નવી દિલ્હી- US Tariff Attack યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને(US President Donald Trump) રેસિપ્રોકલ ટેરિફ(Reciprocal Tariff) લાદવા પર અમેરિકાની સુપ્રીમ કોર્ટ દ્વારા હાર મળી છે. તેમ છતાં ટ્રમ્પ દ્વારા ટેરિફનો એટેક ચાલુ જ રહ્યો છે. પહેલા 10 ટકા ગ્લોબલ ટેરિફ લગાવ્યો અને તે વધારીને 15 ટકા કર્યો. હવે અમેરિકાએ ભારત સહિત ઈન્ડોનેશિયા અને લાઓસ જેવા દેશોમાંથી આયાત થતી સોલર એનર્જિ પ્રોડ્ક્ટ(Solar Energy Product) પર નિશાન સાંઘ્યું છે અને ભારે આયાત ડ્યૂટી લાદી દીધી છે. ભારત પર સોલર એનર્જિ પ્રોડ્કટ પર 126 ટકા નક્કી કરી છે. અને તેની અસર આ સેકટર સાથે જોડાયેલી કંપનીઓના શેર પર જોવા મળશે.(Trump now explodes 126% tariff bomb, imposes heavy duty on three countries India Indonesia Laos)
સોલર એનર્જિ પ્રોડક્ટ
બ્લૂમબર્ગના અહેવાલ મુજબ અમેરિકાના વાણિજ્ય વિભાગે ભારતના સૌર ઉર્જા ઉત્પાદનોના(Solar Energy Product) આયાત પર 126 ટકા પ્રારંભિક ડ્યૂટી નક્કી કરી છે.(US Tariff Attack) તેમજ ઈન્ડોનેશિયા માટે આ ડયૂટી 86થી 143 ટકા અને લાઓસ માટે 81 ટકા ડ્યૂટી લાદવાનો નિર્ણય લીધો છે. આ આયાત ડયૂટીના દર વિદેશી સબસિડીને ધ્યાનમાં રાખીને નિર્ધારિત કર્યા છે. અમેરિકાનું માનવું છે કે તેમાં આ દેશોના નિકાસકારોને સ્થાનિક સોલર એનર્જિ પ્રોડ્યુસરોના ઉત્પાદકોની સરખામણીએ ઓછી કિંમત પર પોતાના ઉત્પાદનોને વેચવાની મંજૂરી મળી છે. ટ્રમ્પ સત્તાવાળા દ્વારા ભારેખમ ટેરિફ લગાવવા માટેના આ પગલાનો હેતુ સ્થાનિક ઉત્પાદકોને લાભ પહોંચાડવાનો છે.
ભારતીય નિકાસ પર નેગેટિવ અસર
અમેરિકા દ્વારા સોલર એનર્જિ પ્રોડક્ટ(Solar Energy Product) પર પ્રારંભિક આયાત ડ્યૂટી અંદાજે 126 ટકા કરવાથી તેની સીધી અસર આ સેકટર સાથે જોડાયેલ ભારતીય નિકાસ અને તેની સાથે સંકળાયેલ કંપનીઓ પર જોવા મળી શકે છે.(US Tariff Attack) રીપોર્ટ અનુસાર કોમર્સ ડિપાર્ટમેન્ટના આંકડાને જોતાં વર્ષ 2024માં અમેરિકા દ્વારા ભારત માટે સોલર એનર્જિ પ્રોડક્ટની આયાતની વેલ્યૂ 792.6 મિલિયન ડૉલર રહી હતી અને વીતેલા કેટલાક વર્ષોની સરખામણીએ જોરદાર ઉછાળો નોંધાયો હતો. જે ત્રણ દેશો ટ્રમ્પના નિશાના પર આવ્યા છે, તેવા દેશોએ વીતેલા સપ્તાહે અંદાજે 4.5 અબજ ડૉલરની મુલ્યના સોલર એનર્જિ પ્રોડક્ટ આયાત કર્યા હતા.
ભારતીય કંપનીઓને મોટો ઝટકો
રીપોર્ટમાં કહેવાયું છે કે આ હિસાબે વીતેલા વર્ષ 2025ના પ્રથમ છ મહિનામાં યુએસ સોલર મોડલ આયાતનો 57 ટકા હિસ્સો ફકત ભારત, ઈન્ડોનેશિયા અને લાઓસથી આવ્યા હતા. એવામાં ટ્રમ્પ ઓફિસ દ્વારા આ પગલું ભર્યું તે મોટા ઝટકા સમાન છે અને તેની નિકાસ પર ખૂબ મોટી અસર જોવા મળી શકે છે. તેની સાથે આ સેકટર સાથે જોડાયેલ વારી એનર્જિથી લઈને પ્રીમિયર એનર્જિ જેવી ભારતીય કંપનીઓના શેર પર તેની અસર જોવા મળશે.
હાર બાદ ટ્રમ્પના ધડાધડ નિર્ણયો
અત્રે નોંધનીય છે કે વીતેલા 20 ફેબ્રુઆરીએ અમેરિકી સુપ્રીમ કોર્ટે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા IEEPA નો ઉપયોગ કરીને દુનિયાના તમામ દેશો પર લગાવેલ રેસિપ્રોકલ ટેરિફ ગેરકાયદે છે, તેવો ચૂકાદો આપ્યો હતો. હારેલા ટ્રમ્પ હવે ધડાધડ નિર્ણયો લઈ રહ્યા છે. ટ્રમ્પે પહેલા 122 કલમનો ઉપયોગ કરીને વિશ્વના તમામ દેશો પર 10 ટકા ગ્લોબલ ટેરિફ લાદ્યો હતો, તેના 24 કલાકામાં ગ્લોબલ ટેરિફ 10 ટકાથી વધારીને 15 ટકા કરતી જાહેરાત કરી હતી. આ ગ્લોબલ ટેરિફ 150 દિવસ માટે છે. તેના પછી તેને આગળ વધારવા માટે યુએસ કોંગ્રેસની મંજૂરી જરૂરી છે. હવે(US Tariff Attack) અમેરિકાએ સોલર સેકટર પર ખૂબ મોટુ પગલું ભરીને 126 ટકા ડ્યૂટી લાદી છે.
આ પણ વાંચો….