મોંઘવારીએ માઝા મુકીઃ રીટેઈલ મોંઘવારી દર સતત 12માં મહિને વધુ વધી રેકોર્ડ લેવલ પર

by Gujarati biz news

નવી દિલ્હી- દેશમાં મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો છે. સરકારે ગુરુવારે કન્ઝ્યુમર પ્રાઈઝ ઈન્ડેક્સ(CPI) એટલે કે રીટેઈલ(છૂટક) મોંઘવારીના આંકડા જાહેર કર્યા છે, તે ચોંકવનારા આવ્યા છે. ઓકટોબર મહિનામાં મોંઘવારી દર રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા નક્કી કરાયેલ લક્ષ્યાંક કરતાં ઊંચો જાહેર થયો છે.

રીઝર્વ બેંકના લક્ષ્યાંક કરતાં વધારો

આરબીઆઈએ મોંઘવારી દરનો લક્ષ્યાંક નક્કી કર્યો છે, તે લક્ષ્યની ઉપર એટલે કે 6 ટકાની ઉપર નીકળી ગયો છે. સરકારે જાહેર કરેલ આંકડા પર નજર કરીએ તો ઓકટોબરમાં રીટેઈલ મોંઘવારી દર વધીને 6.09 ટકાના રેકોર્ડ ઊંચાઈ પર પહોંચી ગયો છે.

ઓકટોબરમાં મોંઘવારી 6.09 ટકા રેકોર્ડ ઊંચાઈએ

ભારતમાં મોંઘવારીનો ઝાટકો વાગ્યો છે. દેશમાં રીટેઈલ મોંઘવારી દર ઓકટોબર મહિનામાં ખૂબ ઝડપથી વધીને 6.09 ટકા રહ્યો છે. જે તેની પહેલા સપ્ટેમ્બર મહિનામાં 5.54 ટકા હતો. નોંધનીય બાબત એ છે કે રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા નક્કી કરાયેલ અપર લિમિટ 2 ટકાથી 6 ટકાથી ઉપર નીકળી ગયો છે. આ સતત 12મો મહિનો છે કે રીટેઈલ મોંઘવારી દર સતત વધ્યો છે.

ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં વધારો

રીટેઈલ મોંઘવારી દરમાં વધારા પાછળ ખાવા પીવાની ચીજવસ્તુઓ મોઘી થઈ છે, તેની અસર જોવા મળી છે. કન્ઝ્યુમર ફૂડ પ્રાઈઝ ઈન્ડેક્સ બેઝ્ડ મોંઘવારી દર ઓકટોબર મહિનામાં જ ઉછળીને 8.94 ટકાના મથાળે પહોંચી ગયો છે. જે સપ્ટેમ્બરમાં 7.74 ટકા હોત. ખાદ્ય ચીજવસ્તુઓના ભાવ ગ્રામીણ ક્ષેત્રોમાં સૌથી વધુ ઊંચા રહ્યા છે. જ્યાં 9.09 ટકા દર નોંધાયો છે. જ્યારે શહેરી વિસ્તારોમાં ખાદ્ય મોંઘવારી દર 8.68 ટકા રહ્યો છે.

શેના ભાવ વધ્યા?

મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઈમ્પ્લીમેન્ટેશનએ ગુરુવારે જાહેર કરેલ ડેટા અનુસાર ખાદ્ય ચીજોમાં સામેલ ડુંગળીની કીમતોમાં ઓકટોબરમાં સૌથી વધુ 116.22 ટકા મોંઘવારી નોંધાઈ હતી. જે સપ્ટેમ્બરમાં 108.13 ટકા હતો. લસણનો મોંઘવારી દર 54.62 ટકાથી વધીને 60.74 ટકા થયો છે. તેમજ આદુની કીમતોમાં 48.32 ટકાનો વધારો થયો હતો. લીંબુની કીમતોમાં 47.30 ટકાનો ઉછાળો આવ્યો હતો.

શેના ભાવ ઘટ્યા? 

જ્યારે બટાટાના ભાવમાં ઘટાડો રહ્યો હતો. ઓકટોબરમાં બટાટાના ભામાં 14.24 ટકાનો ઘટાડો નોંધાયો હતો. કોબીઝની કીમતમાં 10.57 ટકા અને નારિયેળની કીમતમાં 5.60 ટકાનો ઘટાડો થયો હતો.

ગ્રામીણ વિસ્તારોમાં મોંઘવારી વધુ વધી

આંકડાનું એનાલિસીસ કરીએ તો શહેરી ભારતના સ્થાને ગ્રામીણ ભારતમાં મોંઘવારીનો માર વધુ જોવાયો હતો. ઓકટોબરમાં રુરલ રીટેઈલ મોંઘવારી દર 6.08 ટકાથી વધીને 6.63 ટકા પર પહોંચી ગયો હતો. જ્યારે અર્બન મોંઘવારી દર આ સમયગાળા દરમિયાન 4.88 ટકાથી વધીને 5.41 ટકા થયો હતો. રાજધાની દિલ્હીમાં ગ્રામીણ વિસ્તારોમાં મોંઘવારી 5.24 ટકા અને શહેરી વિસ્તારોમાં 3.77 ટકા રહ્યો હતો.

You will also like

Leave a Comment