અમદાવાદ- Global Market દશેરા નિમિત્તે ભારતીય શેરબજાર બંધ રહ્યું હતુ. એશિયાઈ અને યુરોપિયન સ્ટોક માર્કેટમાં ઘટાડો આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ વધ્યા હતા. ભારતીય શેરબજાર કાલે શું વધુ ઘટશે? ક્રૂડની કીમતો વધવા પાછળ કયા કારણો? ગ્લોબલ માર્કેટ કેમ ઘટ્યા? ભારતીય શેરબજારમાં 21 ઓકટબરે જીઓ પ્લેટફોર્મનો આઈપીઓ ઓપન થશે.
જૂઓ વીડિયો….
21 ઓકટોબરનો દિવસ મહત્ત્વનો
Global Market વિજયાદસમીના તહેવારને પગલે ભારતીય શેરબજારમાં રજા હતી, પરંતુ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કીમતોમાં ઉછાળો આવતાં એશિયાઈ અને યુરોપિયન સ્ટોક માર્કેટ ગગડીને આવ્યા હતા. જેને પગલે આજે બુધવારે ભારતીય શેરબજાર નીચા મથાળે ગેપમાં(ગેપ ડાઉન) ખૂલે તેવી શક્યતાઓ છે. તેમજ 21 ઓકટોબરને દિવસ શેરબજારના પ્રાઈમરી માર્કેટ માટે અતિમહત્ત્વનો છે, જિઓ પ્લેટફોર્મનો સૌથી મોટો આઈપીઓ ખૂલી રહ્યો છે.
ક્રૂડની કીમતોમાં ઉછાળો કેમ આવ્યો?
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કીમતોમાં ઉછાળો આવ્યો હતો. સાઉદી અરબ પર હુતિ વિદ્રોહીઓના હૂમલા ચાલુ છે. ગલ્ફના દેશોમાં ઓઈલ ટેન્કરો અને જહાજો પર હૂમલા ચાલુ રહ્યા છે. છેલ્લા 15 દિવસમાં 18 જહાજો પર હૂમલા થયાના સમાચાર છે. જેને પગલે ક્રૂડના સપ્લાય પર અસર પડશે, આથી ક્રૂડની કીમતોમાં સતત વધારો નોંધાયો છે. બ્રેન્ટ ક્રૂડ 20 મે બાદ પહેલી વાર 111 ડૉલરને પાર થયું છે. બ્રેન્ટ ક્રૂડ 1.97 ડૉલર વધી 111.53 ડૉલર પર ટ્રેડ કરતો હતો. ક્રૂડ ઓઈલનો ભાવ 2.24 ડૉલર વધી 100.78 ડૉલર પર ટ્રેડ કરતો હતો.
વિશ્વ દેશોમાં મોંઘવારી વધવાનો ભય
Global Market ક્રૂડની કીમતોમાં વધારો થતાં હવે દુનિયાભરના દેશોમાં મોંઘવારી વધુ વધવાનો ખતરો વધ્યો છે. યુએસમાં સીપીઆઈ અને પીપીઆઈ ડેટા ધારણા કરતાં વધુ વધીને આવ્યા છે. ભારતમાં પણ રીટેઈલ અને જથ્થાબંધ મોંઘવારીનો દર વધ્યો છે. તેમજ એશિયા અને યુરોપના દેશોમાં પણ સ્થિતિ વધુ વણસી છે. અમેરિકાની ફેડરલ રીઝર્વે સપ્ટેમ્બરમાં વ્યાજ દર(ફેડ રેટ)માં 25 બેસીસ પોઈન્ટનો વધારો કર્યો હતો. હવે જો મોંઘવારી વધુ વધશે તો યુએસ ફેડની 28 ઓકટોબરે મળનારી મોનેટરી પૉલીસીની બેઠકમાં વ્યાજ દરમાં વધુ વધારો કરી શકે છે. આમ વિશ્વના તમામ દેશો ક્રૂડની ઊંચી કીમતોથી પરેશાન છે.
એશિયાઈ સ્ટોક માર્કેટમાં કડાકો
મંગળવારે સવારે એશિયાઈ સ્ટોક માર્કેટ ભારે કડાકા સાથે ખુલ્યા હતા. એઆઈ રીલેટેડ સ્ટોકમાં વેચવાલી રહી હતી, જેથી દક્ષિણ કોરિયાનો કોસ્પી ઈન્ડેક્સ 215 પોઈન્ટ(3.88 ટકા) તૂટ્યો હતો. તેની પાછળ તાઈવાનનો તેઈપેઈ ઈન્ડેક્સમાં 529 પોઈન્ટનું ગાબડુ પડ્યું હતું. જાપાનના નિક્કી ઈન્ડેક્સ 1041 પોઈન્ટ ગબડ્યો હતો. હોંગકોંગનો હેંગસેંગ ઈન્ડેક્સ 328 પોઈન્ટ માઈનસ હતો. તે સાથે થાઈલેન્ડ અને સિંગાપોરના ઈન્ડેક્સ પણ માઈનસ હતા.
યુરોપિયન સ્ટોક માર્કેટ તૂટ્યા
Global Market બપોરે યુરોપિયન સ્ટોક માર્કેટ માઈનસમાં જ ખૂલ્યા હતા. લંડનનો ફૂટસી 64 પોઈન્ટ માઈનસ હતો. ફ્રાન્સ સ્ટોક માર્કેટનો કેક-40 ઈન્ડેક્સ 48 પોઈન્ટ અને જર્મની સ્ટોક માર્કેટનો ડેક્સ 190 પોઈન્ટ ગગડ્યો હતો.
ગિફ્ટ નિફટી 22 પોઈન્ટ માઈનસ
હવે બુધવારે ભારતીય શેરબજાર નીચા મથાળે ખૂલે તેવી શક્યતાઓ હાલ જોવાઈ રહી છે. ગિફ્ટ નિફ્ટી 22 પોઈન્ટ માઈનસમાં ચાલી રહ્યો છે. જો કે એક પોઝિટિવ સમાચાર એ આવ્યા છે કે ભારત અને અમેરિકા ટ્રેડ ડીલની બિલકુલ નજીક પહોંચી ગયા છે, તેવું અમેરિકાના વિદેશ પ્રધાનનું નિવેદન છે.
ટેકનિકલી માર્કેટ સપોર્ટ મેળવશે?
ટેકનિકલી માર્કેટ ટ્રેન્ડ રીવર્સલમાં છે. નિફ્ટીમાં 22,800નો સપોર્ટ લેવલ છે. જો આ સપોર્ટ તોડીને નીચે બંધ આવશે તો બજાર વધુ ઘટી જશે.
આજે જિઓ પ્લેટફોર્મનો આઈપીઓ ખૂલશે
આજે 21 ઓકટોબરે જિઓ પ્લેટફોર્મનો આઈપીઓ ખૂલશે અને 23 ઓકટોબરે બંધ થશે. 30,187 કરોડ રૂપિયાનો જંગી આઈપીઓ છે. તેના શેરની પ્રાઈઝ બેન્ડ રૂપિયા 1065-1119 છે. જિઓએ એન્કર ઈન્વેસ્ટરો પાસેથી 8,110 કરોડ એકત્ર કર્યા છે. હવે રીટેઈલમાં આઈપીઓને કેવો રીસ્પોન્સ મળે છે, તેના પર બજારની નજર છે. ગ્રે માર્કેટમાં જિઓ પ્લેટફોર્મનું પ્રિમિયમ રૂપિયા 254(23 ટકા) ચાલી રહ્યું છે.
Disclaimer: શેરબજારનું રોકાણ જોખમોને આધીન હોય છે. રોકાણ કરતાં પહેલા નિષ્ણાતની સલાહ લેવી. અત્રે માર્કેટનું એનાલિસીસ કરવાનો પ્રયત્ન કરેલો છે. અમે રોકાણની સલાહ આપતાં નથી.

