Stock Market India: RBI પૉલીસી પછી શેરબજારમાં કેમ નવી લેવાલી આવી? સેન્સેક્સ 266 પોઈન્ટ વધ્યો

by Gujarati biz news
Stock Market India

અમદાવાદ- Stock Market India શેરબજારમાં સપ્તાહના અંતિમ દિવસે બે તરફી વધઘટે સુધારો આવ્યો હતો. આરબીઆઈની પૉલીસીની(RBI MPC Meeting 2026) જાહેરાત પછી નવી લેવાલી નીકળી હતી. જો કે રેપો રેટ યથાવત રહ્યો હતો. તેમ છતાં નવી લેવાલીથી ઝડપી સુધારો આવ્યો હતો. બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 266 પોઈન્ટ વધી 83,580 બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી(NSE Nifty) 50 પોઈન્ટ વધી 25,693 બંધ રહ્યો હતો. બેંક નિફ્ટી(Nifty Bank) 56 પોઈન્ટ વધી 60,120 બંધ હતો. આરબીઆઈની પૉલીસીમાં એવું તો શું આવ્યું કે તેજી થઈ? શેરબજારમાં કેમ નવી લેવાલી આવી? આગામી સપ્તાહે શેરબજાર(Share Market India) કેવું રહેશે? આગામી સપ્તાહ માટે ટેકનિકલ લેવલ શું કહે છે? આગામી સપ્તાહ માટે બેસ્ટ બાય?

જૂઓ વીડિયો….

મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 83,249ના નીચા મથાળે ગેપમાં ખૂલીને શરૂમાં વધુ ઘટી 82,925 થઈ અને ત્યાંથી ઝડપી ઉછળી 83,612 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 83,580.40 બંધ થયો હતો. જે 266.47નો ઉછાળો દર્શાવે છે.

નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી50 ઈન્ડેક્સ 25,605 નીચા લેવલે ખૂલીને શરૂમાં વધુ ઘટી 25,491 થઈ અને ત્યાંથી ઝડપી ઉછળી 25,703 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 25,693.70 બંધ થયો હતો. જે 50.90ની મજબૂતી દર્શાવે છે.

નીચા મથાળે નવી લેવાલી નીકળી

અમેરિકન સ્ટોક માર્કેટમાં સતત ત્રણ દિવસ નરમાઈને પગલે આજે એશિયાઈ સ્ટોક માર્કેટ અને યુરોપિયન સ્ટોક માર્કેટમાં નરમાઈ રહી હતી. જેને પગલે(Stock Market India) ભારતીય શેરોના ભાવ નીચા મથાળે ગેપમાં ખૂલ્યા હતા. આરબીઆઈની ધીરાણ નીતિની જાહેરાતમાં રેપો રેટમાં કોઈ ફેરફાર કરાયો નથી. જે પછી ભારે વેચવાલી ફરી વળી હતી અને આરબીઆઈની પૉલીસી અન્ય વિગતો જાહેર થયા પછી બ્લૂચિપ શેરોમાં નવી લેવાલી આવી હતી. શેરબજાર ઝડપથી રીકવરી થયું હતું.

RBI ની પૉલીસીમાં તેજીના કારણો

(1) આરબીઆઈએ અનુમાન મુજબ રેપો રેટ 5.25 ટકા યથાવત રાખ્યો છે.

(2) આરબીઆઈએ નાણાકીય વર્ષ 2026 માટે જીડીપી ગ્રોથનું અનુમાન વધારીને 7.3 ટકાથી વધારીને 7.4 ટકા કર્યું છે. નાણાકીય વર્ષ 2027ના પ્રથમ કવાર્ટરમાં જીડીપી ગ્રોથ 6.7 ટકાથી સંશોધિત કરીને 6.9 ટકા કર્યો છે. બીજા કવાર્ટરમાં જીડીપી ગ્રોથ 6.8 ટકાથી સંશોધિત કરીને 7 ટકા કર્યો છે. વર્ષ 2027ની જીડીપીની સીરીઝ જાહેર થશે પછી જીડીપીનો આખા વર્ષનું અનુમાન જાહેર કરાશે. એટલે કે આખા વર્ષના જીડીપીનું અનુમાન એપ્રિલમાં મળનારી એમપીસીની બેઠક સુધી ટાળી દેવામાં આવ્યો છે. ગ્રોથનું અનુમાન વધીને આવતાં(Stock Market India) શેરબજારમાં નવી લેવાલીથી મજબૂતી રહી છે.

(3) મોંઘવારીનો દર અંકુશમાં રહ્યો છે. નાણાકીય વર્ષ 2026માં મોંઘવારી દર 2.1 ટકા કહેવાનું અનુમાન રજૂ કરાયું છે. જેથી શેરબજારનું સેન્ટિમેન્ટ તેજીમય રહ્યું હતું.

(4) આરબીઆઈએ પૉલીસીમાં નોંધયું છે કે યુરોપિયન યુનિયન અને યુએસ સાથે ટ્રેડ ડીલ થતાં મેન્યુફેકચરિંગ સેકટરનો પ્રોત્સાહન મળશે અને નિકાસમાં ઝડપી વધારો થશે. આ ઈકોનોમી માટે સારો સંકેત છે. એમપીસીની બેઠકમાં આ મુદ્દે ચર્ચા થતાં(Stock Market India) શેરબજાર પર તેની પોઝિટિવ અસર પડી છે.

(5) વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે અને જીઓ પોલિટિકલ ટેન્સન વચ્ચે પણ આરબીઆઈએ ન્યૂટ્રલ રૂખ અખત્યાર કર્યું છે. હવે પછી એમપીસીની બેઠક 6-8 એપ્રિલ, 2026 યોજાશે

એડવાન્સ ડેક્લાઈન રેશિયો નેગેટિવ

આજે શુક્રવારે મીડકેપ ઈન્ડેક્સ 14 પોઈન્ટ અને સ્મોલકેપ ઈન્ડેક્સ 45 પોઈન્ટ ઘટ્યા હતા. જેથી એડવાન્સ ડેકલાઈન રેશિયો નેગેટિવ હતો. આજે 1340 શેરના ભાવ વઘ્યા હતા અને 1784 શેરના ભાવ ઘટ્યા હતા.

29 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને 80 સ્ટોક બાવન વીક લો પર બંધ હતા.

70 શેરમાં અપર સર્કિટ અને 59 શેરમાં લોઅર સર્કિટ લદાઈ હતી.

ટોપ ગેઈનર્સ

આઈટીસી(5.21 ટકા), કોટક બેંક(3.33 ટકા), હિન્દુસ્તાન યુનીલીવર(2.83 ટકા), બજાજ ફાઈનાન્સ(1.79 ટકા) અને ભારતી એરટેલ(1.54 ટકા)

ટોપ લુઝર્સ

એચડીએફસી લાઈફ(2.40 ટકા), ટેક મહિન્દ્રા(1.83 ટકા), ટીસીએસ(1.71 ટકા), એસબીઆઈ લાઈફ(1.54 ટકા) અને તાતા મોટર પેસેન્જર વ્હીકલ(1.40 ટકા)

આગામી સપ્તાહે Stock Market India કેવું રહેશે?

આગામી સપ્તાહે શેરબજારમાં બે તરફી વધઘટ સાથે દરેક ઉછાળે વેચવાલી આવશે. હજી ટેકનિકલી વીકનેસ દેખાય છે. જો કે સેન્સેક્સમાં 83,810 ઉપરનો ટ્રેડ થાય તો તેજી આગળ વધશે. તેવી જ રીતે નિફ્ટીમાં 25,800નું અતિમહત્ત્વનું રેઝિસ્ટન્સ લેવલ કૂદાવે તો તેજી આગળ વધશે. બેંક નિફ્ટી 59,800નું સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ લેવલ કૂદાવીને ઉપર બંધ આવી છે, જેથી બેંક નિફ્ટીમાં તેજી થશે.

(નોંધ- અત્રે શેરબજારની માહિતી આપવાનો પ્રયાસ છે. અમે રોકાણ અંગે ટિપ્સ આપતાં નથી. આપે રોકાણ કરવું હોય તો શેરબજારના નિષ્ણાંતની સલાહ લઈને જ રોકાણ કરવુ.)

You will also like

Leave a Comment