Gold Silver Market: દિવાળી પહેલા સોનાચાંદીના ભાવ તૂટ્યા, શું હવે નવી ખરીદી આવશે?

by Gujarati biz news
Gold Silver Market

Gold Silver Marketઅમદાવાદ- Gold Silver Market સોના ચાાંદી બજારમાં વીતેલા સપ્તાહે ઘટાડો રહ્યો હતો. દરેક ઊંચા મથાળે વેચવાલી રહી હતી. ફેડ રેટ વધ્યા પછી ગોલ્ડ સિલ્વરમાં નવી લેવાલીનો અભાવ રહ્યો હતો. વીતેલા સપ્તાહે ગોલ્ડમાં 30 ડૉલરનો ઘટાડો રહ્યો હતો. વીતેલા સપ્તાહે સિલ્વરમાં 4 ડૉલરનો ઘટાડો થયો હતો. ગોલ્ડ સિલ્વરના ભાવ ઘટવા પાછળ કયા કારણો? આગામી સપ્તાહે ગોલ્ડ સિલ્વર બજાર કેવું રહેશે? દિવાળીના તહેવારો પહેલા ગોલ્ડ સિલ્વરના ભાવ ઘટ્યા છે તો શું નવી ખરીદી આવશે? ટેકનિકલી સોના ચાંદી બજાર શું ટ્રેન્ડનો સંકેત આપે છે? હાલના માહોલમાં રોકાણકારોની શું સ્ટ્રેટેજી રાખવી જોઈએ?

જૂઓ વીડિયો….

MCX ના ભાવ

મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં ગોલ્ડ રૂપિયા 1,48,000નો ભાવ બંધ રહ્યો હતો. તેમજ સિલ્વર રૂપિયા 2,11,418નો ભાવ બંધ રહ્યો હતો.

અમદાવાદ સોના ચાંદી બજાર

Gold Silver Market અમદાવાદ સોના ચાંદી બજાર(માણેકચોક)માં 24 કેરેટ સોનાનો ભાવ દસ ગ્રામે સપ્તાહ દરમિયાન રૂપિયા 3,100 ઘટી રૂપિયા 1,50,700 રહ્યો હતો. તેમજ ચાંદી ચોરસાનો ભાવ એક કિલોએ સપ્તાહ દરમિયાન રૂપિયા 13,000 ઘટી રૂપિયા 2,13,000 રહ્યો હતો.

ગોલ્ડ ફ્યુચર 30 ડૉલર ઘટ્યું

આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડ ડીસેમ્બર ફ્યુચર સપ્તાહની શરૂઆતે વધી 4242 ડૉલર થઈ અને ત્યાં વેચવાલી નીકળતા ઘટી 4095 ડૉલર થઈ ત્યાંથી સપ્તાહને અંતે સુધરીને 4186 ડૉલર બંધ રહ્યો હતો, જે વીતેલા સપ્તાહની સરખામણીએ 30 ડૉલરનો ઘટાડો દર્શાવે છે.

સ્પોટ ગોલ્ડ 29 ડૉલર માઈનસ

સ્પોટ ગોલ્ડ સપ્તાહની શરૂઆતે વધી 4217 ડૉલર થઈ અને ત્યાં વેચવાલીથી ઘટી 4073 ડૉલર થઈ અને સપ્તાહને અંતે 4165 ડૉલર બંધ થયો હતો. જે વીતેલા સપ્તાહની સરખામણીએ 29 ડૉલરનો ઘટાડો દર્શાવે છે.

સિલ્વર ફ્યુચર 3.90 ડૉલર ઘટી

સિલ્વર ડીસેમ્બર ફ્યુચર સપ્તાહની શરૂઆતે વધી 61.74 ડૉલર થઈ અને ત્યાંથી ઘટી 55.56 ડૉલર થઈ અને સપ્તાહને અંતે સામાન્ય સુધરી 57.14 ડૉલર બંધ થયો હતો. જે વીતેલા સપ્તાહના બંધભાવની સામે 3.90 ડૉલરનો ઘટાડો દર્શાવે છે.

સ્પોટ સિલ્વર 3.84 ડૉલર ઘટી

સ્પોટ સિલ્વર સપ્તાહની શરૂઆતે વધી 61.48 ડૉલર થઈ અને ત્યાથી ઘટી 55.30 ડૉલર થઈ અને સપ્તાહને અંતે સામાન્ય સુધરી 56.99 ડૉલર બંધ થયો હતો. જે વીતેલા સપ્તાહના બંધભાવની સરખામણીએ 3.84 ડૉલરનો ઘટાડો દર્શાવે છે.

ટ્રેડિંગ વોલ્યુમ ઘટ્યું

Gold Silver Market વીતેલા સપ્તાહે ગોલ્ડ સિલ્વરમાં બે તરફી વધઘટ વચ્ચે નરમાઈ રહી હતી. ટ્રેડિંગ વોલ્યુમ નોર્મલ કરતાં વધુ ઘટ્યું હતું. ગોલ્ડ સિલ્વરમાં નવા બાઈંગનું આકર્ષણ રહ્યું ન હતું. ઘટાડે સેન્ટ્રલ બેંકોની ટેકારૂપી ખરીદી હતી, જેથી સપ્તાહના અંતે ગોલ્ડ સિલ્વરના ભાવ ઘટ્યા મથાળેથી સુધર્યા હતા.

સોના ચાંદીના ભાવ ઘટવાના કારણો

(1) યુએસમાં મોંઘવારી દર વધીને આવ્યો હતો. સપ્ટેમ્બરમાં સીપીઆઈ 3.4 ટકાથી વધી 3.7 ટકા નોંધાયો હતો, જે ધારણા કરતાં ઊંચો હતો. જેથી એમ મનાતું હતું કે યુએસની મોનેટરી પૉલીસી સખત હશે અને ઓકટોબરમાં ફરીથી ફેડ રેટમાં વધારો કરાય તેવી ધારણા વ્યક્ત કરાઈ હતી, જેથી ગોલ્ડ સિલ્વરમાં ભારે વેચવાલી ફરી વળી હતી. ક્રૂડના ભાવ વઘતાં હવે યુએસમાં મોંધવારી વધી છે, તે ખૂબ મોટી ચિંતાનો વિષય બન્યો હતો.

(2) ટ્રેઝરરી યીલ્ડમાં વધારો થયો હતો. યુએસના 10 વર્ષીય બોન્ડનું યીલ્ડ વધીને 5.32 ટકા થયું હતું. જેથી ગોલ્ડ સિલ્વરમાં વેચવાલી ફરી વળી હતી.

(3) ડૉલર મજબૂત થયો હતો. ડૉલર ઈન્ડેક્સ સતત વધીને 102.40 થયો હતો. આમ ડૉલરની મજબૂતીથી ગોલ્ડ સિલ્વરમાં વેચવાલીથી ભાવ ઘટ્યા હતા.

આગામી સપ્તાહની ઈકોનોમીક ઈવેન્ટ

આગામી સપ્તાહના મંગળવારે યુએસ પેન્ડિંગ હોમ સેલ્સ ડેટા જાહેર થશે. તેમજ ગુરુવારે યુએસ વીક્લી જોબલેસ ક્લેઈમ ડેટા જાહેર થશે. શુક્રવારે પીએમઆઈ ડેટા અને કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ ડેટા જાહેર થશે.

આગામી સપ્તાહે બજાર કેવું રહેશે?

Gold Silver Market આગામી સપ્તાહે સોના ચાંદીમાં ધીમો સુધારો જોવાશે. દરેક ઘટાડે નવી લેવાલી નીકળતાં સોનાચાંદીમાં સુધારો આવશે. ગોલ્ડ સિલ્વર મધ્યમગાળા માટે ટેકનિકલી મજબૂત છે. ગોલ્ડ 4000 ડૉલર અને સિલ્વરમાં 50 ડૉલરનો સપોર્ટ લેવલનો બેઝ બન્યો છે. જેથી આ બે લેવલ નીચે માર્કેટ હાલ જશે નહી. ઉપરમાં ટૂંકાગાળા માટે ગોલ્ડ 4148 સપોર્ટ લેવલ રહેશે અને 4210 રેઝિસ્ટન્સ લેવલ રહેશે. 4210 કૂદાવશે તો 4240 ડૉલર થઈ શકે છે. સિલ્વરમાં 55 ડૉલરનો સ્ટ્રોંગ સપોર્ટ લેવલ રહેશે, 57.85 ડૉલરનું રેઝિસ્ટન્સ લેવલ રહેશે, જો આ લેવલ કૂદાવશે તો ઉપરમાં 60 ડૉલર થઈ શકે છે.

રોકાણકારોની સ્ટ્રેટેજી?

રોકાણકારો માટે તો રોકાણ કરવાની ઉત્તમ તક મળી છે. દરેક ઘટાડે ગોલ્ડ સિલ્વરમાં બાય કરવું જોઈએ, અથવા તો દર મહિનાની એસઆઈપી કરવી જોઈએ. દિવાળી પહેલા સોનાચાંદીના ભાવ ઘટ્યા છે, તો હાલ ખરીદીની તક મળી છે. નહી તો દર વર્ષે દિવાળીમાં સોનાચાંદીના ભાવ ઊંચા જ હોય છે અથવા તો દિવાળી પહેલા ભાવ ઉછળી જાય છે. પણ આ વખતે પહેલી વખત સોનાચાંદીના ભાવ ઘટવા તરફી રહ્યા છે.

You will also like

Leave a Comment