US 100% Tariff India: અમેરિકાની બેવડી નીતિ, પોતે રશિયાથી આયાત કરે છે, ભારત આયાત કરે તો 100 ટકા ટેરિફ

by Gujarati biz news
US 100% Tariff India

US 100% Tariff Indiaનવી દિલ્હી– US 100% Tariff India અમેરિકાએ 2025માં રશિયા સાથે 5.9 અબજ ડૉલરનો કુલ બિઝનેસ કર્યો હતો, જે 2024ની સરખામણીએ 14.4 ટકા વધારે છે. 2025માં અમેરિકાએ રશિયાથી કુલ 3.8 અબજ ડૉલરની આયાત કરી હતી, જે 2024ની સરખામણીએ 25.6 ટકા વધારે છે.

અમેરિકાની રશિયાથી આયાત

આ આંકડા અમેરિકાના વેપાર વિભાગે જાહેર કર્યા છે. એટલે કે અમેરિકા પોતાની જરૂરિયાત માટે રશિયા સાથે વેપાર કરી શકે છે. રશિયાથી ગેસ આયાત કરવાની આઝાદી યુરોપિયન દેશોને પણ છે. 2025માં યુરોપિયન સંઘના દેશોએ રશિયાથી પ્રાકૃતિક ગેસ આયાત લગભગ 36-38 અબજ ઘનમીટર આયાત કરી હતી, જે કુલ યુરોપિયન યુનિયન ગેસ આયાતનો અંદાજે 12-13 ટકા હિસ્સો હતો.

યુરોપિયન યુનિયનના દેશોની રશિયાથી આયાત

યુરોપિયન દેશોએ રશિયાથી એલએનજી આયાત ચાલુ રાખી છે. ફ્રાન્સ, બેલ્જિયમ, સ્પેન, નેધરલેન્ડ જેવા દેશ રશિયા પાસેથી એલએનજી ખરીદે છે. 2026 પહેલાના કેટલાક મહિનાઓમાં એલએનજી આયાતમાં વૃદ્ધિ નોંધાઈ હતી. પાઈપલાઈન ગેસ હંગરી, સ્લોવાકિયા જેવા દેશોમાં ડ્રુજબા પાઈપલાઈન દ્વારા આવે છે. કેટલીક રીફાઈન્ડ પ્રોડક્ટ્સ ત્રીજા દેશો દ્વારા અપ્રત્યક્ષ રૂપથી યુરોપ પહોંચી રહી છે.

રશિયાનો ગેસ EU ખરીદી રહ્યું છે

યુરોપિયન યુનિયન 2027 સુધીમાં રશિયાનો ગેસ પુરી રીતે બંધ કરવાની યોજના બનાવી રહ્યો છે. પરંતુ હાલમાં જૂના ટ્રેડને કારણે આયાત ચાલુ રહી છે.

100 ટકા બ્લેકમેઈલ

US 100% Tariff India હવે સવાલ એ અતિમહત્ત્વનો છે કે અમેરિકા કયા આધાર પર ભારત ચીનને રશિયાથી તેલ ખરીદવા માટે ના પાડી રહ્યું છે. એમ ન કરવા માટે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત તરફથી અમેરિકામાં થનાર નિકાસ પર 100 ટકા ટેરિફ લગાવી શકે છે. ખરેખર રીતે આ 100 ટકા ટેરિફ નથી પણ 100 ટકા બ્લેકમેઈલ કરવાની અમેરિકાની રણનીતિ છે.

બેવડી નીતિ

અમેરિકા બેવડી નીતિ અપનાવી રહી છે. પોતાની જરૂરિયાતો માટે રશિયાથી ઉર્વરક, યુરેનિયમ, ઔદ્યોગિક સામગ્રી, કીમતી ધાતુઓ મંગાવી શકે છે. યુરોપના દેશો રશિયાથી આયાત ચાલુ રાખી શકે છે. પણ ભારત આયાત કરે તો અમેરિકા ભારત પર 100 ટકા ટેરિફ નાંખવાની તૈયારીઓ કરી રહ્યું છે. અમેરિકાને આ કાયદાને આંતરાષ્ટ્રીય માન્યતાઓ અને સિદ્ધાંતો સાથે કોઈ લેવાદેવા નથી.

100 ટકા ટેરિફ નાંખવાનો અધિકાર

US 100% Tariff India બુધવારે અમેરિકી હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સ એ એક કાયદો પસાર કર્યો છે. જેમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને રશિયા પર પ્રતિબંધ લગાવવા અને રશિયાથી તેલ અને ગેસ ખરીદનારા દેશો પર 100 ટકા ટેરિફ લાદવાનો અધિકાર મળી ગયો છે. હવે તે કાયદો બનવા માટે ટ્રમ્પની પાસે જશે.

ભારત પર નેગેટિવ અસર પડશે

ભારત અને ચીન પર તેની સૌથી વધુ અસર પડવાની સંભાવના છે. કારણ કે ભારત અને ચીન રશિયા પાસેથી મોટી માત્રામાં તેલ ખરીદે છે. સેન્ટર ઓફ રિસર્ચ ઓન એનર્જિ એન્ડ ક્લીન એર(CREA) અનુસાર ડિસેમ્બર 2022થી ઓગસ્ટ 2026ની વચ્ચે રશિયાના કાચા તેલની કુલ નિકાસમાં ચીનની હિસ્સેદારી અડધી હતી. ત્યાર બાદ ભારત 37 ટકા, તુર્કી 5 ટકા અને યુરોપિયન યુનિયન 5 ટકા હતી.

સંબધોમાં ખટાશ ઉભી થશે

US 100% Tariff India નિષ્ણાતોના કહેવા અનુસાર ભારત પર 100 ટકા ટેરિફની નેગેટિવ અસર જોવા મળશે. અમેરિકા અને ભારત વચ્ચેના સંબધોમાં ખટાશ આવશે. જો કે બીજી તરફ ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ પર સતત 8 મહિનાથી વાતચીત ચાલુ રહી છે, પણ હજી સુધી ટ્રેડ ડીલ ફાઈનલ સ્ટેજ સુધી પહોંચી શકી નથી. જેને કારણે પણ ટ્રમ્પ ભારત પર પ્રેશર વધારવા માટે 100 ટકા ટેરિફ લાદવાનો નિર્ણય કર્યો છે.

ભારત તેલની જરૂરિયાત પુરી કરવા ખરીદી કરે છે

વધુ એક એક્સપર્ટના કહેવા અનુસાર ભારત 140 કરોડ લોકોની જરૂરિયાત પુરી કરવા માટે સસ્તા ભાવે ઓઈલ ખરીદી રહ્યું છે. યુદ્ધને ફાયનાન્સ કરવા માટે નહી. આ ખરીદીથી ગ્લોબલ સપ્લાય અને કીમતોમાં સ્થિરતા લાવવામાં મદદ કરી રહ્યું છે.

પુતિનના વોર માટે મદદ નથી કરતું

ભારત દ્વારા રશિયાથી કાચુ તેલ ખરીદી રહ્યું છે, તો અમેરિકા તેને પુતિનના વૉર મસીન સાથે જોડી રહ્યા છે. પણ અમેરિકા એ નથી જોતું કે ભારતે રશિયાથી તેલ ખરીદીને દુનિયામાં કાચા તેલની કીમતોને વધતાં રોકી છે અને બજારને સ્થિરતા આપી છે.

અમેરિકા જવાબદાર

અમેરિકાની બેવડી નીતિથી વિશ્વ પરેશાન છે. યુએસ-ઈઝરાયલ અને ઈરાન સાથે યુદ્ધનો માહોલ છે. ઈરાન હોર્મુઝ ખાડી એનર્જિ સપ્લાય માટે બંધ છે. ક્રૂડની કીમતો સતત વધી રહી છે. જેને કારણે વિશ્વના દેશોમાં મોંઘવારી કૂદકેને ભૂસકે વધી રહી છે. પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવ સતત વધ્યા છે, તમામ દેશોના આયાત બિલ વધ્યા છે. વિશ્વના દેશોની ઈકોનોમી પર નેગેટિવ અસર જોવા મળી રહી છે. તેના માટે અમેરિકા જવાબદાર છે. પણ ઉલટાનું રશિયા યુક્રેન યુદ્ધને બંધ કરાવવા માટે પુતિન પર દબાણ કરી રહ્યા છે. અને અમેરિકા ઈરાન પર હૂમલા કરી રહ્યું છે. આ કેવી નીતિ?

ભારતની સ્પષ્ટ રજૂઆત

અમેરિકાની ભારત પર 100 ટકા ટેરિફ નાંખવાની વાત આવતા ભારતે કહી દીધું છે કે ભારત 140 કરોડ લોકોની ઉર્જાની જરૂરિયાત પુરી કરવા માટે અનેક સ્ત્રોતોમાંથી તેલ ખરીદી રહ્યું છે. પણ અમેરિકા ભારતને રશિયાને યુદ્ધમાં મદદ કરવાનો આરોપ લગાવી રહ્યું છે. પોતે ભલે રશિયા પાસે પોતાના દેશની જરૂરિયાતની ચીજવસ્તુઓ આયાત કરી રહ્યું છે. પણ ભારત આયાત કરે તો તે ગુનેગાર છે. આવી અમેરિકાની બેવડી નીતિ રહી છે.

You will also like

Leave a Comment