Navratri Special Ambaji Mandir: આદ્યશક્તિ અંબાજી માતાજીનો શું છે ઈતિહાસ અને મહિમા?

by Gujarati biz news
Navratri Special Ambaji Mandir

Navratri Special Ambaji Mandirઅમદાવાદ- Navratri Special Ambaji Mandir નવરાત્રીના પવિત્ર દિવસો ચાલી રહ્યા છે. નવરાત્રી એટલે શક્તિ સુધી પહોંચવાનો અને સાક્ષાત જગદંબાની કૃપાને પામવાનો પવિત્ર અવસર. કહેવાય છે કે ને કે જ્યારે ચિત્ત માં ના ચરણોમાં લીન થઈ જાય ને ત્યારે જ એની કૃપાનો સાક્ષાત્કાર થાય છે. તો આવો આપણે પણ આજે માં અંબાના ચરણોમાં આપણા ચિત્તને લીન કરીએ અને જાણીએ અંબાજીમાં બીરાજમાન આદ્યશક્તિ મા અંબાજીનો મહિમા…

અંબાજી માતાનો ઈતિહાસ

અંબાજીનો ઈતિહાસ અનેરો છે. દક્ષ રાજાએ આયોજિત કરેલા યજ્ઞમાં ભગવાન શિવને સ્થાન ન આપવામાં આવ્યું. આ વાતની જાણ દક્ષ પ્રજાપતીના પુત્રી માતા પાવર્તીને થઈ અને ત્યાં યજ્ઞ સ્થળે માતાજી ગયા અને ત્યાં ભગવાન શિવનું સ્થાન નથી અને શિવનું અપમાન થયું તે જોતાં જ માતાજીએ પોતાની જાતને યજ્ઞ કુંડમાં હોમી દીધી હતી.

51 શક્તિપીઠમાં અનેરુ સ્થાન

આ જોઈને ભગવાન શિવ અત્યંત ક્રોધિત બની ગયા અને માતા સતીના દેહને લઈને તાંડવ નૃત્ય કર્યુ હતુ. ભગવાન શિવે ક્રોધીત થઈને કરેલા તાંડવથી પ્રલયની સ્થિતી સર્જાઈ હતી. ત્યારે દેવોની વિનંતીથી વિષ્ણુ ભગવાને સુદર્શન ચક્ર દ્વારા સતીના અંગનો વિચ્છેદ કર્યો હતો. આ વિચ્છેદ પામેલ અંગના ટુકડાઓ અને ઘરેણાંઓ જુદી જુદી એકાવન જગ્યાએ પડ્યાં હતા અને જ્યાં જ્યાં માં ના અંગ પડ્યા તે જગ્યાએ માતાજીની અલગ અલગ 51 શક્તિપીઠ બન્યા છે. તંત્ર ચુડામણીમાં આ બાવન મહાપીઠોનો ઉલ્લેખ છે. તે પૈકી અંબાજીના ગબ્બર પર માતાજીના હૃદયનો ભાગ પડયો હોવાની માન્યતા છે તેથી અંબાજી પવિત્ર શક્તિપીઠ ધામ તરીકે પૂજાય છે.

માતાજીના હ્રદયનો ભાગ અંબાજીમાં

તંત્ર ચુડામણીમા આ બાવન મહાપીઠોનો ઉલ્લેખ છે. આ પૈકી એક શક્તિપીઠ આરાસુર અંબાજીનું ગણાય છે. આરાસુરમાં માતાજીના હૃદયનો ભાગ પડયો હોવાની માન્યતા છે.

શ્રીકૃષ્ણના માથાના વાળ ઉતારવાની વિધી અંબાજીમાં

Navratri Special Ambaji Mandir ભાગવતમાં ઉલ્લેખ છે કે ભગવાન શ્રીકૃષ્ણ માથાના વાળ ઉતારવાની વિધી આરાસુરમા મા અંબાના સ્થાને થઈ હતી. એ પ્રસંગે નંદ યશોદાએ માતાજીના સ્થાનકે જવારા વાવ્યા હતા અને સાત દિવસ સુધી અંબાજી રહ્યા હતા. આજે પણ એ સ્થળ ગબ્બર પર્વત ઉપર જોવા મળે છે.

પાંડવો અને ભગવાન રામ આરાસુરમાં આવ્યા હતા

પાંડવો વનવાસ દરમ્યાન આરાસુરમાં માતાજીનું તપ કરવા આરાસુરમાં રોકાયા હોવાનો ઉલ્લેખ શાસ્ત્રોમાં જોવા મળે છે. વનવાસ દરમ્યાન સીતાને શોધવા ભગવાન રામ અને લક્ષ્મણ પણ અર્બુદાના જંગલોમાં શૃગી ઋષિના આશ્રમમાં આવ્યા હતા. ઋષિએ તેઓને માતાજીના આશીર્વાદ મેળવા દર્શનાર્થે મોકલ્યા ત્યારે માતાજીએ પ્રસન્ન થઈ રાવણને મારવા ભગવાન રામને અજય બાણ આપ્યું હતુ અને એ બાણથી રાવણનો નાશ થયાની માન્યતા છે. અને દંતકથાઓ અને લોકવાયકાઓ આ પૌરાણિક ધામનો પરિચય આપે છે.

અંબિકાવન

Navratri Special Ambaji Mandir ગુજરાતની ઉત્તર દિશામાં રાજસ્થાનની સરહદ પાસે અને અરવલ્લીના પહાડોની વચ્ચે આવેલું અંબાજી ખૂબ જ જાણીતું યાત્રાધામ છે. પુરાણોમાં લખ્યું છે કે અહીં પહેલા અંબિકાવન હતું. અંબાજી સમુદ્ર સપાટીથી 1580 ફૂટની ઊંચાઇ ઉપર અરવલ્લીના પહાડોની વચ્ચે વસેલું છે.

વીસાયંત્રની પૂજા

અંબાજી મંદિરમાં કોઇ દેવીની મૂર્તિની પૂજા થતી નથી. પરંતુ વીસાયંત્રની પૂજા કરાય છે. આ યંત્ર માન્યતા અનુસાર શ્રીયંત્ર છે, જે ઉજ્જૈન તેમજ નેપાળની શક્તિપીઠોના મૂળ યંત્ર સાથે સંકળાયેલું છે અને યંત્રમાં એકાવન અક્ષર હોવાનું પ્રમાણ છે. આ યંત્રની દર મહિનાની આઠમે પૂજા થાય છે. આ તીર્થક્ષેત્રમાં બારે માસ યાત્રીઓ દર્શન માટે આવતાં હોય છે.

ભાદરવી પૂનમનો મેળો

Navratri Special Ambaji Mandir દર માસની પુનમે બહુ મોટી સંખ્યામાં યાત્રિકો અહીં આવે છે અને મંદિરના શિખર ઉપર ધજા ચઢાવે છે. ધાર્મિક રીતે અંબાજી ભારતની શક્તિપીઠમાં મહત્વનું સ્થાન ધરાવે છે. અંબાજીના મંદિરમાં બીરાજમાન માતા અંબાજીના દર્શનનું ખૂબ મહાત્મ્ય છે. દર ભાદરવી પૂનમના રોજ અહીંયા વિશાળ મેળો ભરાય છે અને રાજ્યભરમાંથી માતાજીના અનેક ભક્તો પગપાળા ભાદરવી પૂનમના દિવસે આદ્યશક્તિ માં અંબાના દર્શનાર્થે આવે છે.

નવરાત્રીના નવ દિવસ

નવરાત્રીના નવ દિવસ અંબાજીમાં માતાજીની વિશેષ પૂજા થાય છે. પ્રથમ નોરતે જવારા વવાય છે. તેમજ નવ દિવસ સુધી અંબાજી મંદિરના ચાચર ચોકમાં માની આરાધના રૂપે ગરબા થાય છે. આ નવ દિવસ દરમિયાન માતાજીના દર્શન કરવા દેશ અને વિદેશમાં લાકો માઈ ભક્તો આવે છે. માતાજીના ચરણોમાં શીશ નમાવે છે. માઈ ભક્ત મા પાસે જે કાંઈ માંગે તે માતાજી તેની મનોકામના પૂર્ણ કરે છે. વધુ માહિતી માટે આપે અંબાજી ટેમ્પલની ઓફિશિયલ વેબસાઈટ જોઈ શકો છો. https://ambajitemple.in/

સૌને જય અંબે…. 

  • પારુલ રાવલ, વરિષ્ઠ પત્રકાર, અમદાવાદ

You will also like

Leave a Comment