Duplicate fertilizer in Gujarat: ડુપ્લીકેટ ખાતર વેચતાં 4 શખ્સોને જેલ હવાલે કરાયા

'ખેડૂતો સાથે છેતરપિંડી જરાય સાંખી લેવાશે નહીં': કૃષિપ્રધાન જીતુભાઈ વાઘાણી

by Gujarati biz news
Duplicate fertilizer in Gujarat

Duplicate fertilizer in Gujaratગાંધીનગર– Duplicate fertilizer in Gujarat ગુજરાતના ખેડૂતોને આર્થિક નુકસાન પહોંચાડતાં અને છેતરપિંડી કરતાં તત્વો સામે રાજ્ય સરકારે લાલ આંખ કરી છે. રાજ્યમાં ખાતર અને બિયારણના વેચાણમાં ગેરરીતિ, કાળાબજારી અને ડુપ્લીકેટ બનાવટો વેચતાં વિક્રેતાઓ સામે “ધ પ્રિવેન્શન ઑફ બ્લેક માર્કેટિંગ એન્ડ મેઈન્ટેનન્સ ઓફ સપ્લાઇ ઓફ એસેન્શિયલ કોમોડિટી (PBM) એક્ટ- 1980” હેઠળ સખત કાર્યવાહી કરવામાં આવી છે.

04 ઇસમો વિરુદ્ધ ‘PBM એક્ટ’ હેઠળ ગુનો

આ કાર્યવાહી અંગે કૃષિપ્રધાન જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, અમરેલી જિલ્લામાં ડુપ્લીકેટ ખાતરના વેચાણ(Duplicate fertilizer in Gujarat) અંગે થયેલી તપાસના અંતે જવાબદારો સામે કડક વલણ અપનાવવામાં આવ્યું છે. જેમાં, ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને તેમાં સંડોવાયેલા કુલ 04 ઇસમો વિરુદ્ધ ‘PBM એક્ટ’ હેઠળ ગુનો નોંધી, તેમને ડિટેઇન કરી જેલ હવાલે કરી દેવામાં આવ્યા છે. ખાતર અને બિયારણના ડુપ્લીકેટ વેચાણના કેસમાં વારંવાર ગેરરીતિ કરનાર સામે આ પ્રકારની સખત કાયદાકીય જોગવાઈનો અમલ કરવામાં આવશે.

લાયસન્સ રદ અને જેલ ભેગા

કૃષિપ્રધાન વાઘાણીએ જણાવ્યું હતું કે, અમે અગાઉ જ સ્પષ્ટ કર્યું હતું કે જગતના તાત સાથે છેતરપિંડી કરનારાઓને સરકાર જરા પણ સાંખી નહીં લે. ગેરકાયદેસર, પ્રતિબંધિત કે ઓછી ગુણવત્તાવાળી કૃષિ સામગ્રી વેચનારાઓ સામે હવે માત્ર લાયસન્સ રદ કરવાની જ નહીં, પણ વારંવાર ગેરરીતિ આચરતા ઇસમો સામે PBM એક્ટ હેઠળ જેલ ભેગા કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે.

કૃષિપ્રધાન જીતુભાઈ વાઘાણી

કડક ગુનો દાખલ કરાશે

ખાતર અને બિયારણ એ ખેડૂત માટે પાયાની જરૂરિયાત છે અને તેમાં ડુપ્લીકેટ માલ વેચી ખેડૂતોનો પાક અને મહેનત બરબાદ કરનારાઓ સામે આ માત્ર શરૂઆત છે.(Duplicate fertilizer in Gujarat) રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ જ્યાં આવી ફરિયાદો હશે ત્યાં તપાસ કરીને આગામી સમયમાં આ જ પ્રકારના કડક ગુનાઓ દાખલ કરવામાં આવશે.

98 વિક્રેતાઓના લાયસન્સ સ્થગિત કે રદ

ગુજરાત સરકારે સ્પષ્ટ ચેતવણી આપી છે કે, જે કોઈ પણ વિક્રેતા કાળાબજારી કે નકલી ચીજવસ્તુઓના વેચાણમાં સંડોવાયેલા જણાશે, તેમની સામે સરકાર જરા પણ દયા રાખશે નહીં અને PBM એક્ટ જેવા સખત કાયદા હેઠળ જેલની સજા કરવામાં આવશે.(Duplicate fertilizer in Gujarat) અત્રે ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે ગેરરીતિ કરનાર 68 ખાતર વિક્રેતા, 17 બિયારણ વિક્રેતા અને 13 જંતુનાશક દવાઓના વિક્રેતા મળી કુલ 98 વિક્રેતાઓના લાયસન્સ સ્થગિત કે રદ કરવામાં આવ્યા છે.

ગુનામાં સંડોવાયેલા ઇસમોની વિરુદ્ધનો ગુનો
(1) મહેશભાઇ ચોથાભાઇ જાપડિયા (ઉંમર વર્ષ 33), રહે. આનંદધામ સોસાયટી, જસદણ, જિ. રાજકોટ
ગુનો: અમરેલીના બાબરા તાલુકાના ખંભાળા ગામે આવેલ ‘શ્રી ફર્ટીલાઇઝર’માં તપાસ દરમિયાન ત્યાંથી ઇફકો કંપનીના નામની બનાવટી બેગમાં ભરેલું 299 બેગ હલ્કી ગુણવત્તાનું DAP ખાતર મળી આવ્યું હતું. આ ખાતરના ત્રણ નમૂનાઓ જૂનાગઢ લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા હતા, જે ત્રણેય નમૂના ‘ના-પાસ’ જાહેર થયા હતા. આ ખાતરનું ખરીદી બિલ કે સ્ત્રોત પ્રમાણપત્ર નહોતું અને સ્ટોક રજીસ્ટરમાં પણ તેની કોઈ નોંધ નહોતી.
(2) જીગ્નેશભાઇ રમેશભાઇ ડાભી (ઉંમર વર્ષ 26), રહે. મુ. રામપરા, તા. ગઢડા, જિ. બોટાદ
ગુનો: ઇસમ દ્વારા ઇફકો કંપનીના માર્કા વાળી બનાવટી પ્લાસ્ટિકની બેગમાં ખેડૂતોને સબસીડીમાં મળતા ઓરીજનલ ડી.એ.પી. ખાતરના નામે ખૂબ જ હલકી ગુણવત્તાનું ખાતર ભરીને વેચ્યું હતું. આ તપાસમાં ખુલાસો થયો હતો કે, અન્ય ઇસમ મહેશભાઈ ચોથાભાઇ જાપડિયાએ હલકી ગુણવત્તાનું ખાતર જીગ્નેશભાઇ પાસેથી ખરીદ્યું હતું.
(3) વિજયભાઇ ભરતભાઇ માલવીયા (ઉંમર વર્ષ 30), રહે. નાના વરાછા, સુરત
ગુનો: બાબરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઉપરોક્ત ગુના અંતર્ગત તેમણે આર્થિક લાભ મેળવવા માટે અન્ય ઇસમો સાથે મળીને ખેડૂતોને છેતરવા માટે સબસિડીવાળા ઓરિજનલ ખાતરના નામે પ્રસિદ્ધ કંપનીઓ જેમ કે, ઇફકોના માર્કા વાળી બનાવટી પ્લાસ્ટિક બેગમાં અત્યંત હલ્કી ગુણવત્તાનું નકલી ડી.એ.પી. ખાતર ભરીને ખેડૂતોને વેચ્યું હતું.
(4) ભરતભાઇ ચીમનભાઇ ધાનાણી (ઉંમર વર્ષ 39), રહે. લાલાવદર, તા.જિ. અમરેલી
ગુનો: તેઓ ઇફકો કંપની અને પ્રધાનમંત્રી ભારતીય જન ઉર્વરક પરિયોજના (ભારત ડી.એ.પી.)ના માર્ક વાળી બનાવટી પ્લાસ્ટિકની બેગ છપાવતા હતા. આ નકલી બેગમાં તેઓ અત્યંત હલ્કી ગુણવત્તાનું ખાતર ભરીને ખેડૂતોને અસલી ખાતર કહીને વેચતા હતા. મોટા આંકડીયા ગામમાં આવેલા તેમના ગોડાઉનમાંથી મોટા પ્રમાણમાં હલ્કી ગુણવત્તાનું “સરોવર સરદાર” એમોનિયમ સલ્ફેટ ખાતર, પોલિહેલાઈટ, અન્ય ખાતરોની બેગ, ઓર્ગેનિક ખાતર તેમજ ખાતર પેક કરવા અને ટ્રકમાં લોડ કરવાની મશીનરી સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો હતો. લેબોરેટરી પરીક્ષણમાં પણ આ ખાતર હલ્કી ગુણવત્તાનું પ્રમાણિત થયું છે.

You will also like

Leave a Comment