US Supreme Court ruling tariffs: ટ્રમ્પ ટેરિફ ગેરકાયદે, ચૂકાદા પછી ટ્રમ્પે 10 ટકા નવો વૈશ્વિક ટેરિફ લાદ્યો

by Gujarati biz news
US Supreme Court rules on tariffs

નવી દિલ્હી- US Supreme Court ruling tariffs યુએસ સુપ્રીમ કોર્ટ દ્વારા ટેરિફ રદ કરવાના ચૂકાદા પછી યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની આકરી પ્રતિક્રિયા આવી છે.  ટ્રમ્પે કહ્યું છે કે તેઓ કોઈપણ દેશને બરબાદ કરી શકે છે. પણ તેમને એક ડૉલરની પણ ડ્યૂટી લગાવવાથી રોકવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટના ચૂકાદાના ગણતરીના કલાકોમાં જ તેમણે 10 ટકા વૈશ્વિક ટેરિફ લાગુ કરવાની જાહેરાત કરી દીધી છે. આ મામલો હવે કાયદાકીય અને રાજનૈતિક રૂપ ધારણ કરશે, તેમ નિષ્ણાતો માની રહ્યા છે.

1977ના IEEPA કાયદા અનુસાર ગેરકાયદે

અમેરિકાની સુપ્રીમ કોર્ટના ચૂકાદા(US Supreme Court rules tariffs) પછી ટેરિફને લઈને ટ્રમ્પની હાર થઈ છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સુપ્રીમ કોર્ટના ચૂકાદા પછી ખુલીને નારાજગી દર્શાવી છે અને કહ્યું છે કે અદાલતે તેમને બીજા દેશો પર એક ડૉલરનો ટેક્સ લગાવવાથી રોક્યા છે. કોર્ટે એપ્રિલમાં લગાવવામાં આવેલ રેસિપ્રોક્લ ટેરિફને 1977ના IEEPA કાયદા અનુસાર ગેરકાયદે ઠરાવવામાં આવ્યો છે.

આ ચૂકાદો શર્મનાક છે

US Supreme Court rules tariffs ચૂકાદા પછી મીડિયા સાથે વાત કરતાં ટ્રમ્પે કહ્યું છે કે આ ચૂકાદો શર્મનાક છે. તેમનું કહેવું હતું કે કોર્ટે તેમને સામાન્ય ડયૂટી લગાવવાથી પણ રોક્યા છે. જ્યારે તેઓ ઈચ્છે તે દેશની સાથે વેપાર બંધ કરી શકે છે. તેમણે કહ્યું છે કે હું કોઈપણ દેશની સાથે વેપાર સમાપ્ત કરી શકું છું. એંબાર્ગો લગાવી શકુ છું. પણ હુ એક ડૉલરનો ટેરિફ લગાવી ની શકું. ટ્રમ્પે એવો પણ આરોપ લગાવ્યો હતો કે શક્ય છે કે આ ચૂકાદો બીજા દેશોને બચાવવા માટે આપવામાં આવ્યો છે, નહી કે અમેરિકાના હિતમાં.

10 ટકા નવો ગ્લોબલ ટેરિફ

સુપ્રીમ કોર્ટના ચૂકાદાથી ટ્રમ્પને ઝાટકો લાગ્યો છે.(US Supreme Court rules tariffs) પણ તેના ગણતરીના કલાકો પછી ટ્રમ્પે નવા પગલા ભર્યા છે. તેમણે ઓવલ ઓફિસથી 10 ટકા નવો ગ્લોબલ ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે. આ ટેરિફ 1974ના ટ્રેડ એક્ટની કલમ 122 અનુસાર લગાવ્યો છે. જે રાષ્ટ્રપતિને વધુમાં વધુ 150 દિવસો માટે 15 ટકા સુધી ડ્યૂટી લગાવવાની અનુમતિ આપે છે. આ જોગવાઈ અનુસાર ઔપચારિક તપાસની જરૂર રહેતી નથી. પણ 150 દિવસો પછી તેને આગળ વધારવો હોય તો કોંગ્રેસની મંજૂરી જરૂરી હોય છે.

ટેરિફ નીતિ ચાલુ: ટ્રમ્પ

રાષ્ટ્રપતિ ટ્રમ્પે એમ પણ કહ્યું છે કે કોર્ટનો ચૂકાદો છતાં તેમની ટેરિફ નીતિ ચાલુ રાખશે. તેમનો દાવો છે કે પહેલા લગાવેલ ટેરિફને કારણે અમેરિકાને સેંકડો અબજ ડૉલરની આવક થઈ છે. તેમણે કહ્યું છે કે હવે તે વૈકલ્પિક કાયદાનો રસ્તાનો ઉપયોગ કરશે અને સંભવ છે કે તેના કરતાં વધુ આવક થશે.

ભારત સાથેની ટ્રેડ ડીલનું શું?

ભારતની સાથે વેપાર સમજૂતિ(ટ્રેડ ડીલ) પર ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે સુપ્રીમ કોર્ટના ચૂકાદાથી કોઈ ફેરફાર નહી થાય. અહેવાલો અનુસાર વ્હાઈટ હાઉસના અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે જે દેશોએ અમેરિકાની સાથે ટ્રેડ કરી છે, તેમના માટે હાલમાં ટેરિફ 10 ટકા રહેશે. જ્યા સુધી નવા દર નક્કી નથી થતાં.

150 દિવસની સમય મર્યાદા

કાયદાકીય નિષ્ણાતોના કહેવા પ્રમાણે નવો 10 ટકા વૈશ્વિક ટેરિફ પણ કોર્ટમાં પડાકારાઈ શકાય છે. જો કે તે 150 દિવસની સમય મર્યાદામાં બંધાયેલ છે. એટલા માટે સંભવ છે કે કાયદાકીય પ્રક્રિયા લાંબી ચાલે છે અને ત્યાં સુધીમાં ટેરિફની સમય મર્યાદા સમાપ્ત થઈ જાય છે.

વૈશ્વિક વેપાર પર અસર

હવે ટેરિફની લડાઈ હજી સમાપ્ત થઈ નથી. સુપ્રીમ કોર્ટ અન વ્હાઈટ હાઉસની વચ્ચે અધિકારોની આ ખેંચતાણ આવનાર મહિનાઓમાં રાજનૈતિક અને વૈશ્વિક વેપાર બન્નેને અસર કરી શકે છે.

10 ટકા નવો ટેરિફ તુરંત લાગુ

ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર લખ્યું છે કે મને એ જણાવતાં ગર્વ થાય છે કે મે ઓવલ ઓફિસથી તમામ દેશો પર 10 ટકા વૈશ્વિક ટેરિફ પર હસ્તાક્ષર કર્યા છે. જે લગભગ તુરંત લાગુ થશે.

વધારે ડ્યૂટી લગાવી શકું છું

તેની પહેલા પ્રેસ કોન્ફરન્સને સંબોધતાં ટ્રમ્પે કહ્યું હતું કે વૈશ્વિક 10 ટકા ટેરિફ વધારાનો ટેરિફ હશે. તેમણે એમ પણ કહ્યું કે મે તેનાથી વધારે ડયૂટી પણ લગાવી શકું છું.

રાષ્ટ્રપતિના અધિકારને ફગાવી દીધો

અમેરિકાની સુપ્રીમ કોર્ટે(US Supreme Court rules tariffs) 6-3થી ચૂકાદો આપ્યો છે કે 1977ના ઈન્ટરનેશનલ ઈમરજન્સી ઈકોનોમિક પાવર્સ એક્ટ (IEEPA) અનુસાર કોંગ્રેસની મંજૂરી વગર ટેરિફ લગાવવાના રાષ્ટ્રપતિના અધિકારને ફગાવી દીધો છે. ટ્રમ્પે આ ચૂકાદાને ખૂબ જ નિરાશાજનક બતાવ્યો છે અને કહ્યું છે કે તેમને કોર્ટના કેટલાક સભ્યો પર શરમ આવે છે.

કોઈપણ દેશને બરબાદ કરી શકું છુ

જો કે ટ્રમ્પે કહ્યું હતું કે IEEPA અનુસાર પ્રતિબંધનો અર્થ એ નથી કે તેમની પાસે કાયદાકીય વિકલ્પ નથી. હું વેપારને નષ્ટ કરી શકું છું. હું કોઈપણ દેશ પર પ્રતિબંધ લગાવી શકું છું. હું ઘણુ બધુ કરી શકું છું. પણ 1 ડોલરની ડ્યૂટી(ટેરિફ) લગાવી શકતો નથી. આ કેટલું હાસ્યાસ્પદ છે.

ગેરકાયદે ટેરિફની આવકના રીફંડનું શું?

સુપ્રીમ કોર્ટના ચૂકાદા(US Supreme Court rules tariffs) પછી વીતેલા વર્ષમાં વસુલ કરાયેલ લગભગ 175 અબજ ડૉલરની ટેરિફની આવક પર અનિશ્ચિતતા ઉભી થઈ છે. રીપોર્ટ અનુસાર આ રકમ સંભવિત રીતે રીફંડના તબક્કામાં આવી શકે છે. જ્યારે ટ્રમ્પને આ અંગે પુછવામાં આવ્યું કે શું ઈમરજન્સી કાયદાનો ઉપયોગ કરીને વસુલવામાં આવેલ ટેરિફની આવક પરત કરાશે, ત્યારે ટ્રમ્પે કહ્યું હતું કે મને લાગે છે કે હવે આ મામલો આગામી બે વર્ષ સુધી કાયદાકીય રીતે કોર્ટમાં રહેશે.

ટેરિફની આવક

તેમજ ટ્રેઝરી સચિવ સ્કોટ બેસેન્ટે કહ્યું છે કે કોર્ટે રીફંડ મામલે કોઈ સ્પષ્ટ દિશા નિર્દેશ આપ્યો નથી. આ મુદ્દો હવે વિવાદમાં છે. પરંતુ તેમણે વિશ્વાસ આપ્યો છે કે કલમ 122, 232 અને 301 અનુસાર નવા પગલા રૂપે 2026માં ટેરિફની આવક લગભગ અપરિવર્તિત રહી શકે છે.

અમેરિકન સ્ટોક માર્કેટમાં તેજી

યુએસ સુપ્રીમ કોર્ટના ચૂકાદા પછી વૉલ સ્ટીટ્રમાં ડાઉ જોન્સ 230 પોઈન્ટ વધીને 49,625 બંધ રહ્યો હતો. નેસ્ડેક 203 પોઈન્ટ વધીને 22,886 બંધ રહ્યો હતો. ગોલ્ડ એપ્રિલ ફ્યુચર 83 ડૉલર ઉછળીને 5080 ડૉલર બંધ રહ્યું હતું. તેમજ સિલ્વર માર્ચ ફ્યુચર 4.70 ડૉલર વધી 82.34 બંધ રહી હતી.

આ પણ વાંચો….

Gujarat at AI Impact Summit 2026: ધોલેરા SIRમાં 250 મેગાવટ ગ્રીન AI રેડી ડેટા સેન્ટર કેમ્પસ માટે MoU

You will also like

Leave a Comment