Budget 2026 Impact on Stock Market: શેરબજારને બજેટ કેમ ન ગમ્યું? હવે ઘટાડો અટકશે ખરો!

by Gujarati biz news
Budget 2026 Impact on Stock Market

અમદાવાદ- Budget 2026 Impact on Stock Market શેરબજારમાં આજે બજેટ સેશનમાં કડાકો બોલી ગયો હતો. બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 1546 પોઈન્ટ તૂટી 80,722 બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી(NSE Nifty) 495 પોઈન્ટ ગબડી 24,825 બંધ થયો હતો. બેંક નિફ્ટી(Nifty Bank) 1193 પોઈન્ટ તૂટી 58,417 બંધ થયો હતો. બજેટ 2026 પછી શેરબજાર(Share Market India) કેમ તૂટી પડ્યું? બજેટમાં એવી કઈ દરખાસ્તો આવી કે ભારે વેચવાલી ફરી વળી હતી? શેરબજાર કેમ નિરાશ થયું? આગામી દિવસોમાં શેરબજારનો ટ્રેન્ડ કેવો રહેશે? શું શેરબજાર આ ઘટાડામાંથી બહાર નીકળી શકશે?

જૂઓ વીડિયો…. 

તમામ સેકટરના શેરોમાં જોરદાર વેચવાલી

Budget 2026 Impact on Stock Market બજેટ રજૂ થતાં પહેલા આશા અને અપેક્ષા વચ્ચે સવારે શેરબજાર પ્લસમાં ખૂલ્યું હતું. જો કે બજેટ રજૂ થવાનું શરૂ થતાંની સાથે ધીમી ગતીએ વેચવાલી ચાલુ થઈ હતી. જો કે બજેટ 2026નો બી પાર્ટ આવ્યો પછી અને શેરબજારની આશા નહી સંતોષાતા અને ત્રણ દરખાસ્તો રજૂ થયા પછી જોરદાર વેચવાલી ફરી વળી હતી. પરિણામે આજે આઈટી અને કન્ઝ્યુમર ડ્યુરેબલ સેકટર સિવાયના તમામ સેકટરના શેરોમાં જોરદાર વેચવાલી ફરી વળી હતી. અને સેન્સેક્સ નિફ્ટીમાં મોટો કડાકો બોલી ગયો હતો.

શેરબજાર કેમ નિરાશ થયું?

(1) નાણાંપ્રધાન નિર્મલા સીતારમને બજેટમાં એસટીટી એટલે કે સિક્યોરિટી ટ્રાન્ઝક્શન ટેક્સમાં વધારો કર્યો છે. ફ્યુચરમાં એસટીટી 0.02 ટકાથી વધારીને 0.05 ટકા કર્યો છે. તેમજ ઓપ્શન પ્રીમીયમ અને ઓપ્શન એક્સઝરસાઈઝ પર એસટીટી વધારીને 0.15 ટકા કરાઈ છે.

(2) શેર બાયબેકના નિયમોમાં ફેરફાર કરાયો છે. શેર બાયબેકનો દૂરઉપયોગ થતો હોવાથી નાણાપ્રધાને શેરબાયબેકથી થતો નફો શેરહોલ્ડર કેપિટલ ગેઈન ટેક્સ ગણાશે. અને પ્રમોટર પર પણ ટેક્સ લાદ્યો છે. કોર્પોરેટ પ્રમોટરને બાયબેકની આવક પર 22 ટકા ટેક્સ અને નોન કોર્પોરેટ પ્રમોટરો પર 30 ટકા ટેક્સ લાદ્યો છે.

(3) આઈટીમાં કોઈ છૂટછાટ નથી આપી. ટેક્સની ન્યૂ રિજીમને આકર્ષક બનાવવા માટે મેડિકલ પ્રિમિયમ બાદ અપાશે અથવા તો હાઉસીંગ લોન પરનું વ્યાજમાં ડિડક્શન અપાશે. પણ આમાંનું કાંઈ આવ્યું નહી.  કેપિટલ ગેઈન ટેક્સમાં કોઈ જ ફેરફાર કરાયો નથી. નહી તો શેરબજારની આશા હતી કે કેપિટલ ગેઈન ટેક્સમાં ઘટાડો આવશે.

બજેટમાં કોઈ નવો બોજો નથી

આમ(Budget 2026 Impact on Stock Market) શેરબજાર બજેટથી નિરાશ થયું હતું અને ભારે વેચવાલીથી કડાકો બોલી ગયો હતો. સામાન્ય રીતે શેરબજારને અર્થતંત્રનું બેરોમીટર ગણાય છે. પણ બજેટની દિવસે જ શેરબજાર તૂટ્યું છે. જો કે ઓવરઓલ બજેટ રીફોર્મ્સ એક્સપ્રેસ છે. બીજો કોઈ નવો બોજો નથી, જેથી બજેટ ભારતીય અર્થતંત્રને વેગ આપનારુ નિવડશે.

Top Trending Video News

Budget 2026 LIVE: નાણાંપ્રધાન નિર્મલા સીતારમનનું રીફોર્મ એક્સપ્રેસ બજેટ

આગામી દિવસોમાં બજાર વધુ ઘટશે?

બજેટના દિવસે શેરબજાર તૂટ્યું છે. એસટીટીમાં વધારો કર્યો છે, પણ ઈક્વિટી માર્કેટ પરનો એસટીટી યથાવત છે. એફ એન્ડ ઓ ટ્રેડ પર એસટીટી વધ્યો છે. જેથી આ ફેકટર લાંબાગાળે ડિસ્કાઉન્ટ થઈ જશે. બીજુ રહ્યું શેર બાયબેક. તેના ઘણા ઓછા બાયબેક થાય છે. જેથી આ કારણ પણ આગળ જતાં ડિસ્કાઉન્ટ થશે. પરંતુ શેરબજાર ટેકનિકલી વીક છે. એફઆઈઆઈ નેટ સેલર છે. જીઓ પોલિટિકલ ટેન્શન છે. અમેરિકાએ ભારત પર 50 ટકા ટેરિફ લાદ્યો છે. અમેરિકા ભારત વચ્ચે ટ્રેડ ડીલની જાહેરાત થઈ નથી. કંપનીઓના કવાર્ટર થ્રીના પરિણામો ધારણા કરતાં ઓછા આવ્યા છે. ડૉલર સામે રૂપિયો સતત તૂટીને 92 પર આવી ગયો છે. આ બધા કારણો શેરબજાર પર હાવી છે. જેથી શેરબજારનું સેન્ટિમેન્ટ વધુ ખરડાયું છે.

You will also like

Leave a Comment