Gold Silver Market: સોના ચાંદીના ભાવ તૂટ્યા, શું હવે ખરીદી કરવાનો સમય આવ્યો છે?

by Gujarati biz news
Gold Silver Market

Gold Silver Marketઅમદાવાદ- Gold Silver Market વીતેલા સપ્તાહે સોના ચાંદીના ભાવમાં કડાકો આવ્યો હતો. સોના ચાંદીમાં ઑલરાઉન્ડ વેચવાલી આવી હતી. પરિણામે સોનાનો ભાવ(Gold Rate Today) 200 દિવસની મુવીંગ એવરેજ તોડીની નીચે ગયો હતો. એવું તો શું થયું કે સોના ચાંદીમાં એકાએક ભારે વેચવાલી આવી?(Gold Price Today) ગોલ્ડ સિલ્વર તૂટવા પાછળના સોલીડ કારણો? શું સોનું ચાંદીના ભાવ તળિયે આવી ગયા છે?શું હવે સોનું ચાંદીમાં ઘટ્યા ભાવે ખરીદી કરી શકાય? આગામી સપ્તાહે સોના ચાંદી બજાર(Gold Silver Market) કેવું રહેશે? સોના ચાંદીમાં નીચા ભાવે નવું બાઈંગ આવશે કે પછી વધુ ઘટશે? ટેકનિકલ લેવલ શું કહે છે?

જૂઓ વીડિયો….

સ્થાનિકમાં સોનું 4,000 રૂપિયા તૂટ્યું

અમદાવાદ સોનાચાંદી બજારમાં(Gold Silver Market) 24 કેરેટ સોનું દસ ગ્રામે રૂપિયા 4,000 ઘટી ભાવ રૂપિયા 1,57,000 રહ્યો હતો. ચાંદી ચોરસા એક કિલોગ્રામે રૂપિયા 10,000 તૂટી ભાવ રૂપિયા 2,50,000 રહ્યો હતો.

ગોલ્ડ ફ્યુચરમાં 228 ડૉલરનો કડાકો

આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડ ઓગસ્ટ ફ્યુચર સપ્તાહની શરૂઆતે વધી 4,577 ડૉલર થઈ અને ત્યાં ભારે વેચવાલીથી ઘટી 4,336 ડૉલર થઈ અને સપ્તાહને અંતે 4,365 ડૉલર બંધ રહ્યો હતો. જે આગલા સપ્તાહની સરખામણીએ 228 ડૉલરનો(4.96 ટકા) કડાકો દર્શાવે છે.

સ્પોટ ગોલ્ડ 210 ડૉલર તૂટ્યું

સ્પોટ ગોલ્ડ સપ્તાહની શરૂઆતે વધી 4,546 ડૉલર થઈ અને ત્યાં જોરદાર વેચવાલી આવતાં તૂટી 4,311 ડૉલર થઈ અને સપ્તાહને અંતે 4,329 ડૉલર બંધ થયો હતો. જે આગલા સપ્તાહની સરખામણીએ 210 ડૉલર(4.63 ટકા) તૂટ્યો હતો.

સિલ્વર ફ્યુચરમાં ભારે વેચવાલી 

સિલ્વર જુલાઈ ફ્યુચર સપ્તાહની શરૂઆતે વધી 77.35 ડૉલર થઈ અને ત્યાં ઑલરાઉન્ડ વેચવાલીથી ગબડી 67.70 ડૉલર થઈ અને સપ્તાહને અંતે 69.10 ડૉલર બંધ થયો હતો. જે આગલા સપ્તાહના બંધની સરખાણીએ 6.77 ડૉલર(8.93 ટકા) તૂટ્યો હતો.

સ્પોટ સિલ્વરમાં 9.89 ટકાનો કડાકો

સ્પોટ સિલ્વર સપ્તાહની શરૂઆતે વધી 77.01 ડૉલર થઈ અને ત્યાં જોરદાર વેચવાલીથી તૂટી 67.32 ડૉલર થઈ અને સપ્તાહને અંતે 67.83 ડૉલર બંધ રહ્યો હતો, જે આગલા સપ્તાહની સરખામણીએ 7.75 ડૉલર(9.89 ટકા)નો કડાકો બોલી ગયો હતો.

સોનું ચાંદી તૂટવાના કારણો

(1) યુએસમાં મે મહિનાનો પે-રોલ્સમાં 1,72,000 નવી નોકરીઓનો વધારો થયો હતો. અનએમ્પ્લોયમેન્ટ રેટ 4.3 ટકા આવ્યો હતો. આમ પે-રોલ્સ ડેટા ધારણા કરતાં વધુ સારો આવ્યો હતો. જે પછી શુક્રવારે જ ગોલ્ડ સિલ્વરમાં ભારે વેચવાલી ફરી વળી હતી અને શુક્રવારની ટ્રેડિંગ સેશનમાં જ ગોલ્ડ 139 ડૉલર અને સિલ્વર 4.87 ડૉલર તૂટ્યા હતા.

(2) અમેરિકા અને ઈરાન વચ્ચે 60 દિવસના સીઝફાયર અંગેની સમજૂતિ અને યુરેનિયમના મુદ્દે કોઈ સમજૂતી થઈ શકી ન હતી. ટ્રમ્પના દાવા ખોટા પડી રહ્યા છે અને ઈરાન ટ્રમ્પના દાવાને નકારી રહ્યા છે. તેમજ ઈરાને મિડલ ઈસ્ટ દેશો પર હૂમલા પણ કર્યા હતા. આમ હોર્મુઝ મામલે હજી અનિશ્ચિતતા છે. જેથી(Gold Silver Market) ગોલ્ડ સિલ્વરમાં ચિંતાનું વાતાવરણ હતું. ક્રૂડના ભાવ વધશે તો મોંઘવારી વધુ વધશે, તેવી ભીતિ પાછળ ગોલ્ડ સિલ્વરમાં દરેક ઉછાળે વેચવાલી આવી હતી.

(3) યુએસના 10 વર્ષના બોન્ડનું યીલ્ડ વધીને 4.53 ટકા થયું હતું. આથી ગોલ્ડ સિલ્વરમાં આકર્ષણ ઘટ્યું હતું. રોકાણકારો બોન્ડમાં રોકાણ કરીને ઊંચું યીલ્ડ મેળવી રહ્યા છે.

(4) યુસ ડૉલર ઈન્ડેક્સ 100 ઉપર નીકળી ગયો હતો. તેમજ અન્ય કરન્સી સામે પણ ડૉલર મજબૂત થયો હતો. પરિણામે ગોલ્ડ સિલ્વરમાં વેચવાલી આવી હતી.

(5) ગ્લોબલી ઈકોનોમીની સ્થિતિ બહુ સારી નથી. મિડલ ઈસ્ટ યુદ્ધ પછી ક્રૂડના ભાવ વધ્યા હતા, તેને કારણે વિશ્વના દેશોમાં પેટ્રોલ, ડીઝલ, એલએનજી, પીએનજી અને એલપીજીના ભાવ વધ્યા છે. જેથી મોંઘવારી વધી છે. મિડલ ઈસ્ટ યુદ્ધ પછી સરકારી ખર્ચ વધ્યો છે. કરન્ટ એકાઉન્ટની ડેફિસીટ વધવાનું જોખમ વધ્યું છે. જીડીપી ગ્રોથ પર નેગેટિવ અસર પડી છે. આ સંજોગોમાં યુએસ ફેડરલ રીઝર્વ હોય કે વિશ્વના દેશોની સેન્ટ્રલ બેંકોએ કડક ધીરાણ નીતિ રાખવી પડશે. વ્યાજ દર સ્થિર રાખે અથવા તો વ્યાજ દરમાં વધારો કરવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. આવી અસમંજસભરી પરિસ્થિતિને કારણે(Gold Silver Market) ગોલ્ડ સિલ્વરમાં અવિશ્વાસનું વાતાવરણ હતું અને નવી લેવાલીનો તદન અભાવ હતો.

રોકાણકારોના હોંશ ઉડી ગયા

વીતેલા સપ્તાહે ગોલ્ડ સિલ્વરમાં એક દિવસ સુધારો તો બીજા દિવસે ઘટાડો, પછી પાછો સુધારો આવતો હતો. ટ્રેડિંગ વોલ્યુમ ઘટ્યા હતા, હા ગોલ્ડ સિલ્વરના ભાવ તૂટ્યા ત્યારે ટ્રેડિંગ વોલ્યુમ વધ્યું હતું. બીજી તરફ ઓપન ઈન્ટરેસ્ટ પોઝિશન સતત ઘટતી જઈ રહી છે. ટ્રેડરો ગોલ્ડ સિલ્વરમાંથી નીકળીને વોલ સ્ટ્રીટ અને ક્રૂડમાં ટ્રેડિંગ કરી રહ્યા છે. ગોલ્ડ સિલ્વરના ભાવ તૂટીને આવતાં રોકાણકારોના હોંશ ઉડી ગયા હતા.

આગામી સપ્તાહે Gold Silver Market કેવું રહેશે?

ગોલ્ડ સિલ્વર માર્કેટ શોર્ટ ટર્મ અને મિડટર્મ નેગેટિવ થયું છે. ગોલ્ડ 200 દિવસની મુવીંગ એવરેજ નીચે બંધ છે. જેથી ટેકનિકલી ગોલ્ડ સિલ્વર વધુ ઘટે તેવા સંકેત છે. પણ ગોલ્ડ સિલ્વર સેફ હેવન ઈન્વેસ્ટમેન્ટ છે, જેથી જ્યારે જ્યારે ઘટાડો આવે ત્યારે ગોલ્ડ સિલ્વર બેસ્ટ બાય છે. આ ઘટાડો ખરીદવાની તક લઈને આવ્યો છે, તેમ સમજીને નવું રોકાણ કરી શકાય. આ કદાચ ટેમ્પરરી કરેક્શન હોઈ શકે છે.

ટેકનિકલ લેવલ

ટેકનિકલી ગોલ્ડમાં હવે 4,250 ડૉલરનું અતિમહત્ત્વનું સપોર્ટ લેવલ છે અને સિલ્વરમાં 65 ડૉલર એ મજબૂત સપોર્ટ લેવલ છે. ગોલ્ડ સિલ્વર આ બન્ને લેવલ પાસે સપોર્ટ મેળવશે. અથવા તો નવી ખરીદી આવે તેવી પુરી શક્યતા છે. ગોલ્ડ 4500 કૂદાવશે તો ફરીથી પાછી તેજી થશે અને સિલ્વર 75 ડૉલર કૂદાવશે તો તેજી થશે.

You will also like

Leave a Comment