અમદાવાદ- Stock Market India શેરબજારમાં સપ્તાહના પ્રથમ દિવસે ગાબડુ પડ્યું હતું. નિફ્ટીની વીક્લી એક્સપાયરી હતી, જેથી ઉભી પોઝિશન સરખી કરવારૂપી વેચવાલી વચ્ચે શેરોના ભાવ ઘટ્યા હતા. બીએસઈ સેન્સેક્સ 876 પોઈન્ટ ઘટી 74,852 બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી ઈન્ડેક્સ 257 પોઈન્ટ ઘટી 22,888 બંધ થયો હતો. તેમજ બેંક નિફ્ટી 355 પોઈન્ટ ઘટી 55,488 બંધ થયો હતો.
સેન્સેક્સ 876 પોઈન્ટ ગબડ્યો
મુંબઈ શેરબજારનો સેન્સેક્સ સવારે 74,849ના મજબૂત મથાળે ખૂલીને તે જ દિવસની હાઈ બની હતી, ત્યાંથી નફારૂપી વેચવાલી ફરી વળતાં ઘટી 73,708 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 73,852.90 બંધ થયો હતો. જે 876.37નું ગાબડું દર્શાવે છે.
નિફ્ટી 257 પોઈન્ટ તૂટ્યો
નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ સવારે 23,150ના ઊંચા મથાળે ખૂલીને શરૂમાં સામાન્ય વધી 23,175 થઈ અને ત્યાં વેચવાલી નીકળતાં ઘટી 22,845 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 22,888.95 બંધ થયો હતો. જે વીતેલા સપ્તાહના શુક્રવારના બંધની સરખામણીએ 257.20નું ગાબડું દર્શાવે છે.
નવી લેવાલીનો ટેકો ન આવ્યો
Stock Market India સોમવારે સવારે શેરોના ભાવ મજબૂત મથાળે ઊંચા ખૂલ્યા હતા. બજાર ખૂલતાથી વેચવાલીનો દોર શરૂ થયો હતો. આજે ઘટતાં બજારે નવી લેવાલીનો જરાય ટેકો આવ્યો ન હતો અને શેરબજાર સતત ઘટતું જ ગયું હતું. કાલે દશેરા નિમિત્તે શેરબજાર સત્તાવાર બંધ રહેનાર છે, જેથી સોમવારે નિફ્ટીની વીક્લી એક્સપાયરી રખાઈ હતી. પરિણામે તેજીવાળા ખેલાડીઓની નફારૂપી વેચવાલી આવી હતી, તેની સાથે મંદીવાળાઓએ પણ ભારે વેચવાલી કાઢી હતી, અને બજારને તોડી પાડ્યું હતું.
તમામ સેકટરના શેરોમાં ગાબડા
આઈટી ઈન્ડેક્સ 407 પોઈન્ટ(1.28 ટકા) ગબડ્યો હતો. ઓટો, બેંક, એફએમસીજી, ફાર્મા, ફાઈનાન્સ, મીડિયા સહિત તમામ સેકટરના શેરોમાં ભારે વેચવાલીથી ગાબડા પડ્યા હતા.
એચડીએફસી બેંકના નિરાશાજનક પરિણામ
એચડીએફસી બેંકના બીજા ત્રિમાસિકગાળાના પરિણામ બજારની ધારણા કરતાં નિરુત્સાહી આવ્યા હતા. ચોખ્ખી વ્યાજની આવક 8 બેસીસ પોઈન્ટ ઘટીને આવી હતી. જો કે આવક 7 ટકાથી વધી 10 ટકા રહી હતી. પણ એચડીએફસી બેંકનું પરિણામ નિરાશાજનક રહેતાં બેંક શેરોમાં ધૂમ વેચવાલી ફરી વળી હતી અને શેરબજારનું સેન્ટિમેન્ટ ખરડાયું હતું.
કાલે મંગળવારે દશેરાની શેરબજારમાં રજા
મંગળવારે દશેરાનું શેરબજાર બંધ રહેનાર છે. જેથી સાવચેતીરૂપી ટ્રેડિંગ વચ્ચે નવી લેવાલીનો અભાવ રહ્યો હતો. ઉલટાનું તેજીવાળા નફો બુક કરી ગયા હતા.
યુદ્ધના સમાચાર પર નજર
તેમજ અમેરિકા અને ઈરાન વચ્ચે તેમજ રશિયા યુક્રેન યુદ્ધના શું સમાચાર આવે છે, તેને પગલે શેરબજારમાં સાવચેતી રખાઈ હતી. યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન પર બજારની નજર રહેતી હોય છે.
ગ્લોબલ સંકેત નેગેટિવ
Stock Market India ગ્લોબલ માર્કેટના સંકેતો સંપૂર્ણપણે નેગેટિવ હતા. અમેરિકાના નેગેટિવ ન્યૂઝ પાછળ આજે એશિયાઈ સ્ટોક માર્કેટ ઘટ્યા હતા, તેની સાથે બપોરે યુરોપિયન સ્ટોક માર્કેટ પણ તૂટયા હતા અને બપોરે ડાઉ જોન્સ ફ્યુચર 22 પોઈન્ટ માઈનસમાં ટ્રેડ કરતો હતો. પરિણામે ભારતીય શેરબજાર પર તેની નેગેટિવ અસર જોવા મળી હતી.
સૌથી વધુ ગગડેલા શેર
એક્સિસ બેંક(4.19 ટકા), તાતા મોટર પેસેન્જર વ્હીકલ(3.09 ટકા), ઈન્ફોસીસ(2.63 ટકા), બજાજ ફાઈનાન્સ(2.52 ટકા) અને એપોલો હોસ્પિટલ(2.41 ટકા)
સૌથી વધુ ઊંચકાયેલા શેર
જેએસડબલ્યુ સ્ટીલ(2.06 ટકા), ઓએનજીસી(1.35 ટકા), એસબીઆઈ(1.15 ટકા), લાર્સન ટુબ્રો(0.96 ટકા) અને આઈશર મોટર(0.89 ટકા)
બુધવારે શેરબજાર કેવું રહેશે?
હવે મંગળવારે ભારતીય શેરબજાર(Stock Market India) દશેરોનું બંધ રહેશે, પણ વિદેશના સ્ટોક માર્કેટ ટ્રેડિંગ માટે ખુલ્લા છે. જેથી મંગળવારની ગ્લોબલ માર્કેટની મુવમેન્ટ પર બુધવારના શેરબજારની ચાર નિર્ભર રહેશે. જો કે ટેકનિકલી નિફ્ટીમાં 22,800નો સપોર્ટ રહેશે તેમજ બેંક નિફ્ટીમાં 55,450નો સપોર્ટ રહેશે.
Disclaimer: શેરબજારનું રોકાણ જોખમોને આધીન હોય છે. રોકાણ કરતાં પહેલા નિષ્ણાતની સલાહ લેવી. અત્રે માર્કેટનું એનાલિસીસ કરવાનો પ્રયત્ન કરેલો છે. અમે રોકાણની સલાહ આપતાં નથી.

