Stock Market India: ઊંચા મથાળે નફારૂપી વેચવાલીથી સેન્સેક્સ 114 પોઈન્ટ ઘટ્યો, કાલે તેજી થશે?

by Gujarati biz news
Stock Market India

અમદાવાદ- Stock Market India શેરબજારમાં બે તરફી વધઘટ વચ્ચે ઢીલાશ રહી હતી. સેન્સેક્સની વીકલી એક્સપાયરી હતી, પરિણામે ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ આવ્યું હતું. બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 114 પોઈન્ટ ઘટી 77,844 બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી(NSE Nifty) 4 પોઈન્ટ ઘટી 24,326 બંધ થયો હતો. બેંક નિફ્ટી(Bank Nifty) 66 પોઈન્ટ વધી 56,047 બંધ થયો હતો. મીડેકપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ પ્લસ બંધ હતા. શેરબજારે પોઝિટિવ ફેક્ટર ડિસ્કાઉન્ટ કર્યા છે. હાલ 6 ફેક્ટર પોઝિટિવ છે. તમારી સ્ટ્રેટેજી બદલો કેવી રીતે? સપ્તાહના છેલ્લા દિવસે બજાર(Share Market India) કેવું રહેશે? ટેકનિકલી સપોર્ટ લેવલ જાણીશું અને ઉપરમાં માર્કેટ કયા સુધી જઈ શકે છે?

જૂઓ વીડિયો….

સેન્સેક્સ 114 પોઈન્ટ ઘટ્યો

મુંબઈ શેરબજારનો સેન્સેક્સ (BSE Sensex) આજે સવારે 78,339ના ઊંચા મથાળે ગેપમાં ખૂલીને શરૂમાં વધુ વધી 78,384 થઈ અને નફારૂપી વેચવાલી ફરી વળતાં ઘટી 77,713 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 77,844.52 બંધ થયો હતો. જે ગઈકાલના બંધ સેન્સેક્સની સરખામણીએ 114 પોઈન્ટ ઘટ્યો હતો.

નિફ્ટી માત્ર 4 પોઈન્ટ નરમ

નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ(NSE Nifty) 24,398 ના ભારે ઊંચા મથાળે ગેપમાં ખૂલીને શરૂમાં વધી 24,482 થઈ અને પ્રોફિટ બુકિંગ આવતાં ઘટી 24,284 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 24,326.65 બંધ થયો હતો. જે ગઈકાલની સરખામણીએ 4.30 નરમ રહ્યો હતો.

સેન્સેક્સ વીકલી એક્સપાયરી

શેરબજારમાં(Stock Market India) આજે ગુરુવારે સેન્સેક્સની વીકલી એક્સપાયરી હતી, જેથી સેન્સેક્સ બેઈઝ શેરોમાં સ્કેવરઓફ કરવારૂપી કામકાજ વિશેષ હતા. પરિણામે આજે બે તરફી વધઘટ જોવા મળી હતી. બીજી તરફ બેંક નિફ્ટી, મીડકેપ અને સ્મોલકેપ શેરોમાં નવી લેવાલી ચાલુ રહી હતી. જેથી બેંક નિફ્ટી 66 પોઈન્ટ, મીડકેપ ઈન્ડેક્સ 676 પોઈન્ટ અને સ્મોલકેપ ઈન્ડેક્સ 161 પોઈન્ટ ઊંચકાઈને બંધ થયા હતા. આજે સતત બીજા દિવસે ઓટોમોબાઈલ સ્ટોકમાં નવી ખરીદી ચાલુ રહી હતી. તેની સાથે બેંક, કેપિટલ ગુડ્ઝ ડીફેન્સ સેકટરના શેરોમાં નવી લેવાલી આવી હતી. જ્યારે આઈટી અને એફએમસીજી સેકટરના શેરોમાં વેચવાલીથી નરમાઈ હતી.

નેગેટિવ કારણો

(1) ગઈકાલે શેરબજારમાં ભારે ઉછાળો નોંધાયો હતો, જેથી આજે ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ જોવાયું હતું.

(2) તેજીવાળા ખેલાડીઓએ બેંક, મીડકેપ અને સ્મોલકેપ શેરોમાં લેવાલી કાઢી હતી. જેથી સેન્સેક્સ અને નિફ્ટી બેઝ્ડ સ્ટોક ઘટ્યા હતા.

(3) ભારતીય શેરબજારમાં(Stock Market India) એફઆઈઆઈ નેટ સેલર છે. 6 મેના રોજ એફઆઈઆઈએ રૂપિયા 5,834 કરોડનું નેટ સેલ કર્યું હતું. શેરબજારમાં એફઆઈઆઈનું સેલીંગ પ્રેશર રહે છે, જેથી માર્કેટનું સેન્ટિમેન્ટ ખરડાયેલું રહ્યું હતું.

Stock Market Indiaપોઝિટિવ ફેકટર

(1) યુએસ અને ઈરાન(US Iran War 2026) વચ્ચે શાંતિ ડીલ થવાની ધારણા છે. 14 મુદ્દાઓને ડ્રાફ્ટ તૈયાર છે. જો આ ડીલ થશે તો મિડલઈસ્ટ યુદ્ધ સમાપ્ત થશે.

(2) આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના(Crude Oil Prices ) ભાવ ઘટ્યા હતા અને 100 ડૉલરની નીચે ઉતરી જતાં શેરબજાર માટે તે પોઝિટિવ ફેક્ટર બન્યું હતું. બ્રેન્ટ ક્રૂડ  2.82 ડૉલર ઘટી 98.45 ડૉલર પર ટ્રેડ કરતું હતું. ક્રૂડ ઓઈલ વધુ 2.71 ડૉલર ઘટી 92.37 ડૉલર પર ટ્રેડ કરતું હતું.

(3) ફોરક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો વધુ 35 પૈસા ઘટી 94.26 પર ટ્રેડ કરતો હતો.

(4) ગત મોડીરાતે અમેરિકાનો ડાઉ જોન્સ 612 પોઈન્ટ અને નેસ્ડેક 512 પોઈન્ટ ઉછળીને આવ્યા હતા. જેની પાછળ આજે સવારે એશિયાઈ સ્ટોક માર્કેટમાં નવા બાઈંગથી ઉછાળો આવ્યો હતો. તેમજ જાપાનના નિક્કી ઈન્ડેક્સમાં 3550 પોઈન્ટ(5.63 ટકા)નો ભારેખમ ઉછાળો આવી 63,064 રેકોર્ડ ઊંચાઈએ બંધ રહ્યો હતો.

(5) અત્યાર સુધી ભારતીય કંપનીઓના કવાર્ટર ફોરના પરિણામ ધારણા કરતાં પ્રોત્સાહક આવ્યા છે. આજે જ એમઆરએફનો ચોથા ત્રિમાસિકગાળાનો નફો 37 ટકા વધીને આવ્યો હતો અને રૂપિયા 10 ફેસવેલ્યૂવાળા શેરમાં શેરદીઠ રૂપિયા 229 ફાઈનલ ડિવિડંડ જાહેર કર્યું છે. જે 2290 ટકા જેટલું થવા જાય છે. તેમજ એવલોન ટેકનોલોજીનો નફો 24 ટકા વધીને આવ્યો હતો. કારટ્રેડ ટેકનો નફો રૂ.42 કરોડથી 54 ટકા વધી રૂ.64 કરોડ આવ્યો હતો.

(6) આજે નહી તો કાલે એફઆઈઆઈ(FII Net Seller) ભારતીય શેરબજારમાં(Stock Market India) ફરીથી ખરીદી કરવા આવશે, તેવો આશાવાદ છે.

એડવાન્સ ડેકલાઈન રેશિયો પોઝિટિવ હતો. 2290 શેરના ભાવ વધ્યા હતા અને 999 શેરના ભાવ ઘટ્યા હતા. તેમજ 193 શેર બાવન વીક હાઈ પર બંધ હતા, જ્યારે 10 શેર બાવન વીક લો પર બંધ હતા. 143 સ્ટોકમાં અપર સર્કિટ લદાઈ હતી. તો સામે 45 સ્ટોકમાં લોઅર સર્કિટ લદાઈ હતી.

સૌથી વધુ ઊંચકાયેલા શેર

એચડીએફસી લાઈફ(3.57 ટકા), બજાજ ફાઈનાન્સ(2.63 ટકા), મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા(1.98 ટકા), ગ્રાસિમ(1.39 ટકા) અને એનટીપીસી(1.28 ટકા)

સૌથી વધુ ગગડેલા શેર

હિન્દુસ્તાન યુનીલીવર(1.90 ટકા), ટીસીએસ(1.33 ટકા), ટાઈટન(1.16 ટકા), ટેક મહિન્દ્રા(1.14 ટકા) અને આઈટીસી(1.01 ટકા)

કાલે શેરબજાર કેવું રહેશે?

Stock Market India શેરબજારમાં સેન્સેક્સ અને નિફ્ટી બેઈઝ્ડ સ્ટોકમાં વેચવાલી હતી. તો સામે બેંક, મીડકેપ અને સ્મોલકેપ સ્ટોકમાં સારી એવી લેવાલી ચાલુ રહી હતી.  તેમજ સેન્સેક્સ અને નિફ્ટીના આજના ક્લોઝિંગ પણ મજબૂત રહ્યા છે. એટલે કે બ્રેકઆઉટ આવ્યો છે. ટેકનિકલી શોર્ટ ટર્મ અને મીડિયમ ટર્મ ટ્રેન્ડ પોઝિટિવ થયો છે. નિફ્ટીમાં 24,100, સેન્સેક્સમાં 77,300 અને બેંક નિફ્ટીમાં 55,200ના સપોર્ટ લેવલ બની ગયા છે. આ લેવલ ન તૂટે અને તેજી આગળ વધશે. ઉપરમાં નિફ્ટી 24,800, સેન્સેક્સ 79,000 અને બેંક નિફ્ટી 57,000 સુધી જઈ શકે છે.

FDI In Gujarat 2026 Top trending News

FDI in Gujarat: FDI ઇન્ફ્લોમાં ગુજરાત દેશભરમાં ત્રીજા ક્રમે, કયા શહેરમાં સૌથી વધુ રોકાણ આવ્યું?

You will also like

Leave a Comment