
Image Generated by AI
અમદાવાદ- Gold Silver Market સોનાચાંદી બજાર સતત ત્રીજા સપ્તાહે ઘટ્યું હતું. વીતેલા સપ્તાહે ગોલ્ડના ભાવ(Gold Rate Today) 86 ડૉલર અને સિલ્વરના ભાવ 1.72 ડૉલર ઘટ્યા હતા. દરેક ઊંચા લેવલે ગોલ્ડ સિલ્વરમાં વેચવાલી ચાલુ રહી હતી.(Gold Price Today) સોનાચાંદીના ભાવ વધુ ઘટવા પાછળ કયા કારણો? આગામી સપ્તાહે ફેડરલ રીઝર્વની એફઓએમસીની(FOMC) બેઠકમાં શું થશે? ફેડ રેટમાં(Fed Rate) વધારો કરાશે તો ગોલ્ડ સિલ્વર બજારમાં શું થશે? ફેડ રેટ સ્થિર રખાય તો ગોલ્ડ સિલ્વર પર શું અસર પડશે? આગામી સપ્તાહે ગોલ્ડ સિલ્વર માર્કેટનો ટ્રેન્ડ કેવો રહેશે? સોનાચાંદીમાં ઘટાડો આવે તો નવી ખરીદી નીકળશે? ટેકનિકલી ગોલ્ડ સિલ્વર(Bullion) માર્કેટ વીક છે? આગામી સપ્તાહે કઈ બાબતાનું ધ્યાન રાખશો?
જૂઓ વીડિયો….
મુંબઈ સોનાચાંદી બજારના ભાવ
સૌપ્રથમ વીતેલા સપ્તાહે(Gold Silver Market) સોના ચાંદી બજારની વધઘટ પર નજર કરીએ તો મુંબઈમાં 24 કેરેટ સોનાનો ભાવ દસ ગ્રામે રૂપિયા 154,580 રહ્યો હતો. જ્યારે ચાંદી ચોરસાનો એક કિલોએ ભાવ રૂપિયા 2,45,000 રહ્યો હતો.
અમદાવાદ સોનાચાંદી બજાર
અમદાવાદ સોના ચાંદી બજારમાં આજે શનિવારે 24 કેરેટ સોનાનો ભાવ દસ ગ્રામે રૂપિયા 157,000 હતો. તેમજ ચાંદી ચોરસાનો એક કિલોએ ભાવ રૂપિયા 233,000 રહ્યો હતો.
ગોલ્ડ ફ્યુચર 86 ડૉલર ઘટ્યું
આંતરરાષ્ટ્રીય બજારમાં(Gold Silver Market) ગોલ્ડ ડીસેમ્બર ફ્યુચર સપ્તાહની શરૂઆતે વધી 4,444 ડૉલર થઈ અને ત્યાં વેચવાલી આવતાં ઘટી 4,333 ડૉલર થઈ અને સપ્તાહને અંતે 4,390 ડૉલર બંધ રહ્યો હતો. જે આગલા સપ્તાહના બંધભાવની સરખામણીએ 86 ડૉલર(1.93 ટકા) ઘટ્યો હતો.
સ્પોટ ગોલ્ડ 82 ડૉલર ઘટ્યું
સ્પોટ ગોલ્ડ સપ્તાહની શરૂઆતે વધી 4,443 ડૉલર થઈ અને ત્યાં ભારે વેચવાલીથી ઘટી 4,295 ડૉલર થઈ અને સપ્તાહને અંતે 4,348 ડૉલર બંધ થયો હતો. જે આગલા સપ્તાહની સરખામણીએ 82 ડૉલર(1.84 ટકા)નો ઘટાડો દર્શાવે છે.
સિલ્વર ફ્યુચરમાં 1.72 ડૉલરનો ઘટાડો
સિલ્વર ડીસેમ્બર ફ્યુચર સપ્તાહની શરૂઆતે વધી 68.98 ડૉલર થઈ અને ત્યાં ગોલ્ડ પાછળ વેચવાલી આવતાં ઘટી 63.41 ડૉલર થઈ અને સપ્તાહને અંતે 65.02 ડૉલર બંધ થયો હતો. જે આગલા બંધભાવની સરખામણીએ 1.72 ડૉલર(2.59 ટકા)નો ઘટાડો દર્શાવે છે.
સ્પોટ સિલ્વર 1.71 ડૉલર ઘટ્યું
સ્પોટ સિલ્વર સપ્તાહની શરૂઆતે વધી 68.33 ડૉલર થઈ અને વેચવાલીથી ઘટી 62.89 ડૉલર થઈ અને સપ્તાહને અંતે 64.50 ડૉલર બંધ થયો હતો. જે આગલા બંધભાવની સરખામણીએ 1.71 ડૉલર(2.62 ટકા)નો ઘટાડો દર્શાવે છે.
સોનાચાંદીના ભાવ ઘટવાના કારણો
(1) અમેરિકાએ ઈરાનના હોર્મુઝ ખાડીમાં ઉભા રહેવા ઓઈલ ટેન્કરો પર હૂમલા કર્યા હતા, તેની જવાબી કાર્યવાહીમાં ઈરોને પણ જોડર્ન સહિત અમેરિકાના બેઝ પર મિસાઈલો ફેંકી હતી. આમ અમેરિકા અને ઈરાન વચ્ચે હાલ સમાધાનની કોઈ જ વાત નથી. જીઓ પોલિટિકલ ટેન્શન વધ્યું છે. પરિણામે(Gold Silver Market) ગોલ્ડ સિલ્વર માર્કેટમાં સાવચેતી સાથે ઉછાળે વેચવાલી રહી હતી અને ગોલ્ડ સિલ્વરના ભાવ ઘટ્યા હતા.
(2) આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો થયો હતો. બ્રેન્ટ ક્રૂડ વધીને 104.61 ડૉલર અને ક્રૂડ ઓઈલ વધીને 100.05 ડૉલર પર બંધ રહ્યા હતા. આમ ક્રૂડના ભાવ વધતાં દરેક દેશના ઈમ્પોર્ટ બિલમાં વધારો થયો છે. પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો છે. જેને પગલે વિશ્વના દરેક દેશમાં મોંઘવારી વધવાની ભીતિ સેવાઈ રહી હતી. ઈકોનોમીનું આર્થિક ચિત્ર બદલાશે. તેવી ધારણાએ ગોલ્ડ સિલ્વરમાં વેચવાલી હતી.
(3) ડૉલર ઈન્ડેક્સ વધીને 99.08 મજબૂત રહ્યો હતો. યુએસ 10 વર્ષીય બોન્ડનું યીલ્ડ વધીને 4.97 ટકા થયું હતું. ડૉલરની મજબૂતી અને યીલ્ડ વધતાં ગોલ્ડ સિલ્વરમાં વેચવાલીથી ભાવ ઘટ્યા હતા.
(4) દુનિયાના અગ્રણી દેશો સતત ડૉલર વેચી રહ્યા છે અને ગોલ્ડ બાય કરી રહ્યા છે. સેન્ટ્રલ બેંકો ગોલ્ડમાં સતત હોલ્ડિંગ વધારી રહ્યા છે. જો કે વીતેલા સપ્તાહે બેંકોની ખરીદી આવી ન હતી, જેથી ગોલ્ડ સિલ્વરના ભાવ ઘટ્યા હતા.
(5) 15 અને 16 સપ્ટેમ્બરે અમેરિકાની ફેડરલ રીઝર્વની એફઓએમસીની બેઠક મળશે. જેમાં ફેડ રેટમાં 25 બેસીસ પોઈન્ટનો વધારો થાય તેવું અનુમાન છે. બજારના અંદાજ અનુસાર અને સર્વે અનુસાર ફેડ રેટમાં વધારો થવાની 90 ટકા સંભાવના વ્યક્ત કરાઈ છે. ગોલ્ડ સિલ્વર માર્કેટ ફેડ રેટની બેઠક અગાઉ વેચવાલીથી ઘટાડો આવ્યો હતો.
આગામી સપ્તાહે સોનાચાંદી બજાર કેવું રહેશે?
આગામી સપ્તાહે સોનાચાંદી બજારમાં બે તરફી વધઘટે સુધારો આવશે. જો ફેડ રેટમાં વધારો કરાય તો ગોલ્ડ સિલ્વરમાં મોટાપાયે વેચવાલી ફરી વળશે અને સોનાચાંદીના ભાવ તૂટશે. અને ધારો કે ફેડ રેટ સ્થિર રખાય તો ગોલ્ડ સિલ્વરમાં નવેસરથી લેવાલી નીકળશે અને ભાવ ઊંચકાશે. ટૂંકાગાળા માટે ગોલ્ડ સિલ્વર ટેકનિકલી વીક છે. ગોલ્ડમાં 4300 ડૉલરએ સપોર્ટ લેવલ રહેશે અને ઉપરમાં 4450 ડૉલર રેઝિસ્ટન્સ લેવલ રહેશે. જ્યારે સિલ્વરમાં 63 ડૉલર સપોર્ટ લેવલનું કામ કરશે અને ઉપરમાં 66 ડૉલર કૂદાવશે તો તેજી થશે.
આ પણ વાંચો…
Stock Market India: આગામી સપ્તાહે શેરબજારમાં ઘટાડો વધુ આગળ વધશે કે પછી સુધારો?

