું હતું. જેથી શેરબજારમાં માનસ નેગેટિવ રહ્યું હતું. એફઆઈઆઈએ ઓકટોબર મહિનામાં 51,466 કરોડનું નેટ સેલ કર્યું છે.
અવિશ્વાસનું વાતાવરણ
શેરબજારમાં હજી અવિશ્વાસનું વાતાવરણ છે, ઊંચા મથાળે નવી લેવાલી અટકી જાય છે અને તેજીવાળા દરેક ઊંચા મથાળે વેચવા દોડી આવે છે, જેથી તેજીને બ્રેક વાગે છે. આથી જ છેલ્લા ચાર દિવસથી શેરબજાર ઊંચા મથાળેથી પટકાય છે.
312 શેરમાં લોઅર સર્કિટ
શુક્રવારે બજાર તૂટીને આવતાં એડવાન્સ ડેક્લાઈન રેશિયો નેગેટિવ રહ્યો હતો. 623 શેરના ભાવ વધ્યા હતા અને 3011 શેરના ભાવ ઘટ્યા હતા. 655 શેરના ભાવ બાવન વીક લો પર બંધ હતા, તેમજ 312 સ્ટોકમાં લોઅર સર્કિટ લદાઈ હતી.
ટોપ લુઝર્સ
સૌથી વધુ ગગડેલા શેરમાં શ્રી રામ ફાયનાન્સ(3.98 ટકા), અદાણી એન્ટરપ્રાઈઝ(2.86 ટકા), જેએસડબલ્યુ સ્ટીલ(2.83 ટકા), જિઓ ફાયનાન્સ(2.74 ટકા) અને તાતા સ્ટીલ(2.70 ટકા)
જિઓના આઈપીઓનો રેકોર્ડ
જિઓ પ્લેટફોર્મના 30,187 કરોડના જંગી આઈપીઓને અભૂતપૂર્વ સફળતા મળી છે. આજે આઈપીઓના ત્રીજા અને અંતિમ દિવસે આઈપીઓએ રેકોર્ડ સર્જ્યો છે. જીઓનો આઈપીઓ કુલ 21.33 ગણો છલકાયો છે. રીટેઈલ પોર્શન 2.70 ગણો ભરાયો છે. તેમજ આ આઈપીઓની વિશેષ અને મહત્ત્વની વાત એ છે કે 1 કરોડ 34 લાખ 05 હજાર, 767 અરજી(એપ્લિકેશન) આવી છે, જે એક રેકોર્ડ ગણાય છે. ગ્રે માર્કેટમાં જીઓનું રૂપિયા 250 (22 ટકા) પ્રિમિયમ બોલાતું હતું.
કંપનીઓના પરિણામ
અગ્રણી કંપનીઓમાં બીજા ત્રિમાસિક ગાળાના પરિણામોમાં ઈન્ફોસીસનો નફો 6 ટકા વધી રૂ.7,823 કરોડ આવ્યો છે અને કંપનીએ શેરહોલ્ડરોને રૂપિયા 26 ડિવિડંડ જાહેર કર્યું છે. અદાણી પાવરનો નફો 134 ટકા વધ્યો છે અને રેવન્યૂ 44 ટકા વધી છે. એસબીઆઈ કાર્ડનો નફો 75 ટકા વધ્યો છે, અને આવક માત્ર 3 ટકા વધી છે.
આગામી સપ્તાહે શેરબજાર કેવું રહેશે?
Stock Market India શેરબજાર બે તરફી ભારે વધઘટમાં અથડાઈ રહ્યું છે. ટેકનિકલી માર્કેટ વીક થયું છે. પણ નિફ્ટી 22,500 નીચે બંધ નથી આવ્યો. જેથી ઘટાડે સપોર્ટિંગ બાઈંગ આવી રહ્યું છે. બીજુ ઊંચા મથાળે વેચવાલી આવે છે, તે પણ હકીકત છે. આગામી સપ્તાહે શેરબજારમાં આવી જ રીતે અફરાતફરીભરી વધઘટ રહેશે. જીઓ પોલિટકલ ટેન્શન અને ક્રૂડની કીમતો શેરબજારની ભાવિ ચાલ નક્કી કરશે. બેંક નિફ્ટી ટેકનિકલી નરમ છે.
Disclaimer: શેરબજારનું રોકાણ જોખમોને આધીન હોય છે. રોકાણ કરતાં પહેલા નિષ્ણાતની સલાહ લેવી. અત્રે માર્કેટનું એનાલિસીસ કરવાનો પ્રયત્ન કરેલો છે. અમે રોકાણની સલાહ આપતાં નથી.

