અમદાવાદ- Stock Market India શેરબજાર બજેટની નિરાશામાંથી બહાર નીકળ્યું છે. આજે સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારમાં ઝડપી સુધારો આવ્યો હતો. બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 943 પોઈન્ટ વધી 81,666 બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી(NSE Nifty) 262 પોઈન્ટ વધી 25,088 બંધ રહ્યો હતો. બેંક નિફ્ટી(Nifty Bank) 201 પોઈન્ટ વધી 58,619 બંધ હતો. શેરબજારમાં(Share Market India) આજે સુધારો કેમ આવ્યો? ચાર મોટા કારણથી નવી લેવાલી આવી? ટેકનિકલ લેવલથી બજાર હજી વીક છે?
જૂઓ વીડિયો….
સેન્સેક્સમાં 943 પોઈન્ટનો ઉછાળો
મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 80,555ના નીચા મથાળે ગેપમાં ખૂલ્યો હતો. શરૂમાં વેચવાલી ચાલુ રહેતાં વધુ ઘટી 80,387 થયો હતો. જો કે નીચા મથાળે નવી લેવાલી નીકળતાં ઝડપી ઉછળી 81,732 થઈ અને ટ્રેડિંગ સેશનને અંત 81,666.46 બંધ થયો હતો. જે ગઈકાલના બંધ ઈન્ડેક્સની સરખામણીએ 943.52નો ઉછાળો દર્શાવે છે.
નિફ્ટી 262 પોઈન્ટ ઉછળ્યો
નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 24,796ની નીચા મથાળે ગેપમાં ખૂલીને શરૂમાં ઘટીને 24,679 થઈ અને ત્યાંથી ઝડપી ઉછળી 25,108 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 25,088.40 બંધ થયો હતો. જે ગઈકાલના બંધ નિફટીની સરખામણીએ 262.95નો ઉછાળો દર્શાવે છે.
નીચા મથાળે વેલ્યૂ બાઈંગ
પહેલી ફેબ્રુઆરીને રવિવારના દિવસે બજેટ 2026ના દિવસે(Stock Market India) શેરબજારમાં મોટો કડાકો બોલી ગયો હતો. શેરોની જાતે-જાતમાં ઑલરાઉન્ડ વેચવાલી ફરી વળી હતી. જો કે આજે સવારે શેરબજાર નીચા મથાળે ગેપમાં ખૂલ્યું હતું. અને વધુ ઘટ્યું પણ હતું. જો કે ચાર નવા પોઝિટિવ કારણો આવતાં શેરોમાં નીચા મથાળે નવી લેવાલી નીકળી હતી અને શેરબજારમાં ઝડપી સુધારો આવ્યો હતો.
લેવાલી આવવાના ચાર કારણો
(1) બજેટમાં નો નેગેટિવ ન્યૂઝઃ કોઈ નવો બોજો નાંખવામાં આવ્યો નથી. એસટીટી છે તે માત્ર એફ એન્ડ ઓ પર છે. ઈક્વિટી શેરોની લે-વેચ પર એસટીટી એનો એજ છે. બીજુ શેર બાયબેકની ઘટનામાં ગરબડ થતી હશે તેવા અહેવાલોને કારણે શેર બાયબેકના નફાને કેપિટલ ગેઈન ટેક્સ ગણ્યો છે. તેવા કિસ્સા ખૂબ જ ઓછા જોવા મળે છે. આમ બજેટ ઓવરઓલ જોઈએ તો લાંબાગાળાના વીઝન સાથે તૈયાર થયું છે. ડીફેન્સ બજેટમાં 22 ટકાનું વધુ ફંડ એલોકેશન છે. રાજકોષીય ખાદ્ય જીડીપીના 4.3 ટકા રાખવાનો લક્ષ્ય મુક્યો છે. ડીસઈન્વેસ્ટમેન્ટ દ્વારા 80,000 કરોડ ઉભા કરાશે. તેમજ મેન્યુફેકચરિંગ, એગ્રીકલ્ચરલ, ટુરિઝમ અને ગ્લોબલ ડેટા સેન્ટર માટે પ્રોત્સાહનો અપાયા છે. જેથી બજેટની નિરાશામાંથી(Stock Market India) શેરબજાર આજે બહાર નીકળ્યું હતું.
(2) બજેટના દિવસે શેરબજાર વધુ પડતું તૂટી ગયું હતું. જેથી બ્લૂચિપ શેરોમાં નીચા મથાળે વેલ્યૂબાઈંગ આવ્યું હતું. અને આથી(Stock Market India) શેરબજારમાં ઝડપી રીકવરી જોવા મળી હતી.
(3) આંતરરાષ્ટ્રીય બજાકમાં ક્રૂડના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. અમેરિકા અને ઈરાન વચ્ચે હાલ તંગદિલી ઘટી છે. જેથી ક્રૂડ અને બ્રેન્ટ પાંચ ટકાથી વધુ તૂટ્યા હતા. બ્રેન્ટ 65.75 ડૉલર અને ક્રૂૃડ 61.59 ડૉલર પર ટ્રેડ કરી રહ્યા છે.
(4) ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો 41 પૈસા વધી 91.57 પર ટ્રેડ કરતો હતો.
Top Trending News
Gujarat in Budget 2026: ગુજરાતને શું મળ્યું? કેટલો ફાયદો થશે!
એડવાન્સ ડેક્લાઈન નેગેટિવ
આજે સોમવારે(Stock Market India) એડવાન્સ ડેક્લાઈન રેશિયો નેગેટિવ રહ્યો હતો. 1551 શેરના ભાવ વધ્યા હતા અને 1639 શેરના ભાવ ઘટ્યા હતા. મીડકેપ ઈન્ડેક્સ 546 પોઈન્ટ ઊંચકાયો હતો. અને નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 105 પોઈન્ટ પ્લસ હતો.
ટોપ ગેઈનર્સ
પાવરગ્રીડ(7.42 ટકા), તાતા મોટર પેસેન્જ વ્હીકલ(5.61 ટકા), અદાણી પોર્ટ(4.28 ટકા), બીઈએલ(3.63 ટકા) અને તાતા કન્ઝ્યુમર(3.11 ટકા)
ટોપ લુઝર્સ
શ્રી રામ ફાયનાન્સ(3.17 ટકા), એક્સિસ બેંક(2.33 ટકા), મેક્સ હેલ્થકેર(1.82 ટકા) ઈન્ફોસીસ(1.66 ટકા) અને સિપ્લા (1.08 ટકા)