Gold Silver Market: સોનાચાંદીના ભાવ બીજા સપ્તાહે ઘટ્યા, આગામી સપ્તાહે નવી ખરીદી આવશે?

ફેડરલ રીઝર્વની રીસર્ચ નોટમાં શું લખ્યું છે અને વર્લ્ડ ગોલ્ડ કાઉન્સીલનો સર્વે જાણો...

by Gujarati biz news
Gold Silver Market

Gold Silver Marketઅમદાવાદ- Gold Silver Market સોનાચાંદી બજાર સતત બીજા સપ્તાહે ઘટ્યું હતું.(Gold Rate Today) ગોલ્ડ 52 ડૉલર ઘટ્યું હતુ અને(Silver Rate Today) સિલ્વર 96 સેન્ટ્સ નરમ રહી હતી. સોનાચાંદી બજાર ઊંચા લેવલે વેચવાલી કેમ આવી? આગામી ફેડરલ રીઝર્વની બેઠક ક્યારે મળશે? ફેડરલ રીઝર્વ ફેડરેટમાં વધારો કરશે કે નહી? ફેડરલ રીઝર્વની રીસર્ચ નોટમાં શું લખ્યું છે? વર્લ્ડ ગોલ્ડ કાઉન્સીલનો સેન્ટ્રલ બેંક ગોલ્ડ રીઝર્વનો સર્વે શું કહે છે? આગામી સપ્તાહે ગોલ્ડ સિલ્વર બજાર કેવું રહેશે?(Gold Price Today) શું ઘટાડે નવી ખરીદી આવશે?(Bullion Market) આગામી દિવસોમાં શું છે નેગેટિવ ફેક્ટર? ટેકનિકલી ગોલ્ડ સિલ્વરમાં(Gold Silver) શું સંકેત આપી રહ્યા છે?

જૂઓ વીડિયો…

અમદાવાદ સોનાચાંદી બજાર

અમદાવાદ સોનાચાંદી બજારમાં(Gold Silver Market) 24 કેરેટ સોનાનો ભાવ દસ ગ્રામે 3000 રૂપિયા ઘટી 1,58,000 રહ્યો હતો. ચાંદી ચોરસાનો ભાવ એક કિલોએ રૂપિયા 9,000 ઘટી 2,35,000 બંધ રહ્યો હતો.

MCXના ભાવ

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ(MCX)માં ગોલ્ડ રૂપિયા 152,815 હતું અને સિલ્વરની કીમત 2,37,500 રહી હતી.

ગોલ્ડ ફ્યુચર 52 ડૉલર ઘટ્યું

Gold Silver Market આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડ ડીસેમ્બર ફ્યુચર સપ્તાહની શરૂઆતે વધી 4558 ડૉલર થઈ અને ત્યાં ભારે વેચવાલી ફરી વળતાં ઝડપથી ઘટી 4329 ડૉલર થઈ અને સપ્તાહને અંતે 4477 ડૉલર બંધ રહ્યો હતો. જે વીતેલા સપ્તાહની સરખામણીએ 52 ડૉલર(1.16 ટકા)નો ઘટાડો દર્શાવે છે.

સ્પોટ ગોલ્ડ 25 ડૉલર ઘટ્યું

સ્પોટ ગોલ્ડ સપ્તાહની શરૂઆતે વધી 4511 ડૉલર થઈ અને ત્યાં ભારે વેચવાલીથી ઘટી 4282 ડૉલર થઈ અને સપ્તાહને અંતે 4430 ડૉલર બંધ થયો હતો. જે વીતેલા સપ્તાહની સરખામણીએ 25 ડૉલર(0.56 ટકા)નો ઘટાડો દર્શાવે છે.

સિલ્વર ફ્યુચર 96 સેન્ટ્સ નરમ

સિલ્વર સપ્ટેમ્બર ફ્યુચર સપ્તાહની શરૂઆતે વધી 68.18 ડૉલર થઈ અને ત્યાં ગોલ્ડ પાછળ ભારે વેચવાલીથી ઘટી 63.88 ડૉલર થઈ અને સપ્તાહને અંતે 66.82 ડૉલર બંધ થયો હતો. જે વીતેલા સપ્તાહની સરખામણીએ 96 સેન્ટ્સ(1.43 ટકા) ઘટ્યો હતો.

સ્પોટ સિલ્વર 16 સેન્ટ્સ નરમ

સ્પોટ સિલ્વર સપ્તાહની શરૂઆતે વધી 67.49 ડૉલર થઈ અને ત્યાં વેચવાલીથી ઘટી 63.31 ડૉલર થઈ અને સપ્તાહને અંતે 66.21 ડૉલર બંધ થયો હતો. જે વીતેલા સપ્તાહની સરખામણીએ 16 સેન્ટ્સ(0.25 ટકા)નો ઘટાડો દર્શાવે છે.

બે તરફી વધઘટે ટ્રેડિંગ વોલ્યુમ સામાન્ય

વીતેલા સપ્તાહે ગોલ્ડ સિલ્વરમાં સપ્તાહની શરૂઆતે લેવાલીથી મજબૂતી આગળ વધી હતી, જો કે સપ્તાહના અંતિમ દિવસોમાં ઊંચા મથાળે વેચવાલી ફરી વળતાં ભાવ ઘટ્યા હતા. ટ્રેડિંગ વોલ્યુમ સામાન્ય હતું. ટૂંકમાં બે તરફી વધઘટ વચ્ચે(Gold Silver Market) ગોલ્ડ સિલ્વરના ભાવ ઘટ્યા હતા. ગોલ્ડ ફ્યુચર કરતાં સ્પોટ ગોલ્ડ 47 ડૉલર નીચે ટ્રેડ કરતું હતું અને સિલ્વર પણ ફ્યુચર સ્પોટ સિલ્વર 61 સેન્ટ્સ નીચે ટ્રેડ કરી રહ્યું છે.

ફેડરલ રીઝર્વની રીસર્ચ નોટ

તાજેતરમાં ફેડરલ રીઝર્વની રીસર્ચ નોટમાં જણાવ્યા અનુસાર 2025માં દુનિયાના સરકારી ગોલ્ડ રીઝર્વની વેલ્યૂ દર્શાવી છે. તેમજ ટ્રેઝરરી સિક્યોરિટીઝની વિદેશી સરકારી હોલ્ડિંગથી વધી ગઈ છે. વધુમાં યુએસ ટ્રેઝરરીએ તાજેતરમાં જાહેરાત કરી હતી કે તે પોતાના બાયબેક પ્રોગ્રામ દ્વારા લાંબા સમયના સરકારી બોન્ડની ખરીદી બમણી કરશે.

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સીલનો સર્વે

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સીલનો એક સર્વે જાહેર થયો છે. જેમાં 2026 સુધી સેન્ટ્રલ બેંકના ગોલ્ડ રીઝર્વના સર્વે મુજબ સેન્ટ્રલ બેંકોએ વીતેલા ચાર વર્ષમાં સરેરાશ 4000 ટન ગોલ્ડ ખરીદ્યું છે. જે વીતેલા દશકની સરખામણીએ આ ખરીદી બમણી છે. મોટાભાગના એનાલીસ્ટોનું માનવું છે કે સેન્ટ્રલ બેંકો હજી પણ ગોલ્ડ રીઝર્વ(હોલ્ડીંગ) વધારશે. આથી જ દરેક ઘટાડામાં ગોલ્ડમાં નવી લેવાલી આવે છે, તે સેન્ટ્રલ બેંકોની ખરીદી આવે છે.

ગોલ્ડ સિલ્વરમાં બે તરફી વધઘટ વચ્ચે વેચવાલી કેમ આવી?

(1) સપ્તાહની શરૂઆતે બોન્ડ યીલ્ડમાં ઘટાડો થયો હતો. યુએસના 10 વર્ષીય બોન્ડનું યીલ્ડ ઘટીને 4.70 ટકા થઈ ગયું હતું, જેથી સપ્તાહની શરૂઆતે ગોલ્ડ સિલ્વરમાં લેવાલીથી મજબૂતી હતી.

(2) ડૉલર સપ્તાહની શરૂઆતે નબળો પડ્યો હતો. ડૉલર ઈન્ડેક્સ 99.82થી ઘટીને 99.13 થયો હતો. ડૉલર ઘટતાં(Gold Silver Market) ગોલ્ડ સિલ્વરમાં સપ્તાહની શરૂઆતે નવી લેવાલી આવી હતી.

(3) ફેડ દ્વારા નરમ ટિપ્પણી કરવામાં આવી હતી. ફેડના ગવર્નર ક્રિસ્ટોફર વોલેર દ્વારા નરમ ટિપ્પણી કરવામાં આવી હતી. જેથી એવી ધારણા હતી કે હવે ફેડરલ રીઝર્વની સપ્ટેમ્બરમાં મળનારી બેઠકમાં ફેડ રેટમાં વધારો થવાની ધારણા રહી નથી. જેથી ગોલ્ડ સિલ્વરમાં ખરીદી આવી હતી.

(4) સપ્તાના અંતિમ દિવસે યુએલ પેરોલ ડેટા આવ્યા હતા. જેમાં 162,000 નવી નોકરીઓનું સર્જન થયું છે. જે અનુમાન કરતાં વધુ સારો પેરોલ ડેટા આવ્યા હતો. જે એક લાખ નોકરીઓ વધુ હતી. જે પછી ફરીથી એમ કહેવાય છે કે હવે ફેડ રેટમાં વધારો થવાની ધારણા ફરીથી જાગી છે. જેથી ગોલ્ડ સિલ્વરમાં હેવી સેલીંગ આવ્યું હતું અને ગોલ્ડ સિલ્વરના ભાવ ઝડપથી ઘટ્યા હતા.

(5) યુએસ ઈરાન વચ્ચે સંઘર્ષ ચાલુ છે. હોર્મુઝને લઈને એનર્જિ સપ્લાય રોકાયો છે. જેને પગલે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ ઊંચકાયા હતા. ક્રૂડ ઓઈલ વધીને 91.48 ડૉલર અને બ્રેન્ટ ક્રૂડ 98.28 ડૉલર પર ટ્રેડ કરતો હતો.

(6) 15 અને 16 સપ્ટેમ્બરે ફેડરલ રીઝર્વની બેઠક મળનાર છે. જેથી હવે પછીના 12 દિવસ ખૂબ મહત્ત્તવના રહેશે. હવે લેબર ડે કારણે લાંબી રજાઓ આવે છે. જેથી આગામી સપ્તાહ ટ્રેડિંગ માટે ટૂંકુ છે.

ઈકોનોમીક ઈવેન્ટ

ગુરુવારે યુરોપિયન સેન્ટ્રલ બેંકની મોનેટરી પૉલીસીનો નિર્ણય જાહેર થશે. તેમજ ગુરુવારે યુએસ પીપીઆઈ ડેટા અને હાલના હોમ સેલ્સના ડેટા જાહેર થશે. શુક્રવારે ઓગસ્ટ મહિનાનો સીપીઆઈ રીપોર્ટ અને કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ ડેટા જાહેર થશે.

આગામી સપ્તાહે બજાર કેવું રહેશે?

આગામી સપ્તાહે(Gold Silver Market) સોનાચાંદી બજારમાં બે તરફી વધઘટ રહેશે. કારણ કે ફેડરલ રીઝર્વની બેઠક માથે હોવાથી ઓપરેટરો હાલ નવી પોઝિશન ઉભી નહી કરે, અથવા તો પોઝિશન હળવી કરશે. જો કે ટેકનિકલી માર્કેટ થોડુ વીક થયું છે. પણ ઘટાડે નવી ખરીદીની તક સમજવી જોઈએ. ટેકનિકલી ગોલ્ડમાં 4490 ડૉલર એ રેઝિસ્ટન્સ લેવલ છે, જો આ લેવલ કૂદાવશે તો ગોલ્ડ વધીને 4540 ડૉલર થઈ શકે છે. જ્યારે નીચામાં 4320 ડૉલર અને 4200 ડૉલર એ મજબૂત સપોર્ટ લેવલ રહેશે. તેવી જ રીતે સિલ્વરમાં 67.50 ડૉલર રેઝિસ્ટન્સ લેવલ છે, તે કૂદાવતાં વધીને 70.75 ડૉલર થઈ શકે છે, જ્યારે નીચામાં 65.65 ડૉલર અને 63.80 ડૉલર એ મજબૂત સપોર્ટ લેવલે આવે છે.

આગામી સપ્તાહે કયા નેગેટિવ ફેક્ટર છે?

આગામી સપ્તાહે યુએસ અને ઈરાન વચ્ચે યુદ્ધ ચાલુ છે. અમેરિકાએ ઈરાન પર મિસાઈલ દ્વારા હૂમલો કર્યો છે, અને ઈરાને પણ જવાબી કાર્યવાહી કર્યાના સમાચાર છે. જો હોર્મુઝ નહી ખૂલે તો ક્રૂડ ઓઈલના ભાવ વધુ ભડકે બળશે. જીઓ પોલિટિકલ ટેન્શન અને ક્રૂડના ભાવમાં ઉછાળો આ બે ફેકટર ખૂબ જ નેગેટિવ રોલ અદા કરશે. કારણ કે ક્રૂડ 100 ડૉલર કૂદાવી જશે તો દુનિયાભરના દેશોમાં મોંઘવારી બેકાબૂ બનશે અને ઈકોનોમી ગ્રોથ પર નેગેટિવ અસર જોવા મળી શકે છે. જેથી આ બે ફેક્ટર પર ખાસ ધ્યાન રાખવું પછી ટ્રેડ પોઝિશન લેવી.

  • ભરત પંચાલનો રીપોર્ટ, એડિટર, www.gujaratibiznews.com

આ પણ વાંચો…

Post Office SCSS: પોસ્ટ ઓફિસની આ યોજનામાં રોકાણ કરી દર મહિને રૂ.20,500ની આવક મેળવો

You will also like

Leave a Comment