Guru Ketu Yuti 2026: ગુરુ કેતુની યુતિ ચાર રાશિઓ માટે બનશે શુભ, અચાનક ધનલાભનો યોગ

by Gujarati biz news
Guru Ketu Yuti 2026
Guru Ketu Yuti 2026

Image Generated by AI

અમદાવાદ- Guru Ketu Yuti 2026 ગુરુ ગ્રહ 31 ઓકટોબર, 2026 રોજ શનિવારે બપોરે 12 વાગ્યેને 50 મીનીટ પર કર્ક રાશિમાંથી સિંહ રાશિમાં ગોચર કરશે. જેથી ગુરુ અને કેતુની યુતિ થશે. ગુરુ સિંહ રાશિમાં પ્રવેશ કરે છે. આ રાશિમાં કેતુ પહેલેથી જ બિરાજમાન છે. એવામાં કેતુ અને ગુરુનું સાથે હોવું તેને યુતિ કહેવાય છે. ગુરુ કેતુની યુતિના પ્રભાવથી કરિયર અને બિઝનેસમાં લાભ થાય છે.

આ યુતિથી શું થાય?

ગુરુએ જ્ઞાન અને સમૃદ્ધિના કારક છે. જ્યારે કેતુ આધ્યાત્મ અને મોક્ષના પ્રતીક છે. ગુરુ કેતુની યુતિથી માન સન્માનમાં વધારો થાય છે. આધ્યાત્મિક ઉન્નતિ થાય છે અને અચાનક ધનલાભના યોગ બને છે.

ચાર રાશિઓને વિશેષ ફાયદો

ગુરુ કેતુની યુતિથી આર્થિક લાભના યોગ બનશે. આપને ભાગ્યનો સાથે મળશે. Guru Ketu Yuti 2026 યુતિના પ્રભાવથી મેષ, સિંહ, કન્યા અને ધન રાશિના લોકોને વિશેષ ફાયદો થશે. આવો આ ચાર રાશિઓ અંગે વધુ વિસ્તારથી જાણીએ.

મેષ રાશિ Aries

ગુરુ અને કેતુની યુતિ મેષ રાશિ માટે અત્યંત શુભ સાબિત થશે. કરિયર અને બિઝનેસમાં પ્રગતિનો યોગ બનશે. આપની આર્થિક સ્થિતિમાં સુધારો થશે. આપ નવા કામોની શરૂઆત કરી શકો છો.

સિંહ રાશિ Leo

Guru Ketu Yuti 2026 સિંહ રાશિવાળાની કમાણી વધી શકે છે. આપના બેંક બેલેન્સમાં વધારો થઈ શકે છે એટલે કે આપની આર્થિક સ્થિતિ વધુ મજબૂત થશે. યાત્રાનો યોગ પણ બની રહ્યો છે. નવી નોકરી શોધતા હોય તેવા જાતકો માટે તેમને પ્રત્યન કરશો તો નવી નોકરીની તક મળશે અને તેમાં સફળતા પણ મળશે.

કન્યા રાશિ Virgo

ગુરુ કેતુની યુતિથી કન્યા રાશિના જાતકો માટે ફાયદારૂપ રહેશે. કન્યા રાશિવાળાઓના અટકેલા કાર્યો પૂર્ણ થશે. આપને વેપારમાં મોટો લાભ પણ થઈ શકે છે. મહેનતનું યોગ્ય ફળ મળશે.

ધન રાશિ Sagittarius

નોકરી બદલવાનો વિચાર કરો છો તો આપને નવી નોકરીની ઓફર મળી શકે છે. આપનું મન પ્રસન્ન રહેશે. રોકાણ કરવા માટેનો આ સમય ખૂબ સારો છે. અચાનક ધનલાભ થવાથી આપની આર્થિક સ્થિતિ મજબૂત થશે.

આ પણ વાંચવા ક્લિક કરો…

Jupiter Transit Leo 2026: ગુરુનું સિંહ રાશિમાં ગોચર, ચાર રાશિઓના નસીબના તાળા ખોલશે!

(નોંધ- ઉપરોક્ત સર્વસામાન્ય અવલોકન જ્યોતિષ શાસ્ત્રને આધારે છે, તેને gujaratibiznews.com પુષ્ટિ કરતું નથી. તેમજ તમારા જન્મના ગ્રહોને આધારે પણ આપ તેને મુલવી શકો છો.)

You will also like

Leave a Comment