નવી દિલ્હી- ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16 નવેમ્બર, 2026ના રોજ ફિલીપીન્સના બે દિવસીય પ્રવાસે મનીલા પહોંચી ગયા છે. આ યાત્રા દરમિયાન તેઓ ફિલીપીન્સના મનીલામાં આયોજિત આશિયાન ભારત શિખર સમ્મેલન અને પૂર્વી એશિયા શિખર સમ્મેલનમાં ભાગ લેશે. તે ઉપરાંત પીએમ મોદી ઓસ્ટ્રેલિયા, જાપાન અને અમેરિકાના નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો પણ કરી શકે છે.
ટ્રેડ અને રોકાણ પર ભાર આપશે
એવું મનાઈ રહ્યું છે કે આ પ્રવાસ દરમિયાન ભારત મુખ્યત્વે ટ્રેડ અને રોકાણ વધારવા પર ભાર આપશે, તેની સાથે હિંદ પ્રશાંત ક્ષેત્રમાં સમુદ્દ્રી સુરક્ષા અને સામરિક સહયોગને મજબૂત કરવા પર ચર્ચા કરશે.
બેઠક ખૂબ જ મહત્ત્વપૂર્ણ
હિન્દ અને પ્રશાંત મહાસાગરમાં બદલાતા જતાં જિઓ પોલિટિકલ સમીકરણો અને ચીનના વધતાં જતાં પ્રભાવની વચ્ચે આ બેઠક ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ભારત અને આસિયાન દેશોની વચ્ચે આર્થિક સંબધોમાં નવી દિશાની સાથે ક્ષેત્રીય સુરક્ષાના પડકારો પર પણ ચર્ચા થવાની આશા છે. ફિલીપીન્સના રાષ્ટ્રપતિ ફર્ડિનેન્ડ આર માર્કોસ જૂનિયર સોમવારે આસિયાન અને તેમના ભાગીદાર દેશોના નેતાઓના સમ્માનમાં રાત્રી ભોજનનું આયોજન કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને ફિલીપીન્સના પ્રવાસ અંગે માહિતી શેર કરી હતી.

122 અબજ ડૉલરનો વેપાર
મનીલામાં થનાર 23માં આસિયાન ભારત શિખર સમ્મેલન બન્ને પક્ષોના આર્થિક અને રણનીતિક સંબધોની દ્રષ્ટિએ ખૂબ મહત્ત્વના છે. વિદેશ મંત્રાલયમાં સચિવ રુદ્રેન્દ્ર ટંડનના કહેવા અનુસાર 11 સભ્યો આસિયાન સંગઠન ક્ષેત્રમાં શાંતિ, સ્થિરતા અને આર્થિક સમૃદ્ધિએ મોટો આધાર છે. ભારત અને આસિયાન દેશોની વચ્ચે વાર્ષિક અંદાજે 122 અબજ ડૉલરનો વેપાર થાય છે. એવા સંજોગોમાં વેપાર અને રોકાણના નવી તકો શોધવા માટેની આ બેઠકનો મુખ્ય એજન્ડા રહેશે.
રાજનાથ સિંહે ઓપરેશન સિંદૂરને યાદ કર્યું
ભારત દક્ષિણ-પૂર્વ એશિયાઈ દેશોની સાથે રક્ષા સંબંધોને પણ મજબૂત કરવા ઈચ્છે છે. તેમાં જહાજ, રડાર, વાયુ રક્ષા, પ્રણાલી, હેલીકોપ્ટર, ડ્રોન અને અન્ય આધુનિક ટેકનોલોજીના ક્ષેત્રમાં સહયોગની સંભાવના તપાસવામાં આવશે. તેની પહેલા ફિલીપીન્સના સેબૂમાં આયોજિત આસિયાન રક્ષા મંત્રીઓની બેઠકમાં સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે આ અભિયાનમાં આતંકની વિરુદ્ધ ભારતની સ્પષ્ટ નીતિ અને કડક વલણ દર્શાવ્યું હતું.
પીએમ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજે 8 વાગ્યે મનીલા પહોંચ્યા હતા અને તેમનું ભારતીય સમુદાયના લોકોએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. પીએમ મોદીએ ટ્વીટ કરીને લખ્યું હતું કે આપણા પ્રવાસી ભારતીયો ભારતીય સંસ્સકૃતિને જાળવી રાખે છે અને સાથે સાતે આપણા બન્ને દેશોને નજીક લાવવા માટે પણ કાર્યરત છે. તે જોઈને ખૂબ જ આનંદ થાય છે. બન્ને દેશોના બાળકો દ્વારા પૂર્ણ કુંભ શ્લોકનું પઠન કરવામાં આવ્યં હતું અને ત્યાર બાદ તેમણે બોલીવુડ અને ભાંગડાના નૃત્યો રજૂ કર્યા હતા.

