અમદાવાદ- Stock Market Big Crash શેરબજાર ઓલરાઉન્ડ વેચવાલી સાથે ખૂલ્યું છે. બીએસઈ સેન્સેક્સમાં 1000 પોઈન્ટનો કડાકો છે અને એનએસઈ નિફ્ટી 300 પોઈન્ટ તૂટ્યો છે. ઈઝરાયલ અને અમેરિકાએ સંયુક્ત રીતે ઈરાન પર હવાઈ હૂમલો કર્યો હતો અને ઈરાને જવાબી કાર્યવાહી કરી હતી. ઈરાને અમેરકાના સાત દેશોમાં આવેલ આર્મીના બેઝ પર મિસાઈલો ફેંકી હતી. તે પછી મિડલઈસ્ટમાં યુદ્ધ ફાટી નીકળ્યું છે. જેને પગલે વિશ્વના સ્ટોક માર્કેટમાં ભારે પેનિક છવાયું છે. એશિયાઈ સ્ટોક માર્કેટ ભારે ગાબડા સાથે ખૂલ્યા છે.
સવારે 9.30ની સ્થિતિ
સવારે 9.30 કલાકે બીએસઈ સેન્સેક્સ 840 પોઈન્ટના ઘટાડા સાથે 80,446 પર ટ્રેડ કરી રહ્યો હતો.(Stock Market Big Crash) એનએસઈ નિફ્ટી 253 પોઈન્ટ ઘટી 24,925 પર ટ્રેડ કરી રહ્યો હતો. અને બેંક નિફ્ટી 385 પોઈન્ટ તૂટી 60,143 પર ટ્રેડ કરી રહ્યો છે. મીડકેપ ઈન્ડેક્સમાં 590 પોઈન્ટનું ગાબડું પડ્યું હતું.
આજે ઈન્ટ્રા ડે લૉ
બીએસઈ સેન્સેક્સ ઈન્ટ્રાડેમાં તૂટીને 78,543 થયો હતો. એનએસઈ નિફ્ટી ઈન્ટ્રાડેમાં તૂટીને 24,645ની લો બનાવી હતી. તેમજ બેંક નિફ્ટી ઈન્ટ્રાડેમાં ગબડીને 59,148ની લો બનાવી હતી.
માર્કેટ કેપમાં 7,80,000 લાખ કરોડ નો ઘટાડો
ભારતીય શેરબજાર નીચા મથાળે ગેપમાં ખૂલતાની સાથે(Stock Market Big Crash) માત્ર પાંચ સેકન્ડમાં જ માર્કેટ કેપિટલાઈઝેશનમાં રૂપિયા 7,80,000 લાખ કરોડનો ઘટાડો નોંધાયો હતો. એટલે રોકાણકારોના પોર્ટફોલિયોમાં રૂપિયા 7,80,000નો નોંધપાત્ર ઘટાડો થયો હતો.
એડવાન્સ ડેક્લાઈન રેશિયો નેેગેટિવ
નેશનલ સ્ટોક એક્સચેન્જમાં સવારે 9.37 કલાકે 375 શેરના ભાવ વધ્યા હતા અને 2410 શેરના ભાવ ઘટ્યા હતા. 19 શેર બાવન વીક હાઈ પર હતા અને 527 શેર બાવન વીક લો પર ટ્રેડ કરતાં હતા. 21 શેરમાં અપર સર્કિટ અને 116 શેરમાં લોઅર સર્કિટ લદાઈ હતી.
સૌથી વધુ ગગડેલા શેર
આજે (Stock Market Big Crash) સવારે 9.41 કલાકે ઈન્ડિગો, લાર્સન ટુબ્રો, એશિયન પેઈન્ટસ, અદાણી પોર્ટ, અદાણી એન્ટરપ્રાઈઝ, તાતા મોટર પેસેન્જ વ્હીકલ, જિઓ ફાયનાન્સ, બજાજ ફાઈનાન્સ અને મારૂતિ સૌથી વધુ ગગડ્યા હતા.
ડૉલર સામે રૂપિયો તૂટ્યો
ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો 28 પૈસા તૂટીને 91,25 પર ખૂલ્યો છે. જે શુક્રવારે 90.97 પર બંધ હતો.
એશિયાઈ સ્ટોકમા ગાબડા
યુએસ ડાઉ જોન્સ ઈન્ડેક્સ ફ્યુચર સવારે 9.22 કલાકે 381 પોઈન્ટ માઈનસ હતો. એશિયાઈ સ્ટોક માર્કેટમાં જાપાનનો નિક્કી ઈન્ડેક્સ 790 પોઈન્ટ(1.34 ટકા)ના ગાબડા સાથે શરૂ થયો હતો. હોંગકોંગનો હેંગસેંગ 405 પોઈન્ટ(1.56 ટકા)નો કડાકો હતો. થાઈલેન્ડનો સેટ કમ્પોઝિટ 17 પોઈન્ટ(1.14 ટકા) ઘટ્યો હતો. તાઈવાનનો તેઈપેઈ 173 પોઈન્ટ(0.49 ટકા) ઘટ્યો હતો. સિંગાપુરનો સ્ટ્રેઈટ ટાઈમ્સ 85 પોઈન્ટ(1.73 ટકા) તૂટયો હતો. જાકાર્તાનો કમ્પોઝિટ ઈન્ડેક્સ 141.78(1.72 ટકા) ગબડ્યો હતો.
ક્રૂડ ઓઈલમાં 5 ટકાથી વધુનો ઉછાળો
આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડ 4.25 ડૉલર(5.83 ટકા)ના ઉછાળા સાથે 77.03 ડૉલર પર ટ્રેડ કરી રહ્યો છે. ક્રૂડ ઓઈલ 3.71 ડૉલર(5.53 ટકા)ના ઉછાળા સાથે 70.73 ડૉલર પર ટ્રેડ કરી રહ્યો છે. ક્રૂડમાં ચાર વર્ષની સૌથી મોટી તેજી જોવા મળી હતી.
યુએસ બોન્ડનું યીલ્ડ ઘટ્યું
ડૉલર ઈન્ડેક્સ 0.21 સેન્ટ્સના ગાબડા સાથે 97.83 પર ટ્રેડ કરી રહ્યો છે અને લેટેસ્ટ અપડેટ સાથે જોઈએ તો સવારે 9.30 કલાકે ડૉલર સામે રૂપિયો 30 પૈસાના ઘટાડા સાથે 91.22 પર ટ્રેડ કરી રહ્યો છે. અમેરિકાના 10 વર્ષના બોન્ડનું યીલ્ડ વધુ ઝડપથી ઘટીને 3.98 ટકા પર આવી ગયું હતું.