
Image Generated by AI
અમદાવાદ- Jupiter Transit Leo 2026 દેવગુરુ બૃહસ્પતિ(ગુરુ)નું સિંહ રાશિમાં 31 ઓકટોબરે ગોચર થશે. જ્યોતિશાસ્ત્ર અનુસાર આ એક અત્યંત મહત્ત્વપૂર્ણ જ્યોતિષી ઘટના માનવામાં આવે છે. જેને ‘સિંહસ્થ બૃહસ્પતિ’ પણ કહેવામાં આવે છે. સિંહ રાશિના સ્વામી સૂર્ય છે. જે બૃહસ્પતિના મિત્ર ગ્રહ છે. મિત્ર રાશિ હોવાને કારણે ગુરુનું આ ગોચર સામાન્ય રીતે શુભ અને પ્રભાવકારી પરિણામ આપે છે.
કુંભ મેળાનું આયોજન
સિંહ રાશિએ શક્તિ, નેતૃત્વ અને અધિકારનું પ્રતીક છે. ગુરુનું સિંહ રાશિમાં આવવું વ્યક્તિમાં નિર્ણય લેવાની ક્ષમતા, જ્ઞાન, ગુણો અને આત્મવિશ્વાસમાં વધારો કરે છે. જ્યારે દેવગુરુ બૃહસ્પતિ સિંહ રાશિમાં પ્રવેશ કરે છે અને સૂર્ય મેષ રાશિમાં હોય છે ત્યારે નાસિક કે ત્ર્યંબકેશ્વરમાં પ્રસિદ્ધ કુંભ મેળાનું આયોજન થાય છે.
ચાર રાશિ પર સૌથી વધુ શુભ અસર
Jupiter Transit Leo 2026 આ સમયગાળા દરમિયાન સમાજમાં ધાર્મિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક ગતિવિધીઓમાં વૃદ્ધિ થાય છે. લોકો પરોપકાર અને જ્ઞાન પ્રાપ્તિ માટે વધુ આકર્ષિત થાય છે. આ સમય રાજનીતિ, સરકાર, શિક્ષા, કાયદા સાથે જોડાયેલ લોકો માટે વિશેષરૂપથી ઉન્નતિદાયક સિદ્ધ થાય છે. દેવગુરુના ગોચરથી આમ તો તમામ 12 રાશિઓના જાતકો પર પ્રભાવ પડે છે. પરંતુ આ ચાર રાશિઓ માટે વિશેષ રૂપથી શુભ રહેશે.
મેષ રાશિ(Aries)
મેષ રાશિવાળાઓ માટે ગુરુનું રાશિ પરિવર્તન(સિંહ રાશિમાં ગોચર) શુભ અવસરોમાં વૃદ્ધિ કરશે. ગુરુ આપની રાશિથી પાંચમાં ભાવમાં ગોચર કરે છે. જે સમયગાળામાં કરિયરમાં નવી તકો પ્રાપ્ત થશે. પ્રતિસ્પર્ધા પરીક્ષામાં સફળતાના સારા સંકેત મળશે. આર્થિક મોરચા પર આપની આવકમાં નવા સ્ત્રોત સર્જાઈ શકે છે.
કર્ક રાશિ(Cancer)
કર્ક રાશિના જાતકો માટે ગુરુનું રાશિ પરિવર્તન(Jupiter Transit Leo 2026) ધન લાભમાં વધારો કરનાર રહેશે. પારિવારિક મામલામાં પોઝિટિવ વલણ જોવા મળશે. અહીયાં ગુરુ આપની કુંડળીમાં ગોચર આપના ધનના ભાવમાં થશે તે આપના માટે ખૂબ સારા લાભની તક સર્જશે.
તુલા રાશિ(Libra)
તુલા રાશિવાળા પર ગુરુનું સિંહમાં ગોચર સૌથી વધુ પ્રભાવશાળી રહેશે. ગુરુનું રાશિ પરિવર્તન આપના માટે લાભકારી રહેશે. ગુરુ આપની રાશિથી 11માં ભાવમાં આવશે. એટલે આપની આવકમાં વધારો કરવાની તક સાંપડે. કરિયરમાં નવા પ્રકારની જવાબદારીઓ મળી શકે છે.
સિંહ રાશિ(Leo)
સિંહ રાશિમાં ગુરુનું ગોચર થવાથી સિંહ રાશિવાળા જાતકો પર વિશેષ પ્રભાવ પડશે. આપના આત્મવિશ્વાસમાં વધારો થશે. આપના નેતૃત્વના ગુણો વધુ ખીલશે. આપના માનસમ્માનમાં વધારો, નોકરી બિઝનેસમાં નવી જવાબદારીની સાથે નવી લાભદાયી તકો પ્રાપ્ત થશે. આપની આવકમાં વધારો થશે.
શુભ પરિણામ મેળવવા માટેના ઉપાય
ગુરુ ગ્રહના બીજ મંત્રનો જાપ કરવો ઉત્તમ પરિણામ પ્રાપ્ત થાય છે- ઓમ બૃં બૃહસ્પતયે નમઃ
ગુરુવારના દિવસે પીળા કપડા પહેરવા, ચણાની દાળ અથવા હળદરનું દાન કરવું.
ભગવાન શ્રી વિષ્ણુંની પૂજા કરવી અને માથા પર કેસર અથવા ચંદન અથવા હળદરનું તિલક કરવું જોઈએ
(નોંધ- ઉપરોક્ત સર્વસામાન્ય અવલોકન જ્યોતિષ શાસ્ત્રને આધારે છે, તેને gujaratibiznews.com પુષ્ટિ કરતું નથી. તેમજ તમારા જન્મના ગ્રહોને આધારે પણ આપ તેને મુલવી શકો છો.)

