Stock Market India: ઈન્ટ્રા-ડે હાઈથી સેન્સેક્સમાં 1400 પોઈન્ટનો કડાકો, હવે કાલે સુધારો આવશે?

જીઓ પ્લેટફોર્મનો જંગી IPO પહેલા જ દિવસે સબસ્ક્રાઈબ

by Gujarati biz news
Stock Market India
Stock Market India

Image Generated by AI

અમદાવાદ- Stock Market India શેરબજારમાં શરૂના ઉછાળા પછી કડાકો બોલી ગયો હતો. ઈન્ટ્રા-ડે હાઈથી સેન્સેક્સમાં 1400 પોઈન્ટનો કડાકો આવ્યો હતો. બીએસઈ સેન્સેક્સ 143 પોઈન્ટ ઘટી 73,709 બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી 77 પોઈન્ટ ઘટી 22,811 બંધ રહ્યો હતો. બેંક નિફ્ટી 511 પોઈન્ટ તૂટી 54,976 બંધ થયો હતો. શેરબજારમાં ભારે વેચવાલી આવવા પાછળ કયા કારણો? કેમ શેરબજારમાં એક દિવસ લેવાલી અને બીજા દિવસે વેચવાલી આવે છે? શું છે માર્કેટ ટ્રેન્ડ? ટેકનિકલ લેવલ શું સંકેત આપી રહ્યા છે? શેરબજારમાં તેજી આવશે કે નહી? જીઓ પ્લેટફોર્મના આઈપીઓ ખૂલ્યો છે, તેનું શું છે લેટેસ્ટ અપડેટ?

જૂઓ વીડિયો….

રોકાણકારોની મૂડીમાં 4.50 લાખ કરોડનું ધોવાણ

શેરબજારમાં (Stock Market India)વિજયાદસમીની રજા પછી આજે બુધવારે કડાકો બોલી ગયો હતો. શરૂના ઉછાળા પછી શેરોની જાતે-જાતમાં જોરદાર વેચવાલી ફરી વળી હતી. પરિણામે ઈન્ટ્રા-ડે હાઈથી સેન્સેક્સમાં 1453 પોઈન્ટનો કડાકો બોલી ગયો હતો. ઈન્ટ્રા-ડે હાઈથી નિફ્ટી 471 પોઈન્ટ તૂટ્યો હતો. માર્કેટ કેપિટલાઈઝેશનમાં 4.50 લાખ કરોડનો ઘટાડો થયો હતો એટલે કે રોકાણકારોની મૂડીમાં 4.50 લાખ કરોડનું ધોવાણ થયું હતું.

સેન્સેક્સ 143 પોઈન્ટ ઘટ્યો

મુંબઈ શેરબજારનો સેન્સેક્સ સવારે 74,337ના ઊંચા મથાળે ગેપમાં ખૂલીને શરૂમાં વધુ વધી 74,682 થઈ અને ત્યાં ભારે વેચવાલીથી તૂટી 73,229 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 73,709.69 બંધ થયો હતો. જે સોમવારના બંધની સરખામણીએ 143.21નો ઘટાડો દર્શાવે છે.

નિફ્ટી 77 પોઈન્ટ તૂટ્યો

નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 23,016ના ઊંચા ગેપમાં ખૂલીને શરૂમાં વધુ વધી 23,120 થઈ અને ત્યાં જોરદાર વેચવાલીથી ઘટી 22,649 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 22,811.35 બંધ થયો હતો. જે સોમવારના બંધની સામે 77.60નું ગાબડુ દર્શાવે છે.

આઈટી ઈન્ડેક્સમાં 906 પોઈન્ટનો ઉછાળો

Stock Market India સવારે શેરબજાર ઊંચા મથાળે ગેપમા ખૂલ્યું હતું. શરૂમાં નવી લેવાલી નીકળી હતી, અને શેરબજાર તેજીના રંગમાં રંગાયું હતું, પણ એકાએક ઊંચા મથાળે વેચવાલી ફરી વળી હતી, અને બજારમાં કડાકો બોલી ગયો હતો. આઈટી સેકટર સિવાયના તમામ સેકટરના શેરોમાં ધૂમ વેચવાલીથી ગાબડા પડ્યા હતા. આઈટી ઈન્ડેક્સ 906 પોઈન્ટ(2.88 ટકા) ઉછળીને આવ્યો હતો.

ક્રૂડની કીમતોમાં વધારો

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કીમતોમાં વધારો થયો હતો. બ્રેન્ટ ક્રૂડ 1.65 ડૉલર વધી 110.50 ડૉલર પર ટ્રેડ કરતો હતો. તેમજ ક્રૂડ ઓઈલ 1.82 ડૉલર વધી 99.64 ડૉલર પર ટ્રેડ કરતો હતો. સાઉદી અરબ અને ગલ્ફ દેશો પર હૂતી વિદ્રોહિઓના હૂમલા ચાલુ રહ્યા છે. જેથી ક્રૂડના સપ્લાય પર અસર પડી છે, પરિણામે ક્રૂડની કીમતોમાં સતત વધારો થઈ રહ્યો છે. ક્રૂડના ભાવ વધતાં ભારતનું આયાત બીલ વધશે, નાણાકીય ખાદ્યમાં વધારો થશે, જેને કારણે કોર્પોરેટ માર્જિનમાં ઘટાડો થશે. ભારતીય અર્થતંત્ર પર નેગેટિવ અસર પડશે. પરિણામે શેરબજારમાં ભારે વેચવાલી ફરી વળી હતી.

અવિશ્વાસનું વાતાવરણ

Stock Market India બીજી તરફ શેરબજારમાં હજી વિશ્વાસનો અભાવ છે. જેથી ઊંચા મથાળે તેજીવાળા નફો બુક કરી જાય છે. તેમજ ટેકનિકલી નિફ્ટીમાં 23,200નું રેઝિસ્ટન્સ લેવલ છે, જેથી તેની આજુબાજુ વેચવાલી આવી જાય છે. તેવું જ આજે પણ થયું હતું.

એડવાન્સ ડેક્લાઈન રેશિયો નેગેટિવ

મીડેકપ ઈન્ડેક્સ 922 પોઈન્ટ ગબડ્યો હતો અને નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 448 પોઈન્ટ તૂટ્યો હતો. એડવાન્સ ડેક્લાઈન રેશિયો નેગેટિવ હતો. 608 શેરના ભાવ વધ્યા હતા, તો સામે 2988 શેરના ભાવ ઘટ્યા હતા. 362 શેર બાવન વીક લો પર બંધ હતા, તથા 254 શેરમાં લોઅર સર્કિટ લદાઈ હતી.

જિઓ આઈપીઓનું લેટેસ્ટ અપડેટ

જિઓ પ્લેટફોર્મનો રૂપિયા 30,100 કરોડનો જંગી આઈપીઓ પહેલા દિવસે થોડીક જ મીનીટમાં સબસ્ક્રાઈબ થયો હતો. પ્રાઈમરી માર્કેટમાં 30,100 કરોડ રોકાણ થયા છે, જેથી હાલ શેરબજારમાં નવી લેવાલીનો અભાવ રહ્યો હતો. ગ્રે માર્કેટમાં જિઓના નવા શેરનું રૂપિયા 248(22 ટકા) પ્રિમિયમ બોલાઈ રહ્યું છે. 23 ઓકટોબરે આઈપીઓ બંધ થશે. 26 ઓકટોબરે એલોટમેન્ટ અને 28 ઓકટોબરે લિસ્ટીંગ થશે.

કાલે શેરબજારમાં રીકવરી આવશે?

શેરબજાર ટેકનિકલી મજબૂત છે. પણ હાલ એક દિવસ તેજી, બીજા દિવસે મંદી થઈ રહી છે. અફરાતફરીભરી વધઘટ જોવાઈ રહી છે. નિફ્ટીમાં 22,500નું અતિ મહત્ત્વનું સપોર્ટ લેવલ છે. આ લેવલ તૂટે તો જ શોર્ટ કરવું, અન્યથા દરેક ઘટાડે ખરીદી કરી શકાય. ટૂંકાગાળા માટે 22,800 બીજો સપોર્ટ લેવલ છે. અને ઉપરમાં 23,200 કૂદાવશે તો નવી તેજી થશે.

Disclaimer: શેરબજારનું રોકાણ જોખમોને આધીન હોય છે. રોકાણ કરતાં પહેલા નિષ્ણાતની સલાહ લેવી. અત્રે માર્કેટનું એનાલિસીસ કરવાનો પ્રયત્ન કરેલો છે. અમે રોકાણની સલાહ આપતાં નથી.

You will also like

Leave a Comment