દેવદીવાળીના શુભ દિવસે સ્નાન, દાન પુણ્યનું મહત્ત્વ, સુખ સમૃદ્ધિ માટે શું કરશો?

by Gujarati biz news

Image generated by AI

અમદાવાદ- 24 નવેમ્બર, 2026ના રોજ કારત્તક મહિનાની પૂનમ છે. જે દિવસને ગુરુનાનક જ્યંતિ અને દેવદીવાળી તરીકે ઉજવવામાં આવે છે. ધાર્મિક ગ્રંથો અનુસાર દેવદીવાળીના દિવસે પવિત્ર નદીમાં સ્નાન, દાન પુણ્યનું વિશેષ મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે. તેમજ આપના ઘરમાં સુખ સમૃદ્ધિ આવે તેમજ વધારો થાય તે માટે આ શુભ દિવસે એક ખાસ પ્રયોગ કરવો જોઈએ.

દીપ દાનનું મહત્ત્વ

24 નવેમ્બરને મંગળવારે કાર્તિક પૂર્ણિમા છે. આ દેવદીવાળાની શુભ દિવસે પવિત્ર નદીઓ, સરોવરમાં સ્નાન કરવાની પરંપરા છે. માન્યતા છે કે આ દિવસે સ્નાન અને દીપદાનથી પુણ્ય અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. કારત્તક મહિનાની પૂનમના શુભ દિવસે ગંગા નદી કે કોઈપણ પવિત્ર નદીના ઘાટ પર જઈને આસ્થાની ડુબકી લગાવવી જોઈએ.

જરૂરિયાતમંદને દાન

કારત્તક મહિનાની પૂનમે ભગવાન વિષ્ણુ અને મહાદેવની આરાધનાનો દિવસ છે. પવિત્ર નદીઓમાં સ્નાન કર્યા પછી દીપદાનનો મહિમા અનેરો છે. તેમજ શક્તિ મુજબ ગરીબોને દાન દક્ષિણા આપવી જોઈએ. કારત્તક મહિનાની પૂનમનું સ્નાન એ વર્ષનું આખરી સ્નાન છે. એટલા માટે જ્યોતિષાચાર્યો સલાહ આપી રહ્યા છે કે દરેક લોકોએ શુભ ઘડીમાં સ્નાન કરવું જોઈએ.

બ્રહ્મ મુહૂર્ત

કારત્તક મહિનાની પૂનમના દિવસે સ્નાન કરવા માટે બ્રહ્મ મુહૂર્તને સૌથી ઉત્તમ સ્નાન ગણાય છે. કોઈપણ કારણસર બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન ચુકી જાવ તો અન્ય બીજા બે મુહૂર્ત પણ છે. બ્રહ્મ મુહૂર્ત સવારે 05 વાગ્યેને 03 મીનીટથી લઈને 5 વાગ્યેને 57 મીનીટ સુધીનો સમય રહેશે. સ્નાન દાન માટે આ શુભ ઘડી સૌથી શ્રેષ્ઠ રહેશે. તે ઉપરાંત સવારે 11 વાગ્યેને 47 મીનીટથી લઈને બપોરના 12 વાગ્યેને 29 મીનીટ સુધી અભિજિત મુહૂર્ત રહેશે, આ મુહૂર્તમાં તમે સ્નાન અને દાન કરી શકો છો.

પવિત્ર નદીમાં સ્નાનનું મુહૂર્ત

કારત્તક પૂનમના દિવસે ગંગા સ્નાનનું મહત્ત્વ છે. પણ દરેક લોકો માટે ગંગા સ્નાન જવા માટે સંભવ નથી તો તમે ઘરે બેઠા ધાર્મિક વિધિથી સ્નાન કરી શકાય છે. તેના માટે તમામ ન્હાવાના પાણીમાં બે ટીપા ગંગાજળ મેળવી દેવું અને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીનું સ્મરણ કરીને સ્નાન કરવું જોઈએ. સ્નાન થયા પછી ઘરના મંદિરમાં દીવા ધૂપ કરવા. ભગવાનને અને માતાજીને ફળ, ફૂલ, મિઠાઈ અર્પણ કરવી જોઈએ, ત્યાર બાદ જરૂરિયાતમંદને દાન પુણ્ચ કરવું જોઈએ.

દેવતાઓ સ્વર્ગથી ધરતી પર આવે છે…

કારત્તક મહિનાની પૂનમના દિવસને દિવદીવાળી તરીકે પણ મનાવાય છે. તે દિવસે દેવતા સ્વર્ગથી ધરતી પર આવીને દીપોત્સવ મનાવે છે. એટલા માટે કાશી સહિત દેશના અનેક તિર્થસ્થળો પર નદી કે ઘાટો પર હજારો દીપોથી સજાવાય છે.

સુખ સમૃદ્ધિ માટેનો પ્રયોગ

આ દેવદીવાળીના દિવસે ઘરના પાંચ ખુણામાં દીવા કરવા જોઈએ. તેનાથી ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવ સહિત મા લક્ષ્મીની કૃપા સવિશેષ રહે છે. તેમજ આવા ઘરમાં ધનઘાન્યના ભંડાર ભરપૂર રહે છે અને ઘરમાં ખુશાલી રહે છે. તેમજ સુખ સમૃદ્ધિ આવે છે અને તેમાં વધારો પણ થાય છે. એક દીવો ઘરના મુખ્ય દ્વાર, બીજો દીવો તુલસી ક્યારે, ત્રીજો દીવો ઘરના મંદિરમાં, ચોથો દીવો ઉત્તર દિશામાં અને પાંચમોં દીવો તમારા ઘરની બાલ્કની, છત કે આંગણામાં કરવો જોઈએ. અથવા તો તમારા રૂમની બારી પાસે પણ દીવો કરી શકો છો.

આ પણ વાંચો….

વિક્રમ સંવત 2083ના નવા વર્ષનું રાશિ ભવિષ્ય સાથે ઉપાય જાણો…

You will also like

Leave a Comment