
Image Generated by AI
અમદાવાદ- Diwali 2026 દિવાળી હિન્દુ ધર્મનો સૌથી મોટો તહેવાર છે. રોશની, ખુશહાલી અને સમૃદ્ધિનું આ પર્વ દર વર્ષે આસો મહિનાની અમાસે ઉજવવામાં આવે છે. માન્યતા એવી છે કે આ તિથી પર ભગવાન રામ, માતા સીતા અને ભાઈ લક્ષ્મણની સાથે 14 વર્ષનો વનવાસ પૂર્ણ કરીને અયોધ્યા પરત ફર્યા હતા. આમ રામ પરત આવતાં અયોધ્યાવાસીઓએ દીપ પ્રગટાવીને અયોધ્યાને શણગારી હતી, ત્યારથી દિવાળીનો શુભ તહેવાર મનાવવાની પરંપરા ચાલી આવે છે.
દિવાળીની તારીખને લઈને મુંઝવણ
દિવાળીના શુભ દિવસે માતા લક્ષ્મી અને ભગવાન ગણેશજીની વિધિવત પૂજા કરાય છે. દિવાળીની દિવ્ય રાત્રીએ જે લોકો માતા લક્ષ્મીની અને ભગવાન ગણેશજીની પૂજા કરે છે, તેમના ઘરમાં કદી અન્ન અને ધનની ખેંચ રહેતી નથી. જો કે આ વર્ષ 2026માં દિવાળીની તારીખને લઈને મુંઝવણ ઉભી થઈ છે. કોઈ દિવાળી 8 નવેમ્બરે તો કોઈ 9 નવેમ્બરે દિવાળી બતાવી રહ્યું છે. આવો આપણે પંચાંગ અનુસાર દિવાળી યોગ્ય અને સાચી તિથી જાણીએ.
દિવાળીની સાચી તારીખ
Diwali 2026 હિન્દુ પંચાંગ અનુસાર આ વર્ષે આસો મહિનાની અમાસ તિથી 8 નવેમ્બર, 2026ને સવારે 11.28 કલાકથી શરૂ થાય છે. આ તિથીનું સમાપન 9 નવેમ્બર, 2026ને બપોરે 12.32 કલાકે થશે. ઉદય તિથી અને પ્રદોષ કાળને ધ્યાનમાં લઈએ તો દિવાળીનો તહેવાર 8 નવેમ્બર, 2026ને રવિવારે મનાવામાં આવવો જોઈએ.
લક્ષ્મી પૂજા માટે સર્વશ્રેષ્ઠ મુહૂર્ત
સાંજે 5.54 વાગ્યાથી સાંજે 7.50 વાગ્યા સુધી
પ્રદોષ કાળ મુહૂર્ત
સાંજે 5.41 વાગ્યાથી રાત્રીના 8.17 વાગ્યા સુધી
નિશિતા કાળ મુહૂર્ત
રાત્રે 11.44 વાગ્યાતી રાત્રીના 12.36 વાગ્યા સુધી
દિવાળી પૂજાની સામગ્રી
Diwali 2026 દિવાળીના દિવસે પૂજા માટે પહેલા તમામ જરૂરી સામગ્રી તૈયાર કરી લેવી જોઈએ. જેમાં લક્ષ્મી ગણશેની મુર્તિ, પૂજા માટે બાજોટ, લાલ કપડુ, કુંકુ, અબીલ, ગુલાલ, સિંદુર, ચંદન, ચોખા વિગેરે તૈયાર રાખવું. તે ઉપરાંત કપુરી પાન, સોપારી, પંચામૃત, નારિયેળ, ગંગાજળ, ત્રાંબાનો કળશ, ફૂલ, હાર, પાંચ ફળ, દૂર્વા, કપુર, દીવા માટે રૂ, બે દીવા(એક તેલનો દીવો અને બીજો ગાયના ઘીનો દીવો), મીઠાઈ, સાકર અથવા પતાસા અથવા ગોળ-ધાણા પૂજા કરતાં પહેલા તૈયાર રાખવા જોઈએ.
દિવાળીના શુભ દિવસે ચોપડા પૂજનનું અતિમહત્ત્વ રહેલું છે, તેની સાથે જ મા લક્ષ્મીજી અને ગણેશજી પૂજન કરાય છે. તે પહેલા હિસાબી ચોપડા ખરીદવાના હોય છે.
ચોપડા ખરીદવાનું મુહૂર્ત
તારીખ 01-11-2026 રવિવારે પુષ્ય નક્ષત્ર
સવારે 8.06 વાગ્યાથી 12.20 વાગ્યા સુધી
બપોરે 1.44 વાગ્યાતી 3.08 વાગ્યા સુધી
સાંજે 5.57 વાગ્યાથી રાત્રીના 10.44 વાગ્યા સુધી
દિવાળીના દિવસે ચોપડા પૂજનનું મુહૂર્ત
તારીખ 08-11-2026ને રવિવારે દિવાળી સવારે 11.29થી અમાસ શરૂ થશે
સવારે 11.29 વાગ્યાથી 12.20 વાગ્યા સુધી
બપોરે 1.43 વાગ્યાથી 3.07 વાગ્યા સુધી
સાંજે 5.54 વાગ્યાથી રાત્રીના 10.43 વાગ્યા સુધી
લક્ષ્મીજીને પધારવા આહ્વાન
આમ દિવાળીના શુભ દિવસે ચોપડા પૂજન કરીને નવા વર્ષે ધંધો રોજગાર શ્રી સવા થાય તેવી માતા લક્ષ્મીજી અને ભગવાન ગણેશજીની પ્રાર્થના કરવામાં આવે છે. ત્યાર પછી ફટાકડા ફોડવાની પરંપરા છે. દિવાળીના તહેવારોમાં ઘરના આંગણે દીપ પ્રગટાવવા જોઈએ. અને મા લક્ષ્મીને અમારા ઘરે પધારવા આહ્વાન કરવામાં આવે છે.
આપ સૌને દિપાવલીની ખૂબ ખૂબ શુભેચ્છા

