Navratri Special Bhadrakali Mandir: અમદાવાદના નગરદેવી મા ભદ્રકાળીનું મહાત્મ્ય

by Gujarati biz news
Navratri Special Bhadrakali Mandir

Navratri Special Bhadrakali Mandirઅમદાવાદ– Navratri Special Bhadrakali Mandir  નવરાત્રીમાં માતાજીની આરાધના કે અનુષ્ઠાન કરવાથી સામાન્ય દિવસો કરતા અનેકગણું ફળ પ્રાપ્ત થાય છે. અહમ્ જ્યારે ઓગળી જાય ત્યારે માતાજીના ચરણોની કૃપા પ્રાપ્ત થાય છે. આજે આપણે જાણીશું અમદાવાદ શહેરની મધ્યમાં બીરાજમાન માતા ભદ્રકાળીનું મહાત્મ્ય….

ભદ્ર વિસ્તારમાં બિરાજતી હોવાથી ભદ્રકાળી કહેવાયા

અમદાવાદ શહેરની મધ્યમાં બીરાજમાન માતા મહાકાળી કે અમદાવાદના ભદ્ર વિસ્તારમાં આવેલ હોવાથી તે ભદ્રકાળી તરીકે ઓળખાય છે. અમદાવાદના નગર દેવી તરીકે પૂજાય છે. કહેવાય છે કે મહાકાળી અહીંયા સહસ્ત્ર વર્ષોથી બિરાજમાન છે અને મા મહાકાળીના ચરણોમાં જે સાચી શ્રદ્ધા સાથે શીશ નમાવે છે તે ભક્તને માતા મહાકાળી ક્યારેય નિરાશ નથી કરતા.

ભદ્રકાળીનું સ્થાનક સદીઓ જૂનું

Navratri Special Bhadrakali Mandir લોકવાયકા પ્રમાણે એવું કહેવાય છે કે આજથી છ સદી પૂર્વે અહેમદશાહ બાદશાહે અમદાવાદ શહેર વસાવ્યું હતું. પરંતુ દેવી ભદ્રકાળીનું આ સ્વરૂપ તેનાથી સદીઓ પહેલા અસ્તિત્વમાં હોવાનું મનાય છે. મા ભદ્રકાળીનું આ સ્થાનક એટલે નગરજનોના શ્વાસ સાથે જોડાયેલું સ્થાનક. નગરજનોના ધબકારા સાથે ધબકતું સ્થાનક.

કમળનું પુષ્પ ચઢાવાય છે

અમદાવાદના કેટલાય ભાવિકોના દિવસની શરૂઆત મા ભદ્રકાળીના દર્શનથી જ થાય છે. મા ભદ્રકાળીના મંદિરમાં માતાને કમળનું પુષ્પ ચડાવવાનું અનેરું મહત્વ છે. મા ભદ્રકાળીમાં શક્તિના ત્રણેય સ્વરૂપ છે જેમ કે, મા સરસ્વતી, મા કાળી અને મા લક્ષ્મી. મા ભદ્રકાળી એ મા પાર્વતીનું સ્વરૂપ છે. આમ છતાં તેમાં ત્રણેય દેવીના અંશ છે, જેના કારણે અમદાવાદ સુરક્ષિત, સુશિક્ષિત અને સમૃદ્ધ રહ્યું છે. અમદાવાદ શહેરના નગરદેવી છે મા ભદ્રકાળી.

આશાભીલનું સામ્રાજ્ય

પ્રચલિત કથા અનુસાર દેવી ભદ્રકાળી સહસ્ત્ર વર્ષોથી આ શહેરમાં બિરાજમાન છે. કહેવાય છે કે 1000 વર્ષ પહેલા આશાવર કે આશાવલ્લી તરીકે પ્રસિદ્ધ હતું. અહીં આશાભીલનું સામ્રાજ્ય હતું. આ આશાભીલને પરાસ્ત કરીને પાટણના રાજા કર્ણદેવ સોલંકીએ અહીં કર્ણાવતી નગરી વસાવી હતી. કહેવાય છે કે તે જ રાજા કર્ણદેવે, અહીં નગરદેવીના સ્વરૂપમાં રાજદેવી મા ભદ્રકાળીની સ્થાપના કરી હતી.

ભદ્રકાળી અમદાવાદના નગરદેવી

Navratri Special Bhadrakali Mandir મા ભદ્રકાળીના આ સ્થાનક સાથે કેટલીય કથાઓ, દંતકથાઓ જોડાયેલી છે. કહેવાય છે કે મહારાજા કર્ણદેવના સમયમાં આ મૂર્તિ માણેકચોકમાં બિરાજિત હતી, ત્યારે મોગલોના સામ્રાજ્યથી બચાવવા માટે આ મૂર્તિને ભદ્રના કિલ્લાના એક ભોંયરામાં પ્રસ્થપિત કરવામાં આવી. ત્યારબાદ બ્રિટિશ શાસનમાં પેશ્વાઓએ આ મૂર્તિને આ મંદિરમાં સ્થાપિત કરી. મા ભદ્રકાળી અમદાવાદની કુળદેવી તરીકે પણ પ્રસિદ્ધ છે અને કહેવાય છે કે અમદાવાદની સમૃદ્ધિ પણ માતાજીની કૃપાથી છે.

નવરાત્રીના નવ દિવસ માતાજીને વિશેષ શણગાર 

ભદ્રકાળી મંદિરમાં દરરોજ હજારો ભક્તો દર્શન કરવા આવે છે. શહેરની મધ્યમાં આવેલ ભદ્ર વિસ્તારમાં હોવાથી બહારગામ કે ગામડેથી ભદ્ર વિસ્તારમાં ખરીદી કરવા આવતા લોકો પણ ભદ્રકાળી માતાના દર્શન કરીને પછી જ ખરીદીની શરૂઆત કરે છે. અમદાવાદ શહેરમાં રહેતા નગરજનો પણ પોતાના કામની શરૂઆત કરતાં પહેલા માતાજીના દર્શન કરીને પછી જ દિવસની શરૂઆત કરે છે. અહીંયા નવરાત્રીની આઠમના દિવસે મહાયજ્ઞ થાય છે. તેમજ નવરાત્રીના નવ દિવસ વિશેષ પૂજા અને માતાજીના શણગાર કરાય છે. આ વખતે લાઈટ એન્ડ સાઉન્ડ શો પણ યોજવામાં આવ્યો છે. મા ભદ્રકાળી આપ સૌની તમામ મનોકામના પૂર્ણ કરે તેવી પ્રાર્થના.

જય ભદ્રકાળી મા

  • પારુલ રાવલ, વરિષ્ઠ પત્રકાર, અમદાવાદ

You will also like

Leave a Comment