અમદાવાદ- Silver Rate Today સોનાચાંદી બજારમાં તેજીની આગેકૂચ ચાલુ રહી છે. સપ્તાહના પ્રથમ દિવસ સોમવારે ચાંદીનો ભાવ રૂપિયા 3,00,000ને પાર કરી ગયો છે. સોના ચાંદીના ભાવ દરરોજ વધી રહ્યા છે, પ્રતિદિન નવા રેકોર્ડ હાઈ બનાવી રહ્યા છે. ઈતિહાસમાં પહેલીવાર ચાંદીનો ભાવ એક કિલોએ રૂપિયા 3,00,000ની સપાટી વટાવી ગયો છે. તેમજ સોનાનો ભાવ પણ સતત વધી રહ્યો છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં ઉછાળો
આંતરરાષ્ટ્રીય બજારમાં સિલ્વર માર્ચ ફ્યુચર 4.663(5.31 ટકા) ઉછળી 93.20 ડૉલર પર ટ્રેડ કરી રહ્યો છે.(Silver Rate Today) સિલ્વરે 94.35 ડૉલર લાઈફ ટાઈમ હાઈની સપાટી બનાવી હતી. તેમજ ગોલ્ડ ફેબ્રુઆરી ફ્યુચર 80 ડૉલર(1.74 ટકા) ઉછળી 4675 ડૉલર પર ટ્રેડ કરી રહ્યો છે. ગોલ્ડે 4697 ડૉલરની ઓલ ટાઈમ હાઈની નવી સપાટી બનાવી હતી.
MCXમાં નવો ઉછાળો
એમસીએક્સમાં ગોલ્ડ ફેબ્રુઆરી 1.70 ટકા ઉછળી રૂપિયા 1,44,941 પર ટ્રેડ કરી રહ્યો છે. જ્યારે સિલ્વર માર્ચ 4.39 ટકા ઉછળી 3,00,400 પર ટ્રેડ કરી રહ્યો છે. બજાર ખૂલતાની સાથે ચાંદીમાં 13,000 રૂપિયાથી વધુનો ઉછાળો આવ્યો છે. એક કિલો ચાંદીના ભાવ રૂપિયા 3,01,315નો નવો રેકોર્ડ હાઈ ભાવ બનાવ્યો છે. વીતેલા સપ્તાહે શુક્રવારે ટ્રેડિંગ સત્ર સમાપ્ત થયું ત્યારે એમસીએક્સમાં સિલ્વરનો ભાવ 2,87,762 બંધ હતો.
જાન્યુઆરીમાં ચાંદીમાં 65,600નો જંગી ઉછાળો
નવા વર્ષ 2026ની શરૂઆત થઈ છે ત્યારથી સોના અને ચાંદીના ભાવ સતત વધ્યા છે. જાન્યુઆરીના બે સપ્તાહમાં થઈ(Silver Rate Today) ચાંદીમાં રૂપિયા 65,600નો ઉછાળો આવ્યો છે. 31 ડીસેમ્બર, 2025ના રોજ ચાંદીનો ભાવ રૂપિયા 2,35,701 હતો. જે હાલમાં વધીને રૂપિયા 3,01,315 થયો છે. એટલે કે રૂપિયા 65,614નો ભારે ઉછાળો આવ્યો છે.
Most Watched Video News
Gold Silver Market: સોના ચાંદીમાં નવી તેજી પાછળ કયા કારણો, તેજી આગળ વધશે કે વેચવાલી આવશે?
સોનામાં ભડકો
ચાંદી પાછળ સોનામાં પણ તેજી જોવાઈ છે. એમસીએક્સમાં ગોલ્ડ સોમવારે બજાર ખૂલતાની સાથે રૂ.1,45,500નો નવો હાઈ બનાવીને હાલ સવારે 11 વાહ્યે 1,44,941 પર ટ્રેડ કરી રહ્યો છે. જે શુક્રવારે 1,42,517 બંધ હતો. આમ સોનામાં દસ ગ્રામે 2,983 રૂપિયાનો ભારેખમ ઉછાળો નોંધાયો છે. નવા વર્ષ 2026ની શરૂઆતથી અત્યાર સુધી સોનામાં 9600થી વધુનો ભારે ઉછાળો નોંધાયો છે. 31 ડીસેમ્બર, 2025ના રોજ સોનાનો ભાવ રૂ. 1,35,804 હતો.
સોનાચાંદીમાં તેજીનું કારણ
સોનાચાંદીમાં તેજી આવવા પાછળ જીઓ પોલિટિકલ ટેન્શન અને ટેરિફ વોર છે. યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ગ્રીનલેન્ડ કબજે કરવા યોજના બનાવી છે, તેમાં યુરોપના દેશો વિરોધ કરી રહ્યા છે. તો ટ્રમ્પે યુરોપના દેશો પર 10 ટકા ટેરિફ નાંખવાની ધમકી આપી દીધી હતી. જેનાથી અમેરિકા અને યુરોપ વચ્ચે ટેન્શન વધુ વધ્યું છે. બીજી તરફ ઈરાન પર અમેરિકા ગમે ત્યારે હૂમલો કરી શકે છે. આમ ગોલ્ડ સિલ્વર સેફ હેવન તરીકે નવા ઊંચા ભાવે નવી લેવાલી નીકળી હતી અને(Silver Rate Today) ગોલ્ડ સિલ્વરે નવો ઈતિહાસ બનાવ્યો હતો.